Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 14:17 - પવિત્ર બાઇબલ C.L.

17 દુનિયા તેને સ્વીકારી શક્તી નથી; કારણ, તે તેને જોઈ શક્તી નથી અને ઓળખતી નથી. પરંતુ તમે તેને ઓળખો છો, કારણ, તે તમારી સાથે રહે છે; અને તમારા અંતરમાં વસે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 એટલે સત્યનો આત્મા, જેને જગત પામી નથી શકતું તે; કેમ કે તેને તે જોતું નથી, અને તેને ઓળખતું નથી. [પણ] તમે તેને ઓળખો છો, કેમ કે તે તમારી સાથે રહે છે, અને તમારામાં વાસો કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 એટલે સત્યનો આત્મા, જેને માનવજગત પામી નથી શકતું; કેમ કે તેમને તે જોઈ શકતું નથી અને તેમને જાણતું નથી; પણ તમે તેમને જાણો છો; કેમ કે તેઓ તમારી સાથે રહે છે અને તમારામાં વાસો કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 તે સંબોધક સત્યનો આત્મા છે. જગત તેનો સ્વીકાર કરી શકતું નથી. શા માટે? કારણ કે જગત તેને જોતું નથી કે તેને ઓળખતું નથી. પણ તમે તેને ઓળખો છો. તે તમારી સાથે રહે છે અને તે તમારામાં રહેશે.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 14:17
30 Iomraidhean Croise  

અંત:કરણ પોતે જ પોતાની વેદના જાણે છે; અને તેના આનંદમાં બીજું કોઈ ભાગીદાર થઈ શકતું નથી.


ઈશ્વર જે ઉચ્ચ અને ઉન્‍નત છે, અનાદિઅનંત છે, જેમનું નામ પવિત્ર છે તે આમ કહે છે: “હું ઉચ્ચ અને પવિત્ર સ્થાનમાં વસું છું. વળી, હું પાપથી વિમુખ થનારા અને નમ્ર અંત:કરણના માણસો સાથે પણ વસું છું, જેથી હું નમ્રજનોના આત્માને અને પાપથી વિમુખ થનારાના દયને પ્રોત્સાહિત કરું.


તે કહે છે, “તો મેં તમને આપેલો આત્મા અને તમારા મુખમાં મૂકેલાં મારાં વચનો તમારાં, તમારાં સંતાનોનાં કે તેમના વંશજોની સાથે સદા રહેશે; અને ક્યારેય જતાં રહેશે નહિ.” આ તો પ્રભુનાં વચન છે.


હું તમારામાં મારો પોતાનો આત્મા મૂકીશ અને તમે મારા નિયમોનું પાલન કરો અને મારી સર્વ આજ્ઞાઓ પાળો તેવું કરીશ.


કારણ, જે શબ્દો તમે બોલશો તે તમારા પોતાના નહિ હોય, પણ તમારા ઈશ્વરપિતાનો પવિત્ર આત્મા તમારા દ્વારા બોલશે.


હું પિતાને વિનંતી કરીશ; અને તે તમારી સાથે સદા વસવાને બીજો સહાયક, એટલે સત્યનો આત્મા મોકલી આપશે.


ઈસુએ તેને જવાબ આપ્યો, “જે કોઈ મારા પર પ્રેમ કરે છે તે મારા કહ્યા પ્રમાણે ચાલશે, તેના પર મારા પિતા પ્રેમ કરશે, અને હું તથા પિતા તેની પાસે આવીશું અને તેનામાં વાસ કરીશું.


“પિતા તરફથી આવનાર સહાયક, એટલે સત્યનો આત્મા આવશે. હું તેને પિતા પાસેથી મોકલી આપીશ, અને તે મારે વિષે સાક્ષી પૂરશે.


પરંતુ સત્યનો આત્મા આવશે; ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે; કારણ, તે પોતા તરફથી બોલશે નહિ, પણ જે તે સાંભળે છે તે જ તે બોલશે અને થનાર બાબતો વિષે તમને કહેશે.


જે કોઈ પુત્રને જોઈને તેમના પર વિશ્વાસ મૂકે તે સાર્વકાલિક જીવન પામે, અને હું તેમને અંતિમ દિવસે સજીવન કરું એ જ પિતા ઇચ્છે છે.”


તો પછી મારે શું કરવું? એ જ કે હું મારા આત્માથી અને મનથી પણ પ્રાર્થના કરીશ; તેમજ મારા આત્માથી અને મનથી ગાઈશ.


હવે જેની પાસે પવિત્ર આત્મા નથી, તે ઈશ્વરના આત્મા પાસેથી મળતી બક્ષિસો મેળવી શકતું જ નથી. હકીક્તમાં તો આ આત્મિક સત્યો તેને સમજાતાં જ નથી, પણ તે તેને મૂર્ખતારૂપ લાગે છે. કારણ, તેમનું મૂલ્ય આત્મિક રીતે અંક્ય છે.


