Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 12:26 - પવિત્ર બાઇબલ C.L.

26 જોે કોઈ મારી સેવા કરવા માગતો હોય તો તેણે મને અનુસરવું જ રહ્યું; જેથી જ્યાં હું છું ત્યાં મારો સેવક પણ હશે. જે મારી સેવા કરે છે, તેનું મારા પિતા સન્માન કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 જો કોઈ મારી સેવા કરતો હોય, તો તેણે મારી પાછળ ચાલવું; અને જ્યાં હું છું ત્યાં મારો સેવક પણ હશે. જો કોઈ મારી સેવા કરતો હોય, તો પિતા તેને માન આપશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 જો કોઈ મારી સેવા કરતો હોય, તો તેણે મારી પાછળ ચાલવું; અને જ્યાં હું છું, ત્યાં મારો સેવક પણ રહેશે; જો કોઈ મારી સેવા કરતો હોય, તો બાપ તેને માન આપશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 જે વ્યક્તિ મારી સેવા કરે છે તેણે મને અનુસરવું જોઈએ. પછી મારો સેવક હું જ્યાં જ્યાં હોઈશ ત્યાં તે પણ મારી સાથે હશે. મારા પિતા જે લોકો મારી સેવા કરે છે તેઓને સન્માન આપશે.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 12:26
34 Iomraidhean Croise  

પરંતુ હું તો ભક્તિભાવથી તમારાં મુખનાં દર્શન કરીશ; હું જાગીશ ત્યારે તમારા સ્વરૂપને નિહાળીને સંતુષ્ટ થઈશ.


તે મને પોકારશે ત્યારે હું તેને ઉત્તર આપીશ, સંકટમાં હું તેની સાથે રહીશ; હું તેને મુક્ત કરીને સફળતાથી સન્માનિત કરીશ.


અંજીરી સાચવનાર તેનાં ફળ ખાશે, તેમ જ માલિકની સેવા કરનાર સન્માન પામશે.


માત્ર મારો સેવક કાલેબ, જેની ભાવના જુદા જ પ્રકારની છે, તે મને પૂરેપૂરો વફાદાર રહ્યો છે. તેથી જે દેશની તેણે તપાસ કરી તેમાં હું તેને લઈ જઈશ અને તેના વંશજો એ દેશનું વતન ભોગવશે.


‘સાચે જ મેં અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને જે દેશ આપવાનું વચન આપ્યું હતું, તેમાં આ લોકોમાંથી વીસ વર્ષ અને તેની ઉપરની ઉંમરનો કોઈ પ્રવેશ કરવા પામશે નહિ; કારણ, તેઓ મને હૃદયની નિષ્ઠાથી અનુસર્યા નથી.


ત્યાર પછી ઈસુએ શિષ્યોને કહ્યું, જો કોઈ મને અનુસરવા માગે, તો તેણે પોતાની જાતને ભૂલી જવી; અને પોતાનો ક્રૂસ ઊંચકીને મને અનુસરવું.


માલિકે કહ્યું, ’શાબાશ! સારા અને વફાદાર સેવક! તું નાની બાબતમાં વિશ્વાસુ માલૂમ પડયો છે. તેથી હું તને મોટાં કામ સોંપીશ. તારા માલિકના આનંદમાં ભાગીદાર થા.’


પછી ઈસુએ જનસમુદાયને અને પોતાના શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું, “જો કોઈ મારી પાછળ ચાલવા માગે, તો તેણે પોતાની જાતનો નકાર કરવો, પોતાનો ક્રૂસ ઊંચકવો અને મને અનુસરવું.


શેઠ પાછો આવે ત્યારે જાગતા હોય તેવા નોકરોને ધન્ય છે! હું તમને સાચે જ કહું છું કે શેઠ પોતે તેમનો કમરપટ્ટો બાંધશે, તેમને ભોજન કરવા બેસાડશે, અને તેમને જમાડશે.


“હું જે કહું છું તે તો તમે કરતા નથી, તો પછી તમે મને ‘પ્રભુ, પ્રભુ,’ કેમ કહો છો?


પછી તેમણે બધાને કહ્યું, “જો કોઈ મારી પાછળ ચાલવા માગે તો તેણે પોતાની જાતને ભૂલી જવી, અને રોજરોજ પોતાનો ક્રૂસ ઊંચકીને મને અનુસરવું.


મારાં ઘેટાં મારો સાદ સાંભળે છે અને હું તેમને ઓળખું છું અને તેઓ મારી પાછળ ચાલે છે.


હું તમને સાચે જ કહું છું: નોકર પોતાના શેઠ કરતાં મોટો નથી અને સંદેશ લાવનાર પોતાના મોકલનાર કરતાં મોટો નથી.


“જો તમે મારા પર પ્રેમ કરતા હો, તો તમે મારી આજ્ઞાઓ પાળશો.


હું જઈશ અને જગ્યા તૈયાર કરીને પાછો આવીશ અને તમને મારી સાથે લઈ જઈશ; જેથી જ્યાં હું છું, ત્યાં તમે પણ રહો.


