Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 11:24 - પવિત્ર બાઇબલ C.L.

24 તેણે જવાબ આપ્યો, “હું જાણું છું કે છેલ્લે દિવસે પુનરુત્થાનમાં તે પાછો સજીવન થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 માર્થા તેમને કહે છે, “છેલ્લે દિવસે પુનરુત્થાનમાં તે પાછો ઊઠશે, એ હું જાણું છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 માર્થાએ કહ્યું કે, ‘છેલ્લે દિવસે તે પુનરુત્થાન પામશે, એ હું જાણું છું.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 માર્થાએ ઉત્તર આપ્યો, “છેલ્લે દિવસે લોકો પુનરુંત્થાન (મરણમાંથી ઉઠશે) પામશે ત્યારે તે ફરીથી પાછો ઊઠશે. એ હું જાણું છું.”

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 11:24
18 Iomraidhean Croise  

પરંતુ હું તો ભક્તિભાવથી તમારાં મુખનાં દર્શન કરીશ; હું જાગીશ ત્યારે તમારા સ્વરૂપને નિહાળીને સંતુષ્ટ થઈશ.


સર્વસમર્થ પ્રભુ પરમેશ્વર મૃત્યુનો કાયમને માટે સદંતર નાશ કરશે. તે એકેએક આંખમાંથી આંસુ લૂછી નાખશે અને આખી દુનિયામાંથી પોતાના લોકનું મહેણું દૂર કરશે. આ તો પ્રભુનાં પોતાનાં વચન છે!


અમારાં મરેલાંઓ સજીવન થશે, તેમનાં શબ પાછાં બેઠાં થશે, કબરમાં સૂતેલાં જાગી ઊઠશે અને આનંદનાં ગીત ગાશે. જેમ સવારનું ઝાકળ પૃથ્વીને તાજગી આપે છે તેમ પ્રભુ મરેલાંઓને સજીવન કરશે.


શું હું એ લોકોને મૃત્યુલોક શેઓલથી બચાવું? હું એમને મૃત્યુમાંથી છોડાવું? અરે મૃત્યુ, તારી પીડા ક્યાં છે? ઓ મૃત્યુલોક શેઓલ, તારો વિનાશ ક્યાં છે? હું આ લોકો પર હવે દયા દર્શાવીશ નહિ.


બે દિવસમાં તે આપણામાં ચૈતન્ય લાવશે અને ત્રીજે દિવસે તો ઉઠાવશે.


એથી તમને આશિષ મળશે; કારણ, તેઓ તમને બદલો આપી શકે તેમ નથી. ન્યાયી માણસો મૃત્યુમાંથી જીવંત થશે, ત્યારે ઈશ્વર તરફથી તમને બદલો મળશે.”


ઈસુએ કહ્યું, “તારો ભાઈ ફરી સજીવન થશે.”


મને મોકલનાર મારી પાસે એવી અપેક્ષા રાખે છે કે, તેમણે મને જેટલાં સોંપ્યાં છે તેમાંથી હું એકપણ ન ગુમાવું, પરંતુ હું તેમને છેલ્લે દિવસે સજીવન કરું.


જે કોઈ પુત્રને જોઈને તેમના પર વિશ્વાસ મૂકે તે સાર્વકાલિક જીવન પામે, અને હું તેમને અંતિમ દિવસે સજીવન કરું એ જ પિતા ઇચ્છે છે.”


તેઓ ઈશ્વરમાં જે આશા રાખે છે તે જ આશા હું રાખું છું; એટલે, ન્યાયી કે દુષ્ટ સર્વ લોકો મૃત્યુમાંથી સજીવન થશે.


વિશ્વાસ દ્વારા જ સ્ત્રીઓને પોતાનાં મૃત્યુ પામેલાં સ્વજનો સજીવન થઈને પાછાં મળ્યાં. પણ બીજા કેટલાકે તો વિશેષ સારું જીવન પ્રાપ્ત કરવા છુટકારાનો સ્વીકાર કર્યો નહિ, તેથી રીબાઈ રીબાઈને મારી નંખાયા.


Lean sinn:

Sanasan


Sanasan