Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 1:45 - પવિત્ર બાઇબલ C.L.

45 ફિલિપે નાથાનાએલને મળીને કહ્યું, “જેના વિષે મોશેએ નિયમશાસ્ત્રમાં અને સંદેશવાહકોનાં પુસ્તકોમાં લખેલું છે, તે અમને મળ્યા છે. તે તો