Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 11:55 - પવિત્ર બાઇબલ C.L.

55 યહૂદીઓનું પાસ્ખા પર્વ નજીક આવ્યું એટલે શુદ્ધિકરણની ક્રિયાને માટે દેશમાંથી ઘણા લોકો પર્વ શરૂ થાય તે પહેલાં યરુશાલેમ પહોંચી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

55 હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું, અને પાસ્ખા અગાઉ પોતાને શુદ્ધ કરવાને માટે ઘણા લોકો બહાર ગામથી યરુશાલેમ ગયા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

55 હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું, પાસ્ખા અગાઉ ઘણાં લોકો પોતાને શુદ્ધ કરવાને બીજા ગામથી યરુશાલેમમાં ગયા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

55 યહૂદિઓના પાસ્ખાપર્વનો લગભગ તે સમય હતો. તે દેશમાંથી ઘણા લોકો પાસ્ખાપર્વ પહેલા યરૂશાલેમ ગયા. તેઓ પાસ્ખાપર્વ પહેલા પોતાને શુદ્ધ કરવા માટે ખાસ વસ્તુઓ કરવા ગયા હતા.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 11:55
30 Iomraidhean Croise  

તેથી યાકોબે પોતાના કુટુંબને અને પોતાની સાથેના બધા માણસોને કહ્યું, “તમારી પાસે પારકા દેવોની જે મૂર્તિઓ હોય તેમને ફેંકી દો, પોતાને શુદ્ધ કરો અને તમારાં વસ્ત્ર બદલી નાખો.


મિજબાનીના દિવસ પૂરા થાય તે પછી યોબ તે બધાંને બોલાવીને તેમનું શુદ્ધિકરણ કરતો. એ માટે તે વહેલી સવારે ઊઠીને પોતાના દરેક સંતાનને માટે દહનબલિ ચડાવતો; કારણ, તે વિચારતો કે, “કદાચ, મારા પુત્રોએ પાપ કર્યું હોય અને તેમના હૃદયમાં ઈશ્વરનિંદા કરી હોય!” યોબ એ પ્રમાણે હમેશ કરતો.


મારી નિર્દોષતા જાહેર કરવા હું મારા હાથ ધોઈ નાખીશ; હે પ્રભુ, જનસમુદાય સાથે તમારી વેદીની પ્રદક્ષિણા કરીશ.


“લોકો પાસે જઈને તેમને કહે કે તેઓ આજે અને કાલે પોતાને ભક્તિ માટે શુદ્ધ કરે. વળી, તેઓ પોતાનાં વસ્ત્ર ધૂએ


“તું ઇઝરાયલીઓને કહે કે તમારામાંથી અથવા તમારા વંશમાંથી મૃતદેહનો સ્પર્શ થવાને લીધે કોઈ માણસ અશુધ થયો હોય અથવા દૂર દેશમાં મુસાફરી કરતો હોય તો તેણે પ્રભુનું પાસ્ખાપર્વ આ પ્રમાણે પાળવું.


હવે કેટલાક લોકો મૃતદેહનો સ્પર્શ કરવાને લીધે અશુધ હતા. તેથી તે દિવસે તેઓ પાસ્ખાપર્વ પાળી શકે એમ નહોતું. તે જ દિવસે તેઓ મોશે અને આરોનની પાસે આવ્યા,


આ બધી બાબતોનું શિક્ષણ પૂરું કર્યા પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું,


તમે જાણો છો કે બે દિવસ પછી પાસ્ખાનું પર્વ છે, તે સમયે માનવપુત્રને ક્રૂસે જડાવા માટે સોંપી દેવામાં આવશે.


બે દિવસ પછી પાસ્ખા અને ખમીર વગરની રોટલીનું પર્વ હતું. મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકો છળકપટથી ઈસુની ધરપકડ કરવાનો અને તેમને મારી નાખવાનો લાગ શોધતા હતા.


પાસ્ખાપર્વ નામે ઓળખાતું ખમીર વગરની રોટલીનું પર્વ નજીક આવ્યું હતું.


