Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 11:44 - પવિત્ર બાઇબલ C.L.

44 એટલે લાઝરસ બહાર આવ્યો. તેના હાથ અને પગ દફનનાં કપડાંથી વીંટળાયેલા હતા અને તેના મોં પર રૂમાલ ઢાંકેલો હતો. ઈસુએ તેમને કહ્યું, “તેનાં બંધન છોડી નાખો, અને તેને જવા દો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

44 ત્યારે જે મરી ગયેલો હતો તે કફનથી હાથે ને પગે વીંટાયેલો બહાર આવ્યો! અને તેનો મોં પર રૂમાલ બાંધેલો હતો. ઈસુએ તેઓને કહ્યું, “એનાં બંધન છોડી નાખો, અને તેને જવા દો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

44 ત્યારે જે મૃત્યુ પામેલો હતો તે હાથે પગે દફનના વસ્ત્રો બાંધેલો બહાર આવ્યો, તેના મૂખ પર રૂમાલ વીંટાળેલો હતો. ઈસુએ તેઓને કહ્યું, તેનાં બંધન છોડી નાખો અને તેને જવા દો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

44 તે મૃત્યુ પામેલ માણસ (લાજરસ) બહાર આવ્યો. તેના હાથ અને પગ લૂગડાંના ટૂકડાઓથી વીંટળાયેલા હતા. તેનો ચહેરો રૂમાલથી ઢાંકેલો હતો. ઈસુએ લોકોને કહ્યું, “તેના પરથી લૂગડાંના ટૂકડા લઈ લો અને તેને જવા દો.”

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 11:44
20 Iomraidhean Croise  

ત્યારે ઈશ્વરે કહ્યું, “પ્રકાશ થાઓ,” એટલે પ્રકાશ થયો.


તે બોલ્યા કે સૃષ્ટિ ઉત્પન્‍ન થઈ; તેમણે આજ્ઞા કરી કે તે અસ્તિત્વમાં આવી.


શું હું એ લોકોને મૃત્યુલોક શેઓલથી બચાવું? હું એમને મૃત્યુમાંથી છોડાવું? અરે મૃત્યુ, તારી પીડા ક્યાં છે? ઓ મૃત્યુલોક શેઓલ, તારો વિનાશ ક્યાં છે? હું આ લોકો પર હવે દયા દર્શાવીશ નહિ.


પણ કોઈને કંઈપણ નહિ કહેવાની તાકીદ કરતાં ઈસુએ તેમને કહ્યું, “તેને કંઈક ખાવાનું આપો.”


ત્રીજા નોકરે આવીને કહ્યું, ‘સાહેબ, આ રહી તમારી સોનામહોર! મેં તેને રૂમાલમાં વીંટાળીને સંતાડી રાખી હતી.


ઈસુએ કહ્યું, “યુવાન! હું તને કહું છું, ઊઠ!” પેલો મૃત માણસ બેઠો થયો અને બોલવા લાગ્યો. ઈસુએ તેને તેની માને સોંપ્યો.


હું અને પિતા એક છીએ.”


ઈસુએ આજ્ઞા કરી, “પથ્થર ખસેડો.” મરનારની બહેન માર્થાએ જવાબ આપ્યો, “પ્રભુ, હવે તો તેની દુર્ગંધ આવશે, તેને દફનાવ્યાને આજે ચાર દિવસ થયા છે!”


આટલું બોલીને તેમણે મોટે સાદે બૂમ પાડી, “લાઝરસ, બહાર આવ!”


એ બન્‍નેએ ઈસુનું શબ લઈને તેને સુગંધીદાર મસાલો લગાડેલાં અળસી રેસાનાં વસ્ત્રોમાં લપેટયું; કારણ, યહૂદીઓ મૃતદેહને સાચવી રાખવા માટે એ પ્રમાણે શબ તૈયાર કરતા હતા.


તેણે નીચા નમીને અંદર નજર કરી તો અળસીરેસાનાં કપડાં પડેલાં જોયાં, પણ તે અંદર ગયો નહિ.


અને જે રૂમાલ ઈસુના માથા પર બાંધ્યો હતો તે અળસીરેસાનાં કપડાં સાથે પડેલો નહોતો, પણ એક બાજુએ વાળીને જુદો મૂકેલો હતો.


પિતા જેમ મૃત્યુ પામેલાંને ઉઠાડે છે અને જીવન આપે છે, તે જ પ્રમાણે પુત્ર પણ પોતાની મરજી પ્રમાણે તેમને જીવન બક્ષે છે.


હું સાચે જ કહું છું: એવો સમય આવશે, અરે, હવે આવી લાગ્યો છે કે, જ્યારે મૃત્યુ પામેલાં પુત્રનો અવાજ સાંભળશે અને જેઓ સાંભળશે તેઓ જીવન પામશે.


જે સામર્થ્ય દ્વારા તે સર્વ બાબતોને પોતાના આધિપત્ય નીચે લાવી શકે છે તે જ સામર્થ્ય દ્વારા તે આપણા નાશવંત શરીરોને બદલી નાખશે અને તેમના મહિમાવંત શરીરના જેવાં બનાવશે.


હું મૃત્યુ પામ્યો હતો ખરો, પણ હવે સર્વકાળ માટે જીવંત છું, અને મૃત્યુ તથા હાડેસની ચાવીઓ મારી પાસે છે.


પ્રભુ મારે છે અને તે જીવાડે છે. તે માણસોને શેઓલમાં મોકલે છે, અને ત્યાંથી તેમને પાછા પણ લાવે છે.


Lean sinn:

Sanasan


Sanasan