Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 10:16 - પવિત્ર બાઇબલ C.L.

16 વળી, મારાં બીજાં ઘેટાં પણ છે, જે અત્યારે આ વાડામાં નથી. તેમને પણ મારે વાડામાં લાવવાં જોઈએ. તેઓ પણ મારો સાદ સાંભળશે અને આખરે એક ટોળું અને એક ઘેટાંપાલક બનશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 મારાં બીજાં ઘેટાં પણ છે, તેઓ આ વાડામાંનાં નથી. તેઓને પણ મારે લાવવાની જરૂર‌ છે, અને તેઓ મારો અવાજ સાંભળશે; અને એક ટોળું, એક ઘેટાંપાળક થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 મારાં બીજાં ઘેટાં પણ છે, તેઓ આ વાડામાંના નથી; તેઓને પણ મારે લાવવાની જરૂર છે અને તેઓ મારો અવાજ સાંભળશે; અને એક ટોળું, એક ઘેટાંપાળક થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 મારી પાસે બીજા ઘેટાં પણ છે, તેઓ અહીં આ ટોળામાં નથી. મારે તેઓને પણ દોરવાની જરૂર છે. તેઓ મારા અવાજને ધ્યાનથી સાંભળશે. ભવિષ્યમાં ત્યાં એક જ ટોળું અને એક જ ઘેટાંપાળક હશે.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 10:16
48 Iomraidhean Croise  

શિલોહ ન આવે ત્યાં સુધી યહૂદા પાસેથી રાજદંડ હટી જશે નહિ. તેમ જ તેના વંશજો પાસેથી રાજ્યાધિકાર જતો રહેશે નહિ; અને બધી પ્રજાઓ તેને આધીન રહેશે.


હે પ્રભુ, તમે સર્વ પ્રજાઓ સર્જી છે; તેઓ તમારી સમક્ષ આવીને પ્રણામ કરશે, અને તમારા નામનો મહિમા ગાશે.


જ્ઞાનીનાં વચનો પરોણાની આર જેવાં છે. એ વચનોનો સંગ્રહ મજબૂત રીતે જડેલા ખીલા સમાન છે, એ આપણા બધાના પાલક એટલે ઈશ્વર તરફથી મળેલાં છે.


તે દિવસે યિશાઈનું મૂળ પ્રજાઓ માટે સંકેતની વજા બની રહેશે. તેઓ તેની પાસે એકત્ર થશે અને તેના નિવાસસ્થાનનું ગૌરવ વધશે.


હું ઉત્તરને કહીશ, ‘તેમને છોડી મૂક’ અને દક્ષિણને કહીશ, ‘તેમને રોકીશ નહિ.’ મારા પુત્રોને દૂર દેશાવરોથી અને મારી પુત્રીઓને પૃથ્વીને છેડેછેડેથી પાછાં લાવો.


પ્રભુએ કહ્યું, “તોપણ હે મારા સેવક, યાકોબનાં કુળોને સંસ્થાપિત કરવાં અને મેં ઇઝરાયલના બચાવી રાખેલા લોકને પાછા ફેરવવા એ તો તારે માટે કંઈ બહુ મોટું કામ નથી; એથી વિશેષ, હું તો તને બિનયહૂદી પ્રજાઓ માટે પ્રકાશરૂપ કરીશ. જેથી તું પૃથ્વીને છેડેછેડે મારા ઉદ્ધારને પ્રસરાવે.”


દુનિયાની સર્વ પ્રજાઓનાં દેખતાં પ્રભુ પોતાનો પવિત્ર ભુજ પ્રગટ કરશે અને પૃથ્વીના છેડેછેડાના લોક આપણા ઈશ્વરે કરેલો ઉદ્ધાર જોઈ શકશે.


દેશવટો પામેલા ઇઝરાયલીઓને પાછા એકઠા કરનાર પ્રભુ પરમેશ્વર કહે છે, “જેમને મેં એકત્ર કર્યા છે તે ઉપરાંત હું બીજાઓને પણ એકઠા કરીશ.”