તમે ઈશ્વરનું મંદિર છો અને ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે એ વાતની શું તમને ખબર નથી?


તમારું શરીર પવિત્ર આત્માનું મંદિર છે તેની શું તમને ખબર નથી? આ પવિત્ર આત્મા ઈશ્વર તરફથી મળેલો છે અને તે આપણામાં વસે છે.


તમારામાં વિશ્વાસ છે કે નહિ એની પરીક્ષા તમે જાતે જ કરો. જો તમે સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયા ન હો, તો શું તમને ચોક્કસ ખબર છે કે ઈસુ ખ્રિસ્ત તમારામાં છે?


ઈશ્વરના મંદિરને મૂર્તિઓ સાથે શો સંબંધ હોય? કારણ, આપણે તો જીવતા ઈશ્વરનું મંદિર છીએ! ઈશ્વરે પોતે જ કહ્યું છે તેમ, “હું મારા લોક મયે મારું ઘર બનાવીશ, અને તેમની સાથે વાસો કરીશ, હું તેમનો ઈશ્વર થઈશ અને તેઓ મારી પ્રજા બનશે.”


તમે ઈશ્વરના પુત્રો છો તેની પ્રતીતિ માટે ઈશ્વરે તેમના પુત્રનો પવિત્ર આત્મા તમારાં હૃદયોમાં મોકલ્યો છે. એ આત્મા, “પિતા, મારા પિતા” એવો ઉદ્ગાર કાઢે છે.


ઈસુની સાથેના સંબંધને લીધે બીજાઓની સાથે તમે પણ એ ઘરમાં ચણાયા છો; તે ઘરમાં ઈશ્વર પોતાના આત્માની મારફતે વસે છે.


અને વિશ્વાસથી તમારાં હૃદયોમાં ખ્રિસ્ત નિવાસ કરે. હું એવી પ્રાર્થના કરું છું કે તમારાં મૂળ અને પાયો પ્રેમમાં નંખાયેલાં હોય.


ઈશ્વરની યોજના આ છે: પોતાનું માર્મિક સત્ય પોતાના લોકને જણાવવું. આ ઉત્તમ અને મહિમાવંત માર્મિક સત્ય સર્વ પ્રજાઓ માટે છે, અને તે આ પ્રમાણે છે: ખ્રિસ્ત તમારામાં છે, અને તેથી તમે ઈશ્વરના મહિમાના ભાગીદાર થશો તેની તે આશા છે.


આપણામાં વાસો કરનાર પવિત્ર આત્માના સામર્થ્યની મારફતે તને આપવામાં આવેલી સારી બાબતો સાચવી રાખ.


પણ તમારા પર તો ખ્રિસ્તે પોતાનો પવિત્ર આત્મા રેડી દીધો છે. જ્યાં સુધી તેમનો પવિત્ર આત્મા તમારામાં વાસો કરે છે ત્યાં સુધી તમારે બીજા કોઈ શિક્ષકની જરૂર નથી. કારણ, તેમનો પવિત્ર આત્મા તમને સર્વ બાબતો શીખવે છે અને તેનું શિક્ષણ જૂઠું નથી પણ સાચું છે. આથી પવિત્ર આત્માના શિક્ષણને આધીન થાઓ અને ખ્રિસ્તમાં રહો.


જે કોઈ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરે છે તે ઈશ્વરમાં રહે છે અને ઈશ્વર તેનામાં રહે છે. ઈશ્વરે આપેલા પવિત્ર આત્મા દ્વારા આપણને ખબર પડે છે કે તે આપણામાં રહે છે.


પણ મારાં બાળકો, તમે તો ઈશ્વરના છો અને જૂઠા સંદેશવાહકોને તમે હરાવ્યા છે. કારણ, તમારામાં રહેતો પવિત્ર આત્મા દુનિયામાં રહેલા આત્મા કરતાં વધુ શક્તિશાળી છે.


પણ આપણે તો ઈશ્વરના છીએ. જે કોઈ ઈશ્વરનો છે તે આપણું સાંભળે છે. જે કોઈ ઈશ્વરના પક્ષનો નથી તે આપણું સાંભળતો નથી. આ રીતે સત્યનો પવિત્ર આત્મા અને અસત્યના આત્મા વચ્ચેનો તફાવત આપણે પારખી શકીએ છીએ.


પવિત્ર આત્મા, પાણી અને રક્ત, અને એ ત્રણ એક જ પ્રકારનો સાક્ષી આપે છે.


પવિત્ર આત્મા મંડળીઓને જે કહે છે, તે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. જે વિજય પ્રાપ્ત કરશે તેને હું ગુપ્ત રાખવામાં આવેલા માન્‍નામાંથી ખાવા આપીશ. વળી, હું તેને એક સફેદ પથ્થર આપીશ; જેના પર એક એવું નામ લખેલું છે કે જેને એ પથ્થર મળે તેના વગર બીજું કોઈ તે જાણતું નથી.”


Lean sinn:

Sanasan


Sanasan