Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 13:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પછી એક વાસણમાં પાણી લઈને શિષ્યોના પગ ધોયા અને કમરે વીંટાળેલા રૂમાલથી લૂછવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ત્યાર પછી વાસણમાં પાણી રેડીને શિષ્યોના પગ ધોવા તથા કમરે બાંધેલા રૂમાલથી તે લૂછવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ત્યાર બાદ વાસણમાં પાણી લઈને, શિષ્યોના પગ ધોવા તથા જે રૂમાલ પોતાની કમરે બાંધ્યો હતો તેનાથી લૂંછવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 પછી ઈસુએ વાસણમાં પાણી રેડ્યું. તેણે શિષ્યોના પગ ધોવાની શરુંઆત કરી. તેણે રુંમાલ વડે તેમના પગ લૂછયા. જે રુંમાલ તેની કમરે વીંટાળેલો હતો.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 13:5
30 Iomraidhean Croise  

હું થોડું પાણી લઈ આવું એટલે તમે પગ ધોઈ લો અને પછી આ વૃક્ષ નીચે આરામ કરો.


“મારા સ્વામીઓ, કૃપા કરીને તમારા સેવકને ઘેર પધારો. તમારા પગ ધૂઓ અને ત્યાં જ રાતવાસો કરો. પછી મળસ્કે ઊઠીને તમારે રસ્તે પડજો.” તેમણે કહ્યું, “ના, અમે તો નગરના ચોકમાં જ રાત ગાળીશું.”


પછી તે તેમની પાસે શિમયોનને લાવ્યો. તેમના પગ ધોવા માટે તેણે તેમને પાણી આપ્યું અને ગધેડાને ચારો નીર્યો.


યહોશાફાટ રાજાએ પૂછયું, “જેની મારફતે પ્રભુને પૂછી શકીએ એવો કોઈ સંદેશવાહક અહીં છે?” યોરામ રાજાના એક લશ્કરી અધિકારીએ જવાબ આપ્યો, “શાફાટનો પુત્ર એલિશા અહીં છે. તે એલિયાની સેવામાં રહેતો હતો.”


મારા દોષથી મને પૂરેપૂરો ધૂઓ, મારાં પાપથી મને શુદ્ધ કરો. પાપની કબૂલાત


“તારે આરોન તથા તેના પુત્રોને મુલાકાતમંડપના દ્વાર પાસે લાવવા અને તેમને વિધિગત રીતે સ્નાન કરવા જણાવવું.


સ્નાન કરો અને શુદ્ધ થાઓ; તમારાં ભૂંડાં કર્મો મારી નજર આગળથી દૂર કરો. દુરાચાર બંધ કરો,


હું તમારા પર શુદ્ધ જળનો છંટકાવ કરીશ અને તમે શુદ્ધ થશો. હું તમને તમારી બધી મલિનતાથી અને તમારી સર્વ મૂર્તિઓથી શુદ્ધ કરીશ.


પછી જીવતા પક્ષીને તેણે ખેતરમાં છોડી મૂકવું. શુદ્ધિકરણ કરાવનાર પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, પોતાના બધા વાળ કપાવે અને સ્નાન કરે તે પછી તે વિધિગત રીતે શુદ્ધ જાહેર થાય. ત્યાર પછી તે છાવણીમાં પ્રવેશી શકે. પરંતુ સાત દિવસ સુધી તેણે પોતાના તંબૂની બહાર રહેવાનું છે.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “એ દિવસે દાવિદના વંશજો અને યરુશાલેમના લોકોને તેમનાં પાપ અને મૂર્તિપૂજામાંથી શુદ્ધ કરવા એક ઝરો ફૂટી નીકળશે.


અને જઈને ઈસુના પગ પાસે રડતી રડતી ઊભી રહી. તેનાં આંસુથી તેમના પગ પલળતા હતા. પછી તેણે પોતાના વાળ વડે તેમના પગ લૂછયા, પગને ચુંબન કર્યું અને તે પર અત્તર રેડયું.


ઈસુએ કહ્યું, “તારો જવાબ સાચો છે.” પછી સ્ત્રી તરફ ફરતાં તેમણે સિમોનને કહ્યું, “તું આ સ્ત્રીને તો જુએ છે ને? હું તારા ઘરમાં આવ્યો, પણ તેં મને મારા પગ ધોવા માટે પાણી આપ્યું નથી, પણ મારા પગ તેણે પોતાના આંસુથી ધોયા છે અને પોતાના વાળથી લૂછયા છે.


