Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 13:17 - પવિત્ર બાઇબલ C.L.

17 હવે તમે આ સત્ય તો જાણો છો; તેથી જો તમે તેને અમલમાં મૂકો તો તમને ધન્ય છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 જો તમે એ વાતો જાણીને તેઓને પાળો, તો તમને ધન્ય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 જો તમે એ બાબતો જાણીને તેઓનું અનુકરણ કરો, તો તમે આશીર્વાદિત છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 જો તમે આ વાતો જાણો અને તેઓને પાળો તો તમે સુખી થશો.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 13:17
21 Iomraidhean Croise  

અને નૂહે બધું ઈશ્વરની આજ્ઞા પ્રમાણે કર્યું.


વળી, તેમનાથી તમારા આ ભક્તને ચેતવણી મળે છે, તેમનું પાલન અતિ લાભદાયી છે.


મોશેએ સઘળું પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું.


ઈશ્વરની દોરવણીને અભાવે લોકો સ્વેચ્છાચારી બની જાય છે. પરંતુ નિયમશાસ્ત્ર પાળનાર પ્રજા સદા આશિષ પામે છે.


પછી પ્રભુએ મને કહ્યું, “યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં મારો સંદેશ પ્રગટ કરીને કહે કે, કરારની શરતો સાંભળો અને તે પાળો.


હું તમારામાં મારો પોતાનો આત્મા મૂકીશ અને તમે મારા નિયમોનું પાલન કરો અને મારી સર્વ આજ્ઞાઓ પાળો તેવું કરીશ.


જે કોઈ મારા આકાશમાંના ઈશ્વરપિતાની ઇચ્છા પ્રમાણે કાર્ય કરે છે, તે જ મારો ભાઈ, મારી બહેન કે મારાં મા છે.


પણ ઈસુએ જવાબ આપ્યો, “એના કરતાંય ઈશ્વરનો સંદેશ સાંભળીને તેને આધીન થનારાઓને ધન્ય છે.”


મારી આજ્ઞા પ્રમાણે વર્તો, તો જ તમે મારા મિત્રો છો.


કારણ, નિયમશાસ્ત્ર સાંભળનારા નહિ, પણ તેને આધીન થનારા ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવે છે.


ખ્રિસ્ત ઈસુની સાથેના સંબંધમાં સુન્‍નત કરાવવાથી કે સુન્‍નત ન કરાવવાથી કશો ફેર પડતો નથી; પ્રેમ દ્વારા કાર્ય કરનાર વિશ્વાસ જ મહત્ત્વની બાબત છે.


પણ માનવીને સ્વતંત્ર કરનાર સંપૂર્ણ નિયમમાં જે કોઈ પોતાને ધ્યનથી નિહાળે છે અને તેના પ્રત્યે સતત ધ્યાન આપે છે તથા સાંભળીને ભૂલી નહિ જતાં તેનો જીવનમાં અમલ કરે છે તેવી વ્યક્તિને તેના સર્વ કાર્યમાં ઈશ્વર આશિષ આપશે.


સારું કાર્ય શું છે તે જાણ્યા છતાં તે ન કરનારને પાપ લાગે છે.


“જેઓ પોતાનાં વસ્ત્ર ધોઈને સ્વચ્છ કરે છે તેમને ધન્ય છે. તેથી તેમને જીવનના વૃક્ષનું ફળ ખાવાનો અને દરવાજામાં થઈને પવિત્ર નગરમાં પ્રવેશવાનો અધિકાર છે.


Lean sinn:

Sanasan


Sanasan