Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 12:2 - પવિત્ર બાઇબલ C.L.

2 તેમણે ઈસુને જમવા બોલાવ્યા. માર્થા પીરસતી હતી; જ્યારે લાઝરસ ઈસુની સાથે જમવા બેઠો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 માટે તેઓએ તેમને માટે ત્યાં વાળું કર્યું. તે વખતે માર્થા સરભરા કરતી હતી; અને તેમની સાથે જેઓ જમવા બેઠા હતા તેઓમાં લાજરસ પણ હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 માટે તેઓએ તેને માટે ખોરાક તૈયાર કર્યો હતો અને માર્થા ભોજન પીરસતી હતી, લાજરસ ઈસુની સાથે જમવા બેઠેલાઓમાંનો એક હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તેઓએ ઈસુ માટે બેથનિયામાં ભોજન રાખ્યું હતું. માર્થાએ ભોજન પીરસ્યું. તે લોકોમાં લાજરસ હતો જે ઈસુ સાથે જમતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 12:2
12 Iomraidhean Croise  

હે ઉત્તરના પવન, જાગૃત થા. હે દક્ષિણના પવન, આવ. મારી વાડી ઉપર તારી લહેરો લહેરાવ કે જેથી સુગંધીદ્રવ્યની સુગંધથી સમસ્ત વાતાવરણ મહેકી ઊઠે. મારા પ્રીતમને તેની વાડીમાં આવવા દો કે તે પોતાનાં કીમતી ફળ આરોગે.


ઈસુ બેથાનિયામાં સિમોન કોઢીના ઘરમાં હતા.


ઈસુ બેથાનિયામાં સિમોન કોઢીના ઘરમાં હતા. તે જમવા બેઠા હતા તેવામાં એક સ્ત્રી આરસપાણની શીશીમાં જટામાંસીનું ખૂબ કીમતી અસલ અત્તર લઈને આવી. તેણે શીશી ભાંગીને અત્તર ઈસુના માથા પર રેડયું.


શેઠ પાછો આવે ત્યારે જાગતા હોય તેવા નોકરોને ધન્ય છે! હું તમને સાચે જ કહું છું કે શેઠ પોતે તેમનો કમરપટ્ટો બાંધશે, તેમને ભોજન કરવા બેસાડશે, અને તેમને જમાડશે.


પછી ઈસુએ પોતાના યજમાનને કહ્યું, “જ્યારે તમે બપોરનું ખાણું કે રાત્રિનું ભોજન આપો, ત્યારે તમારા મિત્રો, તમારા ભાઈઓ, તમારા સંબંધીઓ અથવા તમારા ધનિક પડોશીઓને નિમંત્રણ ન આપો. કારણ, એના બદલામાં તેઓ તમને નિમંત્રણ આપશે અને ત્યારે તમે જે કર્યું છે, તેનું ફળ તમને મળી જશે.


જમવા બેસનાર અને પીરસનાર એ બેમાંથી મોટું કોણ? અલબત્ત, જે જમવા બેસે છે તે જ. પણ હું તમારામાં પીરસનારના જેવો છું.


પછી લેવીએ પોતાના ઘરમાં ઈસુને માટે ભોજન સમારંભ યોજ્યો. તેમની સાથે ઘણા નાકાદારો તથા બીજા માણસો જમવા બેઠા હતા.


હું બારણાં આગળ ઊભો છું અને ખટખટાવું છું. જો કોઈ મારો અવાજ સાંભળીને બારણું ઉઘાડશે તો હું તેના ઘરમાં આવીશ અને તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે.


Lean sinn:

Sanasan


Sanasan