Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 14:12 - પવિત્ર બાઇબલ C.L.

12 હું તમને સાચે જ કહું છું: જે કોઈ મારા પર વિશ્વાસ મૂકે છે તે હું કરું છું તેવાં કાર્ય કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 હું તમને ખચીત ખચીત કહું છું કે, હું જે કામો કરું છું તે જ મારા પર વિશ્વાસ રાખનાર પણ કરશે, અને એના કરતાં પણ મોટાં કામ કરશે, કેમ કે હું પિતાની પાસે જાઉં છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 હું તમને સાચે જ કહું છું કે, ‘હું જે કામો કરું છું તે જ મારા પર વિશ્વાસ કરનાર પણ કરશે અને એના કરતાં પણ મોટાં કામો કરશે, કેમ કે હું પિતાની પાસે જાઉં છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 હું તમને સત્ય કહું છું, જે વ્યક્તિ મારામાં વિશ્વાસ કરે છે તે મેં જે કામો કર્યા છે તેવાં જ કરશે. હા! તે મેં કર્યા છે તેનાં કરતાં વધારે મહાન કામો પણ કરશે. શા માટે? કારણ કે હું પિતા પાસે જાઉં છું.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 14:12
28 Iomraidhean Croise  

ઈસુએ કહ્યું, હું તમને સાચે જ કહું છું: અંજીરીને મેં કહ્યું અને તે સુકાઈ ગઈ. જો તમે શંકા ન લાવતાં વિશ્વાસ રાખો તો તમે એથી પણ વિશેષ કરી શકશો. એટલે, જો આ પર્વતને તમે કહો કે, ’ઊંચકાઈને સમુદ્રમાં પડ’ તો તે પ્રમાણે થશે.


તેમણે દૂર પાંદડાંથી છવાઈ ગયેલું અંજીરીનું વૃક્ષ જોયું અને કદાચ કંઈક મળે તે માટે તેઓ તેની પાસે ગયા, ત્યારે માત્ર પાંદડાં સિવાય કંઈ જોવા મળ્યું નહિ; કારણ, અંજીરની મોસમ ન હતી.


વિશ્વાસીઓને પરાક્રમી ચમત્કારો કરવાનું દાન અપાશે; તેઓ મારે નામે દુષ્ટાત્માઓને કાઢશે; તેઓ અજાણી ભાષાઓ બોલશે.


હું જઉં છું પરંતુ હું તમારી પાસે પાછો આવીશ એવું જે મેં તમને કહ્યું છે તે તમે સાંભળ્યું છે. જો તમને મારા પર પ્રેમ હોય, તો હું પિતા પાસે જઉં છું તેથી તમને આનંદ થવો જોઈએ. કારણ, પિતા મારા કરતાં મોટા છે.


પરંતુ હું તમને સાચે જ કહું છું: મારું જવું તમારા લાભમાં છે; કારણ, હું જઉં નહિ તો સહાયક તમારી પાસે આવશે નહિ. પરંતુ જો હું જઉં તો હું તેને તમારી પાસે મોકલીશ.


“‘વાવે કોઈ અને લણે કોઈ’ એ કહેવત સાચી પડે છે.


કારણ, પિતા પુત્રને ચાહે છે અને પોતે જે કંઈ કરે છે તે બધું તે તેને બતાવે છે. તે તેને એના કરતાં પણ મોટાં કાર્યો બતાવશે, તેથી તમે બધા અચંબામાં પડશો.


ઈસુએ કહ્યું, “હું તમારી સાથે થોડીવાર છું, અને ત્યાર પછી મને મોકલનાર પાસે પાછો જઉં છું.


ઈસુમાં વિશ્વાસ મૂકનારાઓને મળનાર પવિત્ર આત્માને લક્ષમાં રાખીને તેમણે આ વાત કહી. તે સમયે પવિત્ર આત્મા આપવામાં આવ્યો ન હતો, કારણ, ઈસુ હજી મહિમાવંત કરાયા ન હતા.


