Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 10:9 - પવિત્ર બાઇબલ C.L.

9 દરવાજો હું છું; જો કોઈ મારા દ્વારા પ્રવેશ કરે છે, તો તે ઉદ્ધાર પામશે. તે અંદર આવી શકશે અને બહાર લઈ જવાશે અને તેને ચારો મળશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 હું બારણું છું. મારા દ્વારા જો કોઈ પેસે, તો તે ઉદ્ધાર પામશે, અને અંદર આવશે ને બહાર જશે, અને તેને ‍ચરવાનું મળશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પ્રવેશદ્વાર હું છું, મારા દ્વારા જે કોઈ પ્રવેશે, તે ઉદ્ધાર પામશે, તે અંદર આવશે અને બહાર જશે અને તેને ચરવાનું મળશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 હું બારણું છું. જે કોઈ વ્યક્તિ મારા દ્વારા પ્રવેશ કરે છે તેનું રક્ષણ થશે. તે વ્યક્તિ અંદર આવશે અને બહાર જશે. તે માણસ તેની જરુંરિયાતો જ મેળવી શકશે.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 10:9
16 Iomraidhean Croise  

એકમાત્ર તે જ આપણા ઈશ્વર છે; આપણે તેમના લોક, તેમની ચરાણનાં ઘેટાં છીએ. “જો આજે તમે તેમની વાણી સાંભળો તો કેવું સારું!


તે ઘેટાંપાળકની જેમ પોતાનાં ટોળાંની સંભાળ લે છે, તે હલવાનોને પોતાની બાથમાં લઈ લે છે અને તેમને છાતીસરસાં ચાંપે છે. વિયાયેલી ઘેટીઓને તે ધીરે ધીરે દોરી જાય છે.


આજે ઉજ્જડ બનેલાં નગરો, પર્વને દિવસે યરુશાલેમમાં ઉભરાતાં યજ્ઞબલિ માટેનાં ઘેટાંનાં ટોળાની જેમ મનુષ્યોનાં ટોળાંથી ઉભરાશે. ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.”


હું મારા લોકને બળવાન બનાવીશ; તેઓ મારી ભક્તિ કરશે અને મને આધીન રહેશે.” પ્રભુ પોતે એ બોલ્યા છે.


“હું તમને સાચે જ કહું છું: જે કોઈ દરવાજે થઈને ઘેટાંના વાડામાં આવતો નથી પરંતુ બીજા કોઈ માર્ગેથી આવે છે તે ચોર અને લૂંટારો છે.


દરવાન તેને માટે દરવાજો ખોલે છે. તે નામ દઈને પોતાનાં ઘેટાંને બોલાવે છે, અને ઘેટાં તેનો સાદ સાંભળે છે. તે તેમને વાડાની બહાર લઈ જાય છે.


તેથી ઈસુએ ફરી કહ્યું, “હું તમને સાચે જ કહું છું: ઘેટાંના વાડાનો દરવાજો હું છું.


ઈસુએ તેને જવાબ આપ્યો, “માર્ગ, સત્ય અને જીવન હું છું. મારા સિવાય પિતા પાસે જવાનો બીજો કોઈ માર્ગ નથી.”


ખ્રિસ્તની મારફતે આપણે સૌ યહૂદીઓ અને બિનયહૂદીઓ, એક જ પવિત્ર આત્મા દ્વારા ઈશ્વરપિતાની સમક્ષતામાં આવી શકીએ છીએ.


Lean sinn:

Sanasan


Sanasan