Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 13:1 - પવિત્ર બાઇબલ C.L.

1 પાસ્ખાપર્વની આગળનો દિવસ હતો. આ દુનિયા છોડીને પિતા પાસે જવાનો સમય આવી પહોંચ્યો છે એવું જાણીને આ દુનિયામાં જેમના પર ઈસુ પ્રેમ રાખતા હતા તેઓ પર તેમણે અંત સુધી પ્રેમ રાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે પાસ્ખાપર્વ અગાઉ પોતાનો આ જગતમાંથી પિતાની પાસે જવાનો સમય આવ્યો છે એ જાણીને ઈસુએ જગતમાં પોતાના લોકો, જેઓના ઉપર તે પ્રેમ રાખતા હતા, તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હવે પાસ્ખાપર્વ અગાઉ પોતાનો આ દુનિયામાંથી પિતાની પાસે જવાનો સમય આવ્યો છે એ જાણીને ઈસુએ દુનિયામાંનાં પોતાના લોક, જેઓનાં ઉપર તેઓ પ્રેમ રાખતા હતા, તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યહૂદિઓના પાસ્ખાપર્વનો લગભગ સમય હતો. ઈસુએ જાણ્યું કે આ જગત છોડવાનો તેના માટેનો સમય હતો. હવે તે સમય ઈસુ માટે પિતા પાસે પાછા જવાનો હતો. ઈસુએ હંમેશા જગતમાં જે તેના હતા તે લોકોને પ્રેમ કરતો હતો. તેનો પ્રેમ સંપૂર્ણ શ્રેષ્ઠ હતો. હવે ઈસુનો તેનો પ્રેમ તેઓને બતાવવાનો સમય હતો.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 13:1
44 Iomraidhean Croise  

વસ્તીવાળી પૃથ્વીથી હું હર્ષ પામતું હતું, અને માનવજાતથી મને આનંદ થતો.


ત્યારે મેં તેમને દૂરથી દર્શન દીધું હતું. હે ઇઝરાયલના લોકો, મેં સાચે જ તમારા પર અગાધ મમતા રાખી છે અને અવિચળ પ્રેમથી તમને મારી તરફ આકર્ષ્યા છે;


ત્યાર પછી શિષ્યો પાસે પાછા આવીને તેમને કહ્યું, તમે હજુ પણ ઊંઘો છો? આરામ કરો છો? માનવપુત્રને પાપીઓના હાથમાં સોંપાઈ જવાનો સમય આવી પહોંચ્યો છે.


જે જે આદેશ મેં તમને આપ્યા છે, તેનું પાલન કરવાનું શિક્ષણ તેમને આપતા જાઓ, અને જુઓ, યુગના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.


હું રોજ મંદિરમાં તમારી સાથે હતો, પણ તમે મને પકડયો નહિ. પણ અત્યારે અંધકારનો અધિકાર જામ્યો છે, અને તમારે માટે કાર્ય કરવાનો સમય આવી પહોંચ્યો છે.”


ઈસુને આકાશમાં લઈ લેવાના દિવસો નજીક આવ્યા એટલે તેમણે યરુશાલેમ જવા મનમાં નિર્ધાર કર્યો.


યહૂદીઓનું પાસ્ખા પર્વ નજીક આવ્યું એટલે શુદ્ધિકરણની ક્રિયાને માટે દેશમાંથી ઘણા લોકો પર્વ શરૂ થાય તે પહેલાં યરુશાલેમ પહોંચી ગયા.


ઈસુએ જવાબ આપ્યો, “માનવપુત્રનો મહિમાવંત થવાનો સમય આવી લાગ્યો છે.


યહૂદા પૈસાની થેલી રાખતો હોવાથી કેટલાક શિષ્યોએ વિચાર્યું કે ઈસુએ તેને પર્વને માટે કંઈક ખરીદી કરવાનું અથવા ગરીબોને કંઈક આપવાનું કહ્યું.


ઈસુ જાણતા હતા કે પિતાએ બધો જ અધિકાર તેમના હાથમાં સોંપ્યો છે; અને પોતે ઈશ્વર પાસેથી આવ્યા છે અને ઈશ્વર પાસે પાછા જાય છે.


હવે એક નવીન આજ્ઞા હું તમને આપું છું: એકબીજા પર પ્રેમ રાખો. જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો.


હું જઉં છું પરંતુ હું તમારી પાસે પાછો આવીશ એવું જે મેં તમને કહ્યું છે તે તમે સાંભળ્યું છે. જો તમને મારા પર પ્રેમ હોય, તો હું પિતા પાસે જઉં છું તેથી તમને આનંદ થવો જોઈએ. કારણ, પિતા મારા કરતાં મોટા છે.