કારણ, તેમણે તેમને જુદી જુદી ભાષામાં બોલતા અને ઈશ્વરની મહાનતા વિષે પ્રશંસા કરતા સાંભળ્યા. પિતર બોલી ઊઠયો,


ઘણા દિવસોથી તે આ પ્રમાણે કરતી હતી, એટલે છેવટે પાઉલે અકળાઈને પાછા ફરીને દુષ્ટાત્માને કહ્યું, “પ્રભુ ઈસુને નામે હું તને હુકમ કરું છું કે તેનામાંથી નીકળી જા!” એ જ ક્ષણે તેનામાંથી દુષ્ટાત્મા નીકળી ગયો.


પાઉલે વાપરેલા હાથરુમાલ અને ટુવાલ પણ બીમાર માણસો પાસે લઈ જવામાં આવતા અને તેમના રોગ મટી જતા અને તેમનામાંથી દુષ્ટાત્માઓ નીકળી જતા.


“ઈશ્વરની જમણી તરફ ઈસુને ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. પોતાના પિતાએ આપેલા વરદાન પ્રમાણે ઈસુએ તેમની પાસેથી પવિત્ર આત્મા મેળવ્યો છે; અને તે પવિત્ર આત્માથી અમારો અભિષેક કર્યો છે. અત્યારે તમે જે જુઓ તથા સાંભળો છો તે તેનું પરિણામ છે.


ઘણા લોકોએ તેના સંદેશ પર વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યા; તે દિવસે સંગતમાં લગભગ ત્રણ હજાર માણસો ઉમેરાયા.


તેમણે પૂછયું, “આ માણસોનું આપણે શું કરીશું? યરુશાલેમમાં વસનાર પ્રત્યેકને ખબર છે કે તેમણે જ આ અસાધારણ ચમત્કાર કર્યો છે, અને આપણે તેનો નકાર કરી શક્તા નથી.


પ્રભુ ઈસુના મરણમાંથી સજીવન થવા અંગે પ્રેષિતોએ મહાન સામર્થ્યમાં સાક્ષી આપી, અને ઈશ્વરે તે સૌને પુષ્કળ આશિષ આપી.


પણ સંદેશો સાંભળનારાઓમાંના ઘણાએ વિશ્વાસ કર્યો; અને વિશ્વાસ કરનાર પુરુષોની સંખ્યા આશરે પાંચ હજારની થઈ.


પ્રેષિતોનાં કાર્યોને પરિણામે લોકો બીમાર માણસોને શેરીઓમાં ઊંચકી લાવતા અને ખાટલા કે પથારીઓ પર સૂવાડતા; જેથી પિતર ત્યાં થઈને જતો હોય, ત્યારે કંઈ નહિ તો તેનો પડછાયો એમાંના કેટલાક પર પડે.


પ્રભુના સંદેશનો પ્રચાર વધતો રહ્યો. યરુશાલેમમાં શિષ્યોની સંખ્યા વધતી જ ગઈ અને ઘણી મોટી સંખ્યામાં યજ્ઞકારોએ પણ શુભસંદેશનો સ્વીકાર કર્યો.


દુષ્ટાત્માઓ ચીસ પાડતા પાડતા ઘણા લોકોમાંથી નીકળી જતા; ઘણા લકવાવાળા અને લંગડા લોકો પણ સાજા કરાતા હતા.


પિતરે તેને કહ્યું, “એનિયસ, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે. ઊઠ, તારું બિછાનું ઊંચકી લે.” એનિયસ તરત જ ઊભો થયો.


પિતરે બધાને ઓરડીની બહાર કાઢી મૂક્યા અને ધૂંટણે પડીને પ્રાર્થના કરી; પછી શબ તરફ ફરીને તેણે કહ્યું, “તાબીથા, ઊઠ!” તેણે પોતાની આંખો ખોલી અને પિતરને જોઈને તે બેઠી થવા લાગી.


તે આવું છે: વાણીથી અને કાર્યોથી, ચિહ્નોથી, ચમત્કારોથી અને પવિત્ર આત્માના સામર્થ્યથી બિનયહૂદીઓ ઈશ્વરને આધીન થયા છે. યરુશાલેમથી ઈલુરીકમ સુધી ખ્રિસ્તનો સંદેશો મેં પૂરેપૂરો પ્રગટ કર્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan