Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 12:16 - પવિત્ર બાઇબલ C.L.

16 શરૂઆતમાં તો શિષ્યો આ બધું સમજ્યા ન હતા. પણ ઈસુ જ્યારે મહિમાવંત કરાયા, ત્યારે શિષ્યોને યાદ આવ્યું કે ધર્મશાસ્ત્રમાં એ અંગે લખેલું છે, અને લોકોએ તેમને તે પ્રમાણે કર્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 પ્રથમ તેમના શિષ્યો એ વાતો સમજ્યા ન હતા, પણ ઈસુ મહિમાવાન થયા, ત્યારે તેઓને યાદ આવ્યું કે, તેમના સંબંધી એ વાતો લખેલી છે, અને તે જ પ્રમાણે તેઓએ તેમને માટે કર્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પ્રથમ તેના શિષ્યો એ વાતો સમજ્યા ન હતા, પણ ઈસુ મહિમાવાન થયા, ત્યારે તેઓને યાદ આવ્યું કે, ઈસુના સંબંધી એ વાતો લખેલી છે, તે જ પ્રમાણે તેઓએ તેમને કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 ઈસુના શિષ્યો તે સમયે જે બનતું હતું તે સમજી શક્યા નહિ. પરંતુ ઈસુ મહિમાવાન થયો, તેઓ સમજ્યા કે આ બાબતો તેના વિષે લખેલી હતી. પછી તે શિષ્યોને યાદ આવ્યું કે લોકોએ તે બધું તેને માટે કર્યુ હતું.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 12:16
19 Iomraidhean Croise  

શિષ્યો સાથે વાત કરી રહ્યા પછી ઈસુને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા અને તેઓ ઈશ્વરની જમણી તરફ બિરાજમાન થયા.


એ વાત શિષ્યો સમજી શક્યા નહિ; છતાં તેમને કંઈ પણ પૂછવાની તેમની હિંમત ચાલી નહિ.


શિષ્યો એમાંનું કંઈ સમજ્યા નહિ; એ શબ્દોનો અર્થ તેમનાથી છુપો રખાયો હતો અને ઈસુ શાના વિષે બોલતા હતા તેની તેમને ખબર પડી નહિ.


પછી ઈસુએ તેમને કહ્યું, “ઓ અબુધો, અને સંદેશવાહકોએ કહેલી બધી બાબતો સમજવામાં અક્કલ વગરનાઓ!


પછી ધર્મશાસ્ત્ર સમજવા માટે તેમણે તેમનાં મન ખોલ્યાં;


પણ તેઓ એ વાતનો અર્થ સમજ્યા નહિ. તેઓ તે સમજી શકે નહિ માટે તે વાત તેમનાથી ગુપ્ત રાખવામાં આવી હતી, અને એ અંગે તેઓ ઈસુને પૂછતાં ગભરાતા હતા.


ઈસુએ જવાબ આપ્યો, “માનવપુત્રનો મહિમાવંત થવાનો સમય આવી લાગ્યો છે.


સહાયક, એટલે કે પવિત્ર આત્મા જેને પિતા મારે નામે મોકલશે, તે તમને બધું સમજાવશે, અને મેં તમને જે જે કહ્યું તેની તમને યાદ દેવડાવશે.


આ બધું હું તમને એ માટે કહું છું કે જ્યારે તેઓ તમને તેવું કરે ત્યારે તમને યાદ આવે કે મેં તમને તે કહ્યું જ હતું. “મેં તમને પહેલેથી આ વાતો કહી ન હતી, કારણ, હું તમારી સાથે હતો.


હે પિતા, સૃષ્ટિના સર્જન પહેલાં તમારી સાથે જે મહિમા મારી પાસે હતો, તે મહિમાથી મને મહિમાવંત કરો.


તેથી જ્યારે તેમને મૃત્યુમાંથી સજીવન કરવામાં આવ્યા, ત્યારે તેમના શિષ્યોને આ વાત યાદ આવી. અને તેમણે ધર્મશાસ્ત્ર પર અને ઈસુએ જે કહ્યું હતું તે પર વિશ્વાસ કર્યો.


ઈસુમાં વિશ્વાસ મૂકનારાઓને મળનાર પવિત્ર આત્માને લક્ષમાં રાખીને તેમણે આ વાત કહી. તે સમયે પવિત્ર આત્મા આપવામાં આવ્યો ન હતો, કારણ, ઈસુ હજી મહિમાવંત કરાયા ન હતા.


“ઈશ્વરની જમણી તરફ ઈસુને ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. પોતાના પિતાએ આપેલા વરદાન પ્રમાણે ઈસુએ તેમની પાસેથી પવિત્ર આત્મા મેળવ્યો છે; અને તે પવિત્ર આત્માથી અમારો અભિષેક કર્યો છે. અત્યારે તમે જે જુઓ તથા સાંભળો છો તે તેનું પરિણામ છે.


“તેથી ઇઝરાયલના સર્વ લોકો, તમે આ વાત ખાતરીપૂર્વક જાણી લો: જેમને તમે ક્રૂસ પર ખીલા મારી જડી દીધા, એ જ ઈસુને ઈશ્વરે પ્રભુ તથા મસીહ બનાવ્યા છે!”


અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના ઈશ્વરે, એટલે આપણા પૂર્વજોના ઈશ્વરે પોતાના સેવક ઈસુને મહિમાવાન કર્યા છે. તમે તેમને મૃત્યુદંડ માટે પકાડાવી દીધા અને પિલાતે તેમને મુક્ત કરવાનો નિર્ણય કર્યા પછી પણ તમે પિલાતની હાજરીમાં તેમનો તિરસ્કાર કર્યો.


જેમના પર આપણા વિશ્વાસનાં આરંભ અને તેની પરિપૂર્ણતા આધારિત છે તે ઈસુ પર આપણે આપણી દૃષ્ટિ સ્થિર રાખીએ. પોતાની સમક્ષ રહેલા આનંદને કારણે તેમણે ક્રૂસ પરનું નામોશીભર્યું મરણ સહન કર્યું, અને હાલમાં ઈશ્વરના રાજ્યાસનની જમણી તરફ બિરાજેલા છે.


અમારા કહેવાનો સાર આ છે: આપણા આ પ્રમુખ યજ્ઞકાર એવા છે કે જેઓ સ્વર્ગમાં રાજાધિરાજના રાજ્યાસનની જમણી તરફ બિરાજેલા છે.


Lean sinn:

Sanasan


Sanasan