Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 13:23 - પવિત્ર બાઇબલ C.L.

23 શિષ્યોમાંનો એક જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા તે તેમની પડખે અડીને જ બેઠો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 હવે જમતી વેળાએ તેમના શિષ્યોમાંનો એક, જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા, તે ઈસુની છાતીને અઢેલીને બેઠેલો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 હવે જમણ સમયે તેમના શિષ્યોમાંનો એક, જેનાં પર ઈસુ પ્રેમ રાખતા હતા, તે ઈસુની છાતીએ અઢેલીને બેઠો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 શિષ્યોમાંનો એક ઈસુની બાજુમાં છાતીને અઢેલીને બેઠો હતો. ઈસુ જેને પ્રેમ કરતો હતો તે આ શિષ્ય હતો.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 13:23
15 Iomraidhean Croise  

પણ ગરીબ પાસે તેણે ખરીદેલી એકમાત્ર નાની ઘેટી હતી. તે તેની સંભાળ રાખતો અને તેણે તેને પોતાના ઘરમાં પોતાનાં છોકરા સાથે ઉછેરી હતી. તે પોતાના ખોરાકમાંથી તેને ખવડાવતો, તેના પ્યાલામાંથી તેને પાણી પીવા દેતો અને પોતાના ખોળામાં સૂવા દેતો. ઘેટી તેને મન પોતાની પુત્રી સમાન હતી.


પ્રાદેશિક અધિકારીઓનો ઉપરી: નાથાનનો પુત્ર અમાર્યા. રાજાનો સલાહકાર અને મિત્ર: નાથાનનો પુત્ર ઝાબૂદ.


તે ગરીબ માણસ મરી ગયો અને દૂતો તેને અબ્રાહામની પાસે લઈ ગયા. પેલો શ્રીમંત માણસ પણ મરી ગયો અને તેને દફનાવવામાં આવ્યો.


કોઈએ ઈશ્વરને કદી જોયા નથી. પુત્ર જે ઈશ્વર છે અને જે ઈશ્વરપિતાની અત્યંત નિકટ છે, માત્ર તેમણે જ ઈશ્વરને પ્રગટ કર્યા છે.


આથી બહેનોએ ઈસુને કહેવડાવ્યું, “પ્રભુ, તમે જેના પર પ્રેમ કરો છો તે માંદો છે.”


તેથી યહૂદીઓએ કહ્યું, “જુઓ તો ખરા, તેમને તેના પર કેટલો બધો પ્રેમ છે!”


માર્થા અને તેની બહેન તથા લાઝરસ પર ઈસુ પ્રેમ રાખતા હતા.


સિમોન પિતરે તેને ઇશારો કરીને કહ્યું, “તે કોના સંબંધી વાત કરે છે તે પૂછી જો.”


તેથી તે શિષ્યે ઈસુની છાતીને અઢેલીને પૂછયું, “પ્રભુ, તે કોણ છે?”


ઈસુએ પોતાનાં માને અને જે શિષ્ય ઉપર પોતે પ્રેમ રાખતા હતા તેમને ત્યાં ઊભેલાં જોયાં અને તેમણે પોતાનાં માને કહ્યું, “બાઈ, જુઓ તમારો દીકરો!”


તેથી સિમોન પિતર અને જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા તે બીજા શિષ્યની પાસે તે દોડી ગઈ અને તેમને કહ્યું, “તેમણે પ્રભુને કબરમાંથી લઈ લીધા છે અને તેમને ક્યાં મૂક્યા છે તેની અમને ખબર નથી!”


જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા અને જમતી વખતે જે હંમેશાં ઈસુની છાતીને અઢેલીને બેસતો હતો અને જેણે પ્રભુને પૂછયું હતું, “પ્રભુ, કોણ તમારી ધરપકડ કરાવશે?” તે બીજા શિષ્યને પિતરે પાછા ફરીને જોયો.


એ જ શિષ્ય આ બધી વાતની સાક્ષી પૂરે છે, અને તેણે જ આ બધી વાતો લખી છે. અમને ખાતરી છે કે તેની સાક્ષી સાચી છે.


તેથી જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા, તેણે પિતરને કહ્યું, “એ તો પ્રભુ છે!” જ્યારે સિમોન પિતરે એ સાંભળ્યું કે એ તો પ્રભુ છે, ત્યારે પોતે ઉઘાડો હોવાથી તેણે પોતાનો ઝભ્ભો પહેરી લીધો; અને સરોવરમાં કૂદી પડયો.


Lean sinn:

Sanasan


Sanasan