પણ હું પિતા પર પ્રેમ કરું છું, અને તેમની આજ્ઞા પ્રમાણે હું ચાલું છું એની દુનિયાને ખબર પડવી જોઈએ. ચાલો, આપણે અહીંથી જઈએ.”


હું પિતા પાસેથી આ દુનિયામાં આવ્યો છું અને હવે આ દુનિયા તજીને પિતા પાસે જઉં છું.”


એ વાતો કહી રહ્યા પછી ઈસુ આકાશ તરફ દૃષ્ટિ ઉઠાવીને બોલ્યા, “હે પિતા, સમય આવી ચૂક્યો છે. તમારા પુત્રને મહિમાવંત કરો કે જેથી પુત્ર તમને મહિમાવંત કરે.


સત્ય દ્વારા તમે પોતાને માટે તેમને અલગ કરો; તમારો સંદેશ સત્ય છે.


મેં તમને તેમની સમક્ષ પ્રગટ કર્યા છે અને હજી કરતો રહીશ. જેથી મારા પરના તમારા પ્રેમમાં તેઓ ભાગીદાર બને, અને હું પણ એમનામાં વસું.”


હે પિતા, સૃષ્ટિના સર્જન પહેલાં તમારી સાથે જે મહિમા મારી પાસે હતો, તે મહિમાથી મને મહિમાવંત કરો.


પોતા પર જે વીતવાનું છે તે બધું જાણતા હોવાથી ઈસુએ આગળ આવીને તેમને પૂછયું, “તમે કોને શોધો છો?” તેમણે જવાબ આપ્યો, “નાઝારેથના ઈસુને.”


ઈસુએ જોયું કે હવે બધી બાબતો પૂર્ણ થઈ છે અને તેથી શાસ્ત્રવચન સાચું ઠરે એ માટે તે બોલ્યા, “મને તરસ લાગી છે.”


યહૂદીઓના પાસ્ખા પર્વનો સમય પાસે આવ્યો હતો, તેથી ઈસુ યરુશાલેમ ગયા.


યહૂદીઓનું પાસ્ખાપર્વ નજીક હતું.


પછી તેમણે તેમની ધરપકડ કરવાનો યત્ન કર્યો. પરંતુ કોઈએ તેમને પકડયા નહિ; કારણ, હજી તેમનો સમય આવ્યો ન હતો.


ઈસુએ તેમને કહ્યું, “મારો સમય હજી આવ્યો નથી; તમારે માટે તો ગમે તે સમય ઠીક છે.


મંદિરમાં જયાં દાન-પેટીઓ હોય છે ત્યાં શિક્ષણ આપતાં ઈસુએ આ બધું કહ્યું. પરંતુ કોઈએ તેમને પકડયા નહિ, કારણ, તેમનો સમય આવ્યો ન હતો.


તોપણ જેમણે આપણા ઉપર પ્રેમ કર્યો, તેમની મારફતે આપણે એ બધી જ બાબતોમાં વિશેષ વિજયી બનીએ છીએ.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનને દિવસે તમે નિર્દોષ માલૂમ પડો તે માટે ઈશ્વર તમને આખર સુધી નિભાવી રાખશે.


કારણ, આપણે જે ભરોસો પ્રથમ રાખ્યો હતો તેને ચોક્સાઈથી અંત સુધી પકડી રાખીએ, તો આપણે બધા ખ્રિસ્ત સાથે ભાગીદાર છીએ.


પરંતુ ખ્રિસ્ત તો પુત્ર તરીકે ઈશ્વરના ઘરકુટુંબ પર અધિકારી તરીકે વિશ્વાસુ છે. જે બાબતોની આપણે આશા રાખીએ છીએ તેમાં જો આપણે હિંમત તથા ભરોસો રાખીએ તો આપણે ઈશ્વરનું ઘર છીએ.


અમારી એવી ઝંખના છે કે તમારી આશાની પરિપૂર્ણતા માટે તમે સૌ તે આશામાં અંત સુધી ખંત દાખવો.


તેથી તમારાં મનમાં સજ્જ થઈને જાગૃત રહો, અને ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાના સમયે મળનાર આશિષો પર સંપૂર્ણ આશા રાખો.


પ્રથમ ઈશ્વરે આપણા પર પ્રેમ કર્યો અને તેથી આપણે પ્રેમ કરીએ છીએ.


અને વિશ્વાસુ સાક્ષી તથા મૂએલાંઓમાંથી સૌ પ્રથમ સજીવન કરાનાર અને પૃથ્વીના રાજાઓના અધિપતિ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ થાઓ. જેમણે આપણા પર પ્રેમ કર્યો અને પોતાના રક્ત દ્વારા આપણને આપણા પાપમાંથી શુદ્ધ કર્યા,


Lean sinn:

Sanasan


Sanasan