પાસ્ખા પર્વના છ દિવસ પહેલાં ઈસુ બેથાનિયા આવ્યા. ત્યાં લાઝરસ જેને ઈસુએ મરણમાંથી સજીવન કરેલો તે રહેતો હતો.


પાસ્ખાપર્વની આગળનો દિવસ હતો. આ દુનિયા છોડીને પિતા પાસે જવાનો સમય આવી પહોંચ્યો છે એવું જાણીને આ દુનિયામાં જેમના પર ઈસુ પ્રેમ રાખતા હતા તેઓ પર તેમણે અંત સુધી પ્રેમ રાખ્યો.


તેઓ ઈસુને ક્યાફાસના ઘેરથી રાજભવનમાં લઈ ગયા. વહેલી સવારનો એ સમય હતો. પોતે અભડાઈ જાય નહિ અને પાસ્ખાનું ભોજન ખાઈ શકે તે માટે યહૂદીઓ રાજભવનમાં ગયા નહિ.


યહૂદીઓના પાસ્ખા પર્વનો સમય પાસે આવ્યો હતો, તેથી ઈસુ યરુશાલેમ ગયા.


શુદ્ધિકરણ સંબંધી યહૂદી લોકોના ધાર્મિક નિયમો છે, અને એ હેતુ માટે આશરે સો લિટરની એક એવી પથ્થરની છ કોઠીઓ ત્યાં પડેલી હતી.


તે પછી યહૂદીઓનું એક ધાર્મિક પર્વ હતું એટલે ઈસુ યરુશાલેમ ગયા.


યહૂદીઓનું પાસ્ખાપર્વ નજીક હતું.


તું તેમની સાથે જા, તેમના શુદ્ધિકરણની ક્રિયામાં તું પણ ભાગ લે અને તેમનો ખર્ચ ઉઠાવ; પછી તેઓ તેમના માથાના વાળ કપાવી શકશે. આમ, બધાને એમ ખબર પડશે કે તારા વિષે તેમણે જે સાંભળ્યું છે તેમાં કંઈ તથ્ય નથી, પણ તું તો મોશેના નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલે છે.


તેથી પાઉલ એ માણસોને લઈને ગયો અને બીજે દિવસે તેમની સાથે શુદ્ધિકરણની ક્રિયા કરી. પછી તે મંદિરમાં ગયો અને શુદ્ધિકરણનો સમય કેટલા દિવસ પછી પૂરો થશે અને ત્યારે એમાંના પ્રત્યેકને માટે ક્યારે બલિદાન કરવામાં આવશે તેની તેણે ત્યાં જાહેરાત કરી.


શુદ્ધિકરણની ક્રિયા પૂરી કર્યા પછી હું બલિદાન ચઢાવી રહ્યો હતો ત્યારે તેમણે મને મંદિરમાં જોયો. ત્યાં મારી સાથે ટોળું ન હતું કે ન તો કંઈ ધાંધલ થયું હતું.


આથી રોટલી ખાતાં પહેલાં તેમ જ પ્યાલામાંથી પીતાં પહેલાં દરેકે આત્મપરીક્ષા કરવી જોઈએ.


ઈશ્વરની પાસે આવો એટલે તે તમારી પાસે આવશે. ઓ પાપીઓ! તમારા હાથ ચોખ્ખા કરો. ઓ દંભીઓ, તમારાં હૃદયો શુદ્ધ કરો.


તેણે જવાબ આપ્યો, “હા, તમારું કલ્યાણ થાઓ. હું પ્રભુને બલિ અર્પવા આવ્યો છું. પોતાને શુદ્ધ કરો અને મારી સાથે યજ્ઞમાં ચાલો.” યિશાઈ અને તેના પુત્રોને પણ તેણે શુદ્ધ કર્યા. કારણ, બલિ અર્પવાના સમયે તેણે તેમને પણ આમંત્રણ આપ્યું હતું.


Lean sinn:

Sanasan


Sanasan