જેમ કોઇ ઘેટાપાળક આમતેમ વિખેરાઇ ગયેલાં પોતાનાં ઘેટાંને શોધવા જાય છે અને તેમને પાછાં લાવે છે, તેમ હું પણ મારાં ઘેટાંને શોધીશ અને તેમને બધેથી એકત્ર કરીને પાછા લાવીશ. જ્યાં જ્યાં તેઓ વિખેરાઇ ગયાં હશે ત્યાંથી હું તેમને પાછાં લઇ આવીશ.


હું એમનો પાળક થવા માટે મારા સેવક દાવિદ જેવો એક રાજા નીમીશ અને તે તેમનું પોષણ કરશે.


મારાં ઘેટાં ઊંચા ડુંગરો પર ને પહાડો પર ભટકી ગયાં છે. તેઓ પૃથ્વીના પટ પર બધા દેશોમાં વિખેરાઇ ગયાં છે, કોઇએ તેમની શોધ કરી નથી કે કોઇએ તેમને ખોળવાનો પ્રયત્ન કર્યો નથી.


હું તેમને પોતાના દેશમાં ઇઝરાયલના પર્વતો પર એક પ્રજા કરીશ. તેમના ઉપર એક જ રાજા રાજ્ય કરશે. તેઓ ફરી કદી બે અલગ પ્રજાઓ થશે નહિ કે ફરી કદી બે અલગ રાજ્યોમાં વિભાજિત થશે નહિ.


મારા સેવક દાવિદ જેવો એક રાજા તેમના પર રાજ કરશે. તે સર્વનો એક પાલક થશે. તેઓ એક રાજા નીચે એકત્ર થશે અને નિષ્ઠાપૂર્વક મારા નિયમોનું અને ફરમાનોનું પાલન કરશે.


ઇઝરાયલના લોકો દરિયાની રેતી સમાન અગણિત અને અમાપ થશે. અત્યારે પ્રભુ તેમને આમ કહે છે: “તમે મારા લોક નથી.” પણ એવો દિવસ આવે છે જ્યારે તે તેમને કહેશે, “તમે જીવતા ઈશ્વરના પુત્રો છો.”


તે સમયે ઘણી પ્રજાઓ પ્રભુ પાસે આવશે અને તેમના લોક બનશે. તે તમારી મધ્યે વસશે અને તમે જાણશો કે તેમણે મને તમારી પાસે મોકલ્યો છે.


ઈસુ વાત કરતા હતા એવામાં એક તેજોમય વાદળે તેમના પર છાયા કરી અને તેમાંથી વાણી સંભળાઈ, આ મારો પ્રિય પુત્ર છે, તેના પર હું પ્રસન્‍ન છું; તેનું સાંભળો.


“અથવા, ધારો એક સ્ત્રી પાસે ચાંદીના દસ સિક્કા હોય અને તેમાંથી એક ખોવાઈ જાય, તો તે શું કરશે? તે દીવો સળગાવશે, પોતાનું ઘર સાફસૂફ કરશે અને તે મળે ત્યાં લગી તેની કાળજીપૂર્વક શોધ કરશે.


“હું ઉત્તમ ધેટાંપાલક છું; ઉત્તમ ઘેટાંપાલક પોતાનાં ઘેટાંને માટે પોતાનો જીવ આપી દેવા તૈયાર હોય છે.


દરવાજે થઈને જે પ્રવેશ કરે છે તે ઘેટાંનો પાલક છે.


મારાં ઘેટાં મારો સાદ સાંભળે છે અને હું તેમને ઓળખું છું અને તેઓ મારી પાછળ ચાલે છે.


દરવાન તેને માટે દરવાજો ખોલે છે. તે નામ દઈને પોતાનાં ઘેટાંને બોલાવે છે, અને ઘેટાં તેનો સાદ સાંભળે છે. તે તેમને વાડાની બહાર લઈ જાય છે.


પોતાનાં ઘેટાંને બહાર લાવ્યા પછી તે તેમની આગળ ચાલે છે અને ઘેટાં તેમની પાછળ ચાલે છે; કારણ, ઘેટાં તેનો સાદ ઓળખે છે.


તેઓ કોઈ અજાણ્યાની પાછળ કદી ચાલશે નહિ. એથી ઊલટું, તેનાથી દૂર ભાગશે, કારણ, તેઓ તેનો સાદ ઓળખતાં નથી.”


અને એકલા તેમને માટે જ નહિ, પરંતુ ઈશ્વરનાં વેરવિખેર થઈ ગયેલાં સંતાનોને એક કરવા માટે ઈસુ મરણ પામવાના હતા તેની આગાહી કરતાં તેણે તે કહ્યું.


“હું ફક્ત તેમને માટે જ પ્રાર્થના કરું છું એવું નથી, પરંતુ જેઓ તેમનો સંદેશ સાંભળીને મારામાં વિશ્વાસ મૂકશે, તેમને માટે પણ હું પ્રાર્થના કરું છું, કે


મારા પિતાએ મને જેટલાં સોંપ્યાં છે તે બધાં મારી પાસે આવશે. જે કોઈ મારી પાસે આવે છે, તેને હું કદી પણ પાછો કાઢી મૂકીશ નહિ.


બિનયહૂદીઓમાંથી ઈશ્વરે પોતાના લોક બનાવ્યા અને તેમના પ્રત્યેની પોતાની કાળજી દર્શાવી તે વિશે સિમોને હમણાં જ સમજાવ્યું.


કારણ, હું તારી સાથે છું. કોઈ તને કંઈ ઇજા કરશે નહિ, કારણ, આ શહેરમાં મારા ઘણા લોક છે.”


તેણે કહ્યું, ‘આપણા પૂર્વજોના ઈશ્વરે તેમની ઇચ્છા જાણવાને, તેમના ન્યાયી સેવકને જોવાને તેમ જ તારી સાથે તેમને વાત કરતા સાંભળવાને તને પસંદ કર્યો છે.


મારા ભાઈઓ, હું તમને એક માર્મિક સત્ય જણાવવા માગું છું, જેથી તમે પોતાને બુદ્ધિમાન સમજી બેસો નહિ. તે આ પ્રમાણે છે: ઇઝરાયલીઓની હઠીલાઈ કાયમી નથી. પરંતુ બિનયહૂદીઓ પૂરેપૂરી સંખ્યામાં ઈશ્વર પાસે આવશે ત્યાં સુધી જ તે રહેશે.


ભાઈઓ, તમે ઈશ્વરને પ્રિય છો અને તમારે માટે અમારે હંમેશાં ઈશ્વરનો આભાર માનવો જોઈએ. પવિત્ર આત્માની શક્તિથી અને સત્ય પરના તમારા વિશ્વાસથી તમારો ઉદ્ધાર થાય તે માટે ઈશ્વરે તમને પ્રથમથી જ પસંદ કર્યા છે; જેથી તમે ઈશ્વરના પવિત્ર લોક બનો.


હવે શાંતિદાતા ઈશ્વર જેમણે ઘેટાંઓના મહાન પાલક આપણા પ્રભુ ઈસુને, સનાતન કરાર પાકો કરવા માટે પોતાનું રક્ત રેડવાને કારણે સજીવન કર્યા,


એક સમયે તમને ઈશ્વરની દયાનો અનુભવ થયો ન હતો, પણ હવે તમે તેમની દયા પ્રાપ્ત કરી છે.


તમે તો માર્ગ ભૂલેલાં ઘેટાંના જેવા હતા. પણ હવે તમે તમારા આત્માના ઘેટાંપાળક અને રક્ષકની પાસે પાછા વળ્યા છો.


મુખ્ય ઘેટાંપાળક પ્રગટ થશે ત્યારે કદી કરમાઈ ન જાય તેવો મહિમાનો મુગટ તે તમને આપશે.


હું બારણાં આગળ ઊભો છું અને ખટખટાવું છું. જો કોઈ મારો અવાજ સાંભળીને બારણું ઉઘાડશે તો હું તેના ઘરમાં આવીશ અને તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે.


Lean sinn:

Sanasan


Sanasan