Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 12:40 - પવિત્ર બાઇબલ C.L.

40 “ઈશ્વરે તેમની આંખો આંધળી કરી છે, અને તેમનાં મન જડ બનાવ્યાં છે; જેથી તેમની આંખો જોશે નહિ, અને તેમનાં મનથી તેઓ સમજશે નહિ, અને તેઓ સાજા થવા માટે મારી તરફ પાછા ફરશે નહિ, એમ ઈશ્વર કહે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 “તેઓ આંખોથી ન જુએ, અને અંત:કરણથી ન સમજે, અને પાછા ન ફરે, અને હું તેઓને સારાં ન કરું, માટે તેમણે તેઓની આંખો આંધળી કરી છે, અને તેઓનાં મન જડ કર્યાં છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 ‘તેઓ આંખોથી દેખે નહિ, મનથી સમજે નહિ, પાછા ફરે નહિ, હું તેઓને સારા કરું નહિ, એ માટે તેમણે તેઓની આંખો અંધ કરી છે. અને તેઓનાં મન કઠોર થઈ ગયા છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

40 “દેવે લોકોને આંધળા બનાવ્યા. દેવે તેમનાં મન જડ કર્યા દેવે આ કર્યુ તેથી કરીને તેઓ પોતાની આંખોથી આ જોઈ શકે નહિ અને તેમના મનથી સમજે નહિ. રખેને હું તેઓને સાજા કરું.”

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 12:40
44 Iomraidhean Croise  

પ્રભુએ પૂછયું, ‘આહાબને કોણ છેતરશે કે તે રામોથમાં જઈને માર્યો જાય?’ કેટલાક દૂતે એક વાત કહી તો બીજા કેટલાકે બીજી વાત કરી.


તે દયભંગિતોને સાજા કરે છે; તે તેમના ઘા રૂઝવે છે.


મેં કહ્યું, “હે પ્રભુ, મેં તમારી વિરુદ્ધ પાપ કર્યું છે; મારા પ્રત્યે દયા દર્શાવીને મને સાજો કરો.


હે પ્રભુ, મારા પર દયા કરો; કારણ, હું નિર્બળ થઈ ગયો છું. મને સાજો કરો; કારણ, મારાં હાડકાંમાં પીડા થાય છે.


પછી પ્રભુએ મોશેને કહ્યું, “તું ફેરો પાસે જા. મેં ફેરો તથા તેના અમલદારોનાં હૃદય હઠીલાં કર્યાં છે, જેથી હું તેઓ મધ્યે મારાં ચિહ્નો દેખાડું.


મોશે અને આરોને આ સર્વ ચમત્કારો ફેરો સમક્ષ કર્યા; પણ પ્રભુએ ફેરોનું હૃદય હઠીલું કર્યું, ને તેણે તેના દેશમાંથી ઇઝરાયલીઓને જવા દીધા નહિ.


વળી, સાંભળ: હું ઇજિપ્તીઓનું હૃદય હઠીલું કરીશ; જેથી તેઓ તમારી પાછળ પડશે.


હું તેનું હૃદય હઠીલું કરીશ, એટલે તે તમારી પાછળ પડશે; અને ફેરો તથા તેના સૈન્ય ઉપર વિજય મેળવીને હું મારો મહિમા વધારીશ. ત્યારે ઇજિપ્તીઓ જાણશે કે હું પ્રભુ છું.” ઇઝરાયલીઓએ તે પ્રમાણે કર્યું.


પ્રભુએ ફેરોનું હૃદય હઠીલું કર્યું અને તે વિજયપૂર્વક નીકળેલા ઇઝરાયલીઓની પાછળ પડયો.


પ્રભુએ મોશેને કહ્યું, “તું ઈજિપ્ત પાછો જાય ત્યારે મેં તને જે જે ચમત્કારો કરવાની શક્તિ આપી છે તે બધા ચમત્કારો ફેરો આગળ કરી બતાવજે. તો પણ હું ફેરોનું હૃદય હઠીલું બનાવીશ; જેથી તે લોકોને જવા દેશે નહિ.


