Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 10:6 - પવિત્ર બાઇબલ C.L.

6 ઈસુએ આ ઉદાહરણ કહ્યું, પરંતુ તે શું કહેવા માગે છે તે તેઓ સમજી શક્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 ઈસુએ તેઓને એ દ્દષ્ટાંત ક્હ્યું, પણ જે વાતો તેમણે તેઓને કહી તે તેઓ સમજ્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ઈસુએ તેઓને દૃષ્ટાંતમાં કહ્યું, પણ જે વાતો તેમણે તેઓને કહી તે તેઓ સમજ્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 ઈસુએ લોકોને આ વાત કહી, પરંતુ લોકો તેનો અર્થ સમજી શક્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 10:6
20 Iomraidhean Croise  

અમારા પૂર્વજો ઇજિપ્ત દેશમાં હતા, ત્યારે તેઓ તમારાં અજાયબ કાર્યો સમજ્યા નહિ; તમારા અપાર પ્રેમને તેમણે યાદ રાખ્યો નહિ. પરંતુ સૂફ સમુદ્ર પાસે તેમણે સર્વોચ્ચ ઈશ્વર સામે વિદ્રોહ કર્યો.


તેઓ જાણતા નથી, અને સમજતા પણ નથી. તેઓ અંધકારમાં ભટકે છે; તેથી પૃથ્વી પર ઇન્સાફ દેખાતો નથી.


દુષ્ટોની ટોળકી ન્યાયનો સાચો અર્થ સમજતી નથી, પણ પ્રભુના ભક્તો ન્યાયને સંપૂર્ણપણે સમજે છે.


તેઓ ખાઉધરા કૂતરા જેવા છે અને કદી ધરાતા નથી. લોકપાલકોમાં ય કંઈ સમજણ નથી. તેઓ સૌ પોતાનો સ્વાર્થ સાધવાના રસ્તા અપનાવે છે.


ઘણા લોકોને શુદ્ધ કરવામાં આવશે. દુષ્ટો કંઈ સમજશે નહિ, પણ વધુ ને વધુ દુષ્ટતા આચરશે; માત્ર જ્ઞાનીઓ જ આ વાતો સમજશે.


ઈસુએ આ બધું લોકોને ઉદાહરણો દ્વારા કહ્યું. ઉદાહરણનો ઉપયોગ કર્યા સિવાય તે તેમને કોઈ વાત કહેતા નહિ.


ઈસુએ તેમને પૂછયું, તમને આ બધું સમજાય છે? તેમણે જવાબ આપ્યો, હા.


તેમની સાથે તે ઉદાહરણો વિના બોલ્યા નહિ. પણ પોતાના શિષ્યોની સાથે એકલા હોય, ત્યારે તે તેમને બધું સમજાવતા.


“અત્યાર સુધી મેં તમને ઉદાહરણો દ્વારા આ વાતો કહી છે. પરંતુ એવો સમય આવશે જ્યારે હું ઉદાહરણો દ્વારા વાત કરીશ નહિ, પરંતુ સ્પષ્ટ શબ્દોમાં પિતા સંબંધી વાત કરીશ.


પછી તેમના શિષ્યોએ તેમને કહ્યું, “હવે તમે ઉદાહરણો વાપર્યા વગર સ્પષ્ટ બોલી રહ્યા છો!


આ સાંભળીને યહૂદીઓમાં અંદરોઅંદર વિવાદ જાગ્યો કે, “આ માણસ પોતાનું માંસ આપણને ખાવા માટે કેવી રીતે આપી શકે?”


તેમના શિષ્યોમાંના ઘણાએ એ સાંભળીને કહ્યું, “આ શિક્ષણ સ્વીકારવાનું ખૂબ અઘરું છે. આવું તે કોણ સાંભળી શકે?”


શું તે યહૂદીઓ રહે છે તેવા ગ્રીક શહેરોમાં જશે, અને ત્યાં ગ્રીક યહૂદીઓને શીખવશે? કારણ, તે કહે છે, ‘તમે મને શોધશો પરંતુ હું તમને મળીશ નહિ,’ અને ‘હું જ્યાં જઉં છું ત્યાં તમે આવી શક્તા નથી.’ એનો અર્થ શો?”


ઈસુ તેમને ઈશ્વરપિતા વિષે કહી રહ્યા હતા એવું તેઓ સમજી શક્યા નહિ.


હું મારી પોતાની મેળે આવ્યો નથી, પણ તેમણે મને મોકલ્યો છે. તમે શા માટે મારી વાત સમજતા નથી? એટલા જ માટે કે તમે મારો સંદેશ સહી શક્તા નથી.


હવે જેની પાસે પવિત્ર આત્મા નથી, તે ઈશ્વરના આત્મા પાસેથી મળતી બક્ષિસો મેળવી શકતું જ નથી. હકીક્તમાં તો આ આત્મિક સત્યો તેને સમજાતાં જ નથી, પણ તે તેને મૂર્ખતારૂપ લાગે છે. કારણ, તેમનું મૂલ્ય આત્મિક રીતે અંક્ય છે.


તેમની બાબતમાં પેલી કહેવત સાચી પડી કે, કૂતરું પોતાની ઊલટી ખાવા પાછું જાય છે અને ધોઈને સાફ કરેલું ભૂંડ ક્દવમાં આળોટવા માટે પાછું જાય છે.


આપણે જાણીએ છીએ કે ઈશ્વરપુત્રે આવીને આપણને સમજણ આપી હોવાથી આપણે સાચા ઈશ્વરને ઓળખીએ છીએ. આપણું જીવન સાચા ઈશ્વરમાં એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તમાં છે. એ જ સાચા ઈશ્વર અને એ જ સાચું સાર્વકાલિક જીવન છે.


Lean sinn:

Sanasan


Sanasan