ઈસુએ કહ્યું, “જેણે સ્નાન કર્યું છે, તેના પગ સિવાય બીજું કંઈ ધોવાની જરૂર નથી; કારણ, તે શુદ્ધ છે. તમે શુદ્ધ છો, પરંતુ બધા નહિ.”


તે સિમોન પિતરની પાસે આવ્યા ત્યારે તે બોલી ઊઠયો, “પ્રભુ, શું તમે મારા પગ ધૂઓ છો?”


પિતરે કહ્યું, “હું કદી મારા પગ તમને ધોવા દઈશ નહિ!” ઈસુએ જવાબ આપ્યો, “જો હું તારા પગ ન ધોઉં, તો મારે ને તારે કંઈ સંબંધ નથી.”


પણ એક સૈનિકે ઈસુની છાતીની બાજુમાં ભાલો માર્યો, અને તરત જ લોહી તથા પાણી વહ્યાં.


તો હવે વિલંબ શા માટે કરે છે? ઊઠ, બાપ્તિસ્મા લે, અને તેમને નામે વિનંતી કરીને પાપની માફી પ્રાપ્ત કર.’


તમારામાંના કેટલાક તો એવા જ હતા, પણ ઈશ્વરના આત્માથી અને આપણા પ્રભુ ઈસુના નામની મારફતે તમને પાપમાંથી શુદ્ધ કરવામાં આવ્યા, અલગ કરવામાં આવ્યા અને ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં લાવવામાં આવ્યા.


કે જેથી તે વચનરૂપી જળથી સ્નાન કરાવીને મંડળીને શુદ્ધ કરે;


સારાં ક્મ માટે જાણીતી હોય, પોતાનાં બાળકોને સારી રીતે ઉછેર્યાં હોય, અતિથિ સત્કાર કર્યો હોય, ઈશ્વરના લોકના પગ ધોયા હોય અને સર્વ પ્રકારનાં સારાં કાર્યો કરવામાં નિષ્ઠા દાખવી હોય, તેવી વિધવાઓનાં જ નામ તારે મંડળીની વિધવાઓની યાદીમાં નોંધવાં.


તેથી, દુષ્ટ અંત:કરણથી છૂટવા માટે આપણાં હૃદયો પર છંટકાવ પામીને તથા નિર્મળ પાણીથી શરીરને ધોઈને આપણે નિષ્ઠાવાન હૃદય અને સંપૂર્ણ નિશ્ર્વયથી વિશ્વાસ રાખીને ઈશ્વરની પાસે આવીએ.


પણ જેમ તે પ્રકાશમાં છે તેમ આપણે પ્રકાશમાં જીવીએ તો આપણે એકબીજા સાથેની સંગતમાં રહીએ છીએ અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે.


ઈસુ ખ્રિસ્ત, પાણીથી અને રક્તથી આવ્યા. તે ફક્ત પાણીથી જ નહિ, પણ પાણી અને રક્ત બન્‍નેથી આવ્યા. આ વાત સાચી છે એવી સાક્ષી પવિત્ર આત્મા આપે છે. કારણ, પવિત્ર આત્મા સત્ય છે. કુલ ત્રણ સાક્ષીઓ છે:


અને વિશ્વાસુ સાક્ષી તથા મૂએલાંઓમાંથી સૌ પ્રથમ સજીવન કરાનાર અને પૃથ્વીના રાજાઓના અધિપતિ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ થાઓ. જેમણે આપણા પર પ્રેમ કર્યો અને પોતાના રક્ત દ્વારા આપણને આપણા પાપમાંથી શુદ્ધ કર્યા,


મેં જવાબ આપ્યો, “મહાશય, તમે તે જાણો છો.” તેણે મને કહ્યું, “એ લોકો તો ભારે સતાવણીમાં પસાર થઈને આવેલા છે અને તેમણે પોતાનાં વસ્ત્રો હલવાનના રક્તમાં ધોઈને ઊજળાં કર્યાં છે.


તેથી તે તેમને પોતાને ઘેર લઈ ગયો. તેણે ગધેડાંને ચારો નીર્યો. તેના મહેમાનોએ પોતાના પગ ધોયા અને પછી જમવા બેઠા.


અબિગાઈલે ભૂમિ સુધી નમીને કહ્યું, “હું તેમની સેવિકા છું અને તેમના સેવકોના પગ ધોવા તૈયાર છું.”


Lean sinn:

Sanasan


Sanasan