મેં જે કહ્યું તે યાદ રાખો: ‘નોકર પોતાના શેઠ કરતાં મોટો નથી.’ જો એ લોકોએ મને દુ:ખ દીધું, તો તેઓ તમને પણ દુ:ખ દેશે. જો તેઓ મારો ઉપદેશ પાળશે તો તેઓ તમારો ઉપદેશ પણ પાળશે.


“હે પિતા! તમે મને આ લોકો આપ્યા છે. મારી ઇચ્છા છે કે હું જ્યાં છું ત્યાં તેઓ મારી સાથે રહે; એ માટે કે તેઓ મારો મહિમા જુએ; એ મહિમા તમે મને આપ્યો છે, કારણ, સૃષ્ટિના સર્જન પહેલાં તમે મારા પર પ્રેમ રાખતા હતા.


ઈસુએ જવાબ આપ્યો, “હું પાછો આવું ત્યાં સુધી તે જીવતો રહે એવી મારી ઇચ્છા હોય તો તેમાં તારે શું? તું તારે મને અનુસર.”


ઈસુ ખ્રિસ્તનો સેવક હું પાઉલ તમને લખું છું. ઈશ્વરે મને પ્રેષિત તરીકે પસંદ કર્યો છે, અને તેમના શુભસંદેશના પ્રચાર માટે અલગ કર્યો છે.


આ રીતે ખ્રિસ્તની સેવા કરનાર ઈશ્વરને પસંદ પડે છે, અને માણસોને માન્ય થાય છે.


કારણ, અમે પોતાને નહિ, પણ ખ્રિસ્ત ઈસુને પ્રભુ તરીકે પ્રગટ કરીએ છીએ. અમે તો ખ્રિસ્તને લીધે તમારા સેવકો જ છીએ.


અમે હિંમતવાન છીએ, અને પ્રભુની સાથે સ્વર્ગીય ઘરમાં રહેવાનું તથા આ શરીરરૂપી ઘર છોડી દેવાનું વધુ પસંદ કરીએ છીએ.


શું હું માણસોની અનુમતિ પ્રાપ્ત કરી લેવા માગું છું કે ઈશ્વરની? શું હું માણસોને પ્રસન્‍ન કરવા માગું છું? જો હું હજુ પણ એમ જ કરતો હોઉં તો હું ખ્રિસ્તનો સેવક નથી.


આ બંનેની વચ્ચે હું મૂંઝવણમાં છું. આ જીવન ત્યજી દઈને ખ્રિસ્તની સાથે રહેવા હું ચાહું છું. કારણ, તે ઘણી રીતે ચઢિયાતું છે.


યાદ રાખો કે, પ્રભુ તમને બદલામાં તેમનો વારસો આપશે. કારણ, ખ્રિસ્ત તે ખરો માલિક છે કે જેની તમે સેવા કરો છો.


તમારી સંગતનો સભ્ય એટલે ઈસુ ખ્રિસ્તનો સેવક એપાફ્રાસ તમને શુભેચ્છા પાઠવે છે. તે હંમેશાં તમારે માટે આગ્રહથી ઈશ્વરને પ્રાર્થના કરે છે કે, ઈશ્વરની ઇચ્છાની સંપૂર્ણ આધીનતામાં તમે સ્થિર રહો, પરિપકવ બનો અને પૂરી ખાતરી પામો.


આપણા ઈશ્વરપિતા અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તની ન્યાયયુક્તતાને લીધે અમે ધરાવીએ છીએ તેવો મૂલ્યવાન વિશ્વાસ જેમને આપવામાં આવ્યો છે તેમને ઈસુ ખ્રિસ્તના સેવક અને પ્રેષિત સિમોન પિતર તરફથી શુભેચ્છા.


ઈશ્વર પર પ્રેમ કરવો એટલે જ તેમની આજ્ઞાઓનું પાલન કરવું, અને તેમની આજ્ઞાઓનું પાલન બહુ અઘરું નથી.


જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેઓ ઈશ્વરપિતાને પ્રિય છે અને જેમને ઈસુ ખ્રિસ્ત માટે સાચવી રાખવામાં આવ્યા છે તેમને ઈસુ ખ્રિસ્તના સેવક અને યાકોબના ભાઈ યહૂદા તરફથી શુભેચ્છા.


કારણ, એ જ લોકોએ સ્ત્રી સમાગમથી દૂર રહીને પોતાને શુદ્ધ રાખ્યા છે. તેઓ કુંવારા છે. હલવાન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેઓ તેની પાછળ જાય છે. માનવજાતમાંથી તેમને મૂલ્ય આપીને મુક્ત કરવામાં આવ્યા છે અને ઈશ્વરને તથા હલવાનને અર્પણ થનારાઓમાં તેઓ પ્રથમ છે.


મેં ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ, ભૂતકાળમાં વચન આપ્યું હતું કે તમારું કુટુંબ અને કુળ મારા યજ્ઞકારો તરીકે હંમેશા મારી સેવા કરશે. પણ હવે હું પ્રભુ કહું છું કે હવેથી એમ થશે નહિ. એને બદલે, જેઓ મને માન આપે છે તેમને હું માન આપીશ. પણ જેઓ મને તુચ્છ ગણે છે તેમને હું પણ તુચ્છ ગણીશ.


Lean sinn:

Sanasan


Sanasan