Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 11:40 - પવિત્ર બાઇબલ C.L.

40 ઈસુએ તેને કહ્યું, “જો તું વિશ્વાસ કરીશ તો તું ઈશ્વરનો મહિમા જોઈશ એવું મેં તને કહ્યું ન હતું?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 ઈસુ તેને કહે છે, “જો તું વિશ્વાસ કરશે, તો તું ઈશ્વરનો મહિમા જોશે, એવું મેં તને નથી કહ્યું?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 ઈસુ તેને કહે છે કે, ‘જો તું વિશ્વાસ કરશે, તો તું ઈશ્વરનો મહિમા જોશે, એવું મેં તને નથી કહ્યું શું?’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

40 પછી ઈસુએ માર્થાને કહ્યું, “યાદ કર મેં તને શું કહ્યું હતું?” મેં કહ્યું, “જો તું વિશ્વાસ કરશે તો પછી તું દેવનો મહિમા જોઈ શકશે.”

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 11:40
15 Iomraidhean Croise  

બીજે દિવસે સવારે લોકો તકોઆ પાસેના વેરાનપ્રદેશમાં પહોંચી ગયા. તેઓ ત્યાં જવા નીકળ્યા, ત્યારે યહોશાફાટે તેમને આવું સંબોધન કર્યું: “હે યહૂદિયા અને યરુશાલેમના લોકો, તમારા ઈશ્વર પ્રભુ પર ભરોસો મૂકો એટલે તમે અડીખમ રહેશો. તેમના સંદેશવાહકો જે કહે તે પર વિશ્વાસ મૂકો એટલે તમે દૃઢ થશો.”


તમારા પવિત્રસ્થાનમાં મને તમારું દર્શન કરાવો. જેથી હું તમારાં સામર્થ્ય અને ગૌરવ નિહાળી શકું.


અમને, તમારા આ ભક્તોને તમારા ઉદ્ધારનાં અદ્‍ભુત કાર્યો દેખાડો, અને અમારાં સંતાનોને તમારો પ્રતાપ બતાવો.


સવારે તમે પ્રભુના ગૌરવને જોશો. તેમની વિરુદ્ધની તમારી કચકચ તેમણે સાંભળી છે. તમારી કચકચ તેમની વિરુદ્ધની છે; કારણ, અમારી શી વિસાત કે તમે અમારી વિરુદ્ધ કચકચ કરો?”


ઈસુએ જવાબ આપ્યો, તમારા વિશ્વાસની ઊણપને લીધે. હું તમને સાચે જ કહું છું: જો તમારામાં રાઈના દાણા જેટલોય વિશ્વાસ હોય તો તમે આ પર્વતને કહી શકશો, ’અહીંથી ત્યાં ચાલ્યો જા!’ અને તે ચાલ્યો જશે. એ રીતે તમે સર્વ કંઈ કરી શકશો.


ઈસુએ કહ્યું, “‘જો તમારાથી બની શકે તો!’ વિશ્વાસ રાખનાર વ્યક્તિને માટે બધું જ શકાય છે.”


શબ્દ માનવ તરીકે જનમ્યો અને તેણે આપણી વચ્ચે વસવાટ કર્યો. પિતાના એકનાએક પુત્રને છાજે તેવો, કૃપા તથા સત્યતાથી ભરપૂર એવો તેનો મહિમા અમે નિહાળ્યો.


તે સાંભળીને ઈસુએ કહ્યું, “લાઝરસનું મરણ થાય એવી આ માંદગી નથી, પરંતુ ઈશ્વરને મહિમા મળે માટે તે આવી છે; જેથી તે દ્વારા ઈશ્વરપુત્રનો મહિમા થાય.”


યશાયાએ એમ કહ્યું હતું કારણ, તેને ઈસુના મહિમાનું દર્શન થયું હતું અને તે ઈસુ વિષે બોલ્યો હતો.


ઈસુએ જવાબ આપ્યો, “એના અંધાપાને એનાં કે એનાં માતાપિતાનાં પાપ સાથે કંઈ સંબંધ નથી; પણ તેનામાં ઈશ્વરની કાર્યશક્તિ પ્રગટ થાય તે માટે તે આંધળો જનમ્યો છે.


આપણે આપણા બાપ્તિસ્માની મારફતે તેમની સાથે દટાયા, અને તેમના મરણના ભાગીદાર બન્યા; જેથી જેમ ઈશ્વરપિતાના મહિમાવંત સામર્થ્યથી ખ્રિસ્ત મરણમાંથી જીવતા થયા, તેમ આપણે પણ નવા જીવનમાં જીવીએ.


આપણે સર્વ ખુલ્લા ચહેરે, પ્રભુના ગૌરવને અરીસાની માફક પ્રતિબિંબિત કરીએ છીએ, અને પ્રભુ પવિત્ર આત્મા પાસેથી આવતું એ જ ગૌરવ તેમની પ્રતિમામાં આપણું પરિવર્તન કરીને આપણને વિશેષ ગૌરવવાન બનાવે છે.


“અંધકારમાં પ્રકાશ થાઓ,” એવું ફરમાન કરનાર ઈશ્વરે જ તેમનો પ્રકાશ આપણાં હૃદયોમાં પાડયો છે; જેથી ખ્રિસ્તના મુખ પર પ્રકાશતા ઈશ્વરના ગૌરવના જ્ઞાનનો પ્રકાશ આપણને પ્રાપ્ત થાય.


Lean sinn:

Sanasan


Sanasan