પ્રભુએ કહ્યું હતું તેમ ફેરોનું હૃદય હઠીલું થયું અને તેણે મોશે તથા આરોનનું કહેવું માન્યું નહિ.


પણ હું ફેરોનું હૃદય હઠીલું બનાવીશ અને ઇજિપ્તમાં ઘણાં ચિહ્નો અને ચમત્કારો કરીશ.


પણ પ્રભુએ ફેરોનું હૃદય હઠીલું કર્યું અને પ્રભુએ મોશેને કહ્યું હતું તે પ્રમાણે ફેરોએ તેમનું માન્યું નહિ.


તમારા દુશ્મનોને સજા કરવાને તમે તમારો હાથ ઉગામેલો છે, પણ તેઓ તે જાણતા નથી. તમારા લોક પ્રત્યેનો તમારો અદમ્ય પ્રેમ જોઈને તેઓ શરમાઈ જાઓ અને તમારા શત્રુઓ માટે અનામત રાખેલો અગ્નિ તેમને ભરખી જાઓ.


પ્રભુએ તમને ઘેનમાં નાખ્યા છે અને તમે ભરઊંઘમાં પડવાની તૈયારીમાં છો. સંદેશવાહકો તમારી આંખો છે, પણ પ્રભુએ તેમને મહોર મારી બંધ કરી દીધી છે. દષ્ટાઓ તમારાં મગજ છે, પણ પ્રભુએ તેમને ઢાંકી દીધાં છે.


પણ તે આપણા અપરાધોને લીધે વીંધાયો અને આપણા અન્યાયને લીધે કચડાયો. તેને થયેલી સજાથી આપણું કલ્યાણ થયું છે અને તેના ઘાથી આપણને સાજાપણું મળ્યું છે.


ત્યાર પછી તેમણે મને કહ્યું, “આ લોકોનાં મન જડ કર, કાન બહેરા કર અને તેમની આંખોને આંધળી બનાવ, જેથી તેઓ આંખે જુએ નહિ, કાને સાંભળે નહિ કે મનથી સમજે નહિ. કદાચ તેઓ તે પ્રમાણે કરે તો તેઓ મારી તરફ પાછા ફરે અને સાજા થાય.”


તેથી તેમણે મને કહ્યું, “જા, અને મારા લોકને આ સંદેશો આપ: તમે ગમે તેટલું સાંભળશો, પણ સમજશો નહિ. ગમે તેટલું જોશો, પણ શું થઈ રહ્યું છે તેની સૂઝ પડશે નહિ.”


હે મારો ત્યાગ કરનારા વંશજો, પાછા ફરો, અને હું તમારી બેવફાઈમાંથી તમને સુધારીશ.” લોકોએ જવાબ આપ્યો, “તમે અમારા ઈશ્વર યાહવે છો અને અમે તમારી તરફ પાછા ફરીએ છીએ.


હે મૂર્ખ અને બેવકૂફ લોકો, તમે આંખ હોવા છતાં જોતા નથી, અને કાન હોવા છતાં સાંભળતા નથી; તો હવે ધ્યાન આપો.


“હે મનુષ્યપુત્ર, તું એવા બંડખોર લોકો મધ્યે વસે છે, કે જેઓ જોવાને આંખો હોવા છતાં જોતા નથી, ને સાંભળવાને કાન હોવા છતાં સાંભળતા નથી. એ તો વિદ્રોહી પ્રજા છે.


જો કોઈ સંદેશવાહક ભોળવાઇને ખોટો ઉત્તર આપે તો માનવું કે મેં પ્રભુએ જ એ સંદેશવાહકને ભ્રમમાં પડવા દીધો છે અને હું મારા ઇઝરાયલી લોકોમાંથી તેનો નાશ કરીશ.


પ્રભુ કહે છે, “હું મારા લોકને છોડાવીને મારી પાસે પાછા લાવીશ. હું તેમના પર મારા પૂરા દયથી પ્રેમ રાખું છું. હવે હું તેમના પર કોપાયમાન નથી.


લોકો કહે છે: “ચાલો, આપણે પ્રભુ પાસે પાછા ફરીએ. તેમણે આપણને ચીરી નાખ્યા છે, પણ તે જ આપણને સાજા કરશે. તેમણે જ આપણને જખમી કર્યા છે અને તે જ પાટો બાંધશે.


તેમનાથી ગભરાશો નહિ.તેઓ આંધળા આગેવાનો છે અને એક આંધળો બીજા આંધળાને દોરે ત્યારે બંને ખાડામાં પડે છે.


જેથી “તેઓ જોયા જ કરે, છતાં સૂઝે જ નહિ, તેઓ સાંભળ્યા જ કરે, છતાં સમજી શકે નહિ, કદાચ તેઓ ઈશ્વર તરફ પાછા ફરે, અને તેમનાં પાપોની ક્ષમા પામે.”


કારણ, રોટલીનો પ્રસંગ તેઓ સમજ્યા નહિ. એથી ઊલટું, તેમનાં મન જડ થયાં.


“પ્રભુનો આત્મા મારા પર છે; કારણ, ગરીબોને શુભસંદેશનો ઉપદેશ આપવા તેમણે મારો અભિષેક કર્યો છે. તેમણે મને બંદીવાનોને સ્વતંત્રતા અને અંધજનોને દૃષ્ટિ પાછી મળવાની જાહેરાત કરવા, કચડાયેલાઓને મુક્ત કરવા


ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વરના રાજનાં માર્મિક સત્યોનું જ્ઞાન તમને અપાયેલું છે, પણ બાકીનાઓને તો તે ઉદાહરણરૂપે જ મળે છે; જેથી તેઓ જુએ પણ તેમને સૂઝે નહિ, અને સાંભળે, પણ સમજી શકે નહિ.


તેઓ વિશ્વાસ કરી શક્યા નહિ, કારણ, યશાયાએ એ પણ કહ્યું છે:


ઈસુએ કહ્યું, “હું દુનિયાનો ન્યાય કરવા આવ્યો છું, જેથી આંધળાઓ જોઈ શકે, અને જેઓ દેખતા છે તેઓ આંધળા થાય.”


મંડળીએ તેમને મોકલી આપ્યા, અને ફોનેસિયા તથા સમરૂનમાં થઈને જતાં જતાં બિનયહૂદીઓ કેવી રીતે ઈશ્વર તરફ ફર્યા હતા તેના સમાચાર આપતા ગયા; આ સમાચારથી સર્વ ભાઈઓને પુષ્કળ આનંદ થયો.


“કારણ, તેણે કહ્યું, ‘જઈને આ લોકોને કહે, તમે સાંભળ્યા જ કરશો, પણ સમજશો નહિ; તમે જોયા જ કરશો, પણ તમને સૂઝશે નહિ.


તો પછી હવે પાપથી પાછા ફરો અને ઈશ્વર તરફ ફરો કે જેથી તમારાં પાપ ભૂંસી નાખવામાં આવે,


આમ, ઈશ્વર પોતાની ઇચ્છા પ્રમાણે કોઈના ઉપર દયા કરે છે, અને કોઈનું હૃદય કઠણ કરે છે.


છતાં પ્રભુએ તમને આજદિન સુધી સમજવાની બુધિ, જોવાની આંખ કે સાંભળવાને કાન આપ્યા નથી.


એ બધા લોકો ઇઝરાયલની વિરુદ્ધ લડાઈ કરે તે માટે પ્રભુએ તેમનાં મન હઠાગ્રહી બનાવ્યા; જેથી તેમનો સંપૂર્ણ વિનાશ થાય અને તેઓ નિર્દય રીતે માર્યા જાય. પ્રભુએ મોશેને અગાઉ એવું જ કરવા માટે આજ્ઞા આપી હતી.


Lean sinn:

Sanasan


Sanasan