Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 10:10 - પવિત્ર બાઇબલ C.L.

10 ચોર તો ફક્ત ચોરી કરવા, હત્યા અને નાશ કરવા આવે છે; પણ હું એટલા માટે આવ્યો છું કે તેમને જીવન, હા, ભરપૂર જીવન મળે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજા કોઈ ઇરાદાથી ચોર આવતો નથી. તેઓને જીવન મળે, અને તે પુષ્કળ મળે, માટે હું આવ્યો છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજાકોઈ મતલબથી ચોર આવતો નથી. પણ હું તો તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે, માટે હું આવ્યો છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 ચોર ફક્ત ચોરી કરવા, મારી નાખવા અને નાશ કરવા આવે છે. પણ હું આવ્યો છું જેથી તેઓને જીવન મળે, અને તે પુષ્કળ મળે.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 10:10
25 Iomraidhean Croise  

તેઓ ખાઉધરા કૂતરા જેવા છે અને કદી ધરાતા નથી. લોકપાલકોમાં ય કંઈ સમજણ નથી. તેઓ સૌ પોતાનો સ્વાર્થ સાધવાના રસ્તા અપનાવે છે.


“જ્યારે જ્યારે હું ઇઝરાયલી પ્રજાને સાજા કરવા ઇચ્છતો ત્યારે ત્યારે મેં એફાઈમની દુષ્ટતા અને સમરૂનનાં ભૂંડાં કામો જ જોયાં છે. તેઓ એકબીજાને દગો દે છે, તેઓ ઘરમાં ધૂસી જઈને ચોરી કરે છે, તેઓ લોકોને શેરીઓમાં લૂંટે છે.


તમે આ નાનાઓમાંથી કોઈને તુચ્છ ગણવા વિષે સાવધ રહેજો! તેમના દિવ્ય દૂતો હંમેશાં આકાશમાંના મારા ઈશ્વરપિતાની રૂબરૂ સતત તહેનાતમાં હોય છે.


માનવપુત્ર ખોવાયેલાંઓને બચાવવા આવ્યો છે.


કારણ, માનવપુત્ર પણ સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને અને ઘણા લોકોના ઉદ્ધારની કિંમત તરીકે પોતાનું જીવન અર્પી દેવા આવ્યો છે.


તેમણે તેમને કહ્યું, ધર્મશાસ્ત્રમાં લખેલું છે: ’મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે, પણ તમે તો તેને લૂંટારાઓનું ધામ બનાવી દીધું છે.’


ઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! તમે લોકોને માટે આકાશના રાજનું પ્રવેશદ્વાર બંધ કરો છો. તમે પોતે તેમાં પ્રવેશ કરતા નથી અને જેઓ પ્રવેશ કરવા ઇચ્છે છે તેમને જવા દેતા નથી.


પછી તેમણે લોકોને શીખવ્યું, “ધર્મશાસ્ત્રમાં લખેલું છે, ‘મારું ઘર બધી પ્રજાઓ માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે, પણ તમે તો તેને લૂંટારાઓનું ધામ બનાવી દીધું છે!”


કારણ, માનવપુત્ર ખોવાયેલું શોધવા તથા બચાવવા આવ્યો છે.”


“હું તમને સાચે જ કહું છું: જે કોઈ દરવાજે થઈને ઘેટાંના વાડામાં આવતો નથી પરંતુ બીજા કોઈ માર્ગેથી આવે છે તે ચોર અને લૂંટારો છે.


“હું ઉત્તમ ધેટાંપાલક છું; ઉત્તમ ઘેટાંપાલક પોતાનાં ઘેટાંને માટે પોતાનો જીવ આપી દેવા તૈયાર હોય છે.


જે કોઈ મારો સંદેશ સાંભળે છે, પણ તેનું પાલન કરતો નથી તેને હું સજાપાત્ર ઠરાવતો નથી, કારણ, હું દુનિયાનો ન્યાય કરવા નહિ, પરંતુ તેનો ઉદ્ધાર કરવા આવ્યો છું.


ગરીબો માટે તેને દરકાર હતી માટે નહિ, પણ તે ચોર હતો તેથી તેણે આમ કહ્યું. પૈસાની કોથળી તેની પાસે રહેતી અને તેમાંથી તે પૈસા મારી ખાતો.


કારણ, દુનિયાનો ન્યાયાધીશ બનવા માટે નહિ, પરંતુ ઉદ્ધારક બનવા માટે ઈશ્વરે પોતાના પુત્રને દુનિયામાં મોકલ્યો છે.


છતાં જીવન પામવા માટે તમે મારી પાસે આવવા ચાહતા નથી.


ઈશ્વર જે રોટલી આપે છે તે તો આકાશમાંથી ઊતરી આવે છે અને દુનિયાને જીવન બક્ષે છે.”


આકાશમાંથી આવેલી જીવનની રોટલી હું છું. જે કોઈ આ રોટલી ખાય છે તે સદા જીવશે. જે રોટલી હું આપું છું તે તો મારું માંસ છે, જે હું દુનિયાના જીવનને માટે આપું છું.”


તો બીજાને ઉપદેશ આપનાર તું તારી પોતાની જાતને જ ઉપદેશ કેમ આપતો નથી? ચોરી કરવી નહિ, એવો ઉપદેશ આપીને શું તું ચોરી કરતો નથી?


આ સત્ય વિધાન સંપૂર્ણ રીતે સ્વીકાર્ય અને ભરોસાપાત્ર છે: ખ્રિસ્ત ઈસુ આ દુનિયામાં પાપીઓનો ઉદ્ધાર કરવા માટે આવ્યા અને એ બધામાં હું સૌથી મુખ્ય પાપી છું.


ઈશ્વરનો હેતુ અફર છે એવું વચનના ભાગીદાર થનારાઓને સ્પષ્ટ થાય તે માટે તેમણે શપથ સાથે પોતાનું વચન આપ્યું.


તેથી જેઓ તેમના દ્વારા ઈશ્વર પાસે આવે છે તેમનો પૂરેપૂરો ઉદ્ધાર કરવાને તે હરહંમેશ શક્તિમાન છે. કારણ, એવા લોકો માટે ઈશ્વર સમક્ષ મયસ્થી કરવા તે સર્વકાળ જીવે છે.


આ રીતે આપણા પ્રભુ અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તના સાર્વકાલિક રાજ્યમાં પ્રવેશ પામવાને તમે પૂરા હક્કદાર બનશો.


Lean sinn:

Sanasan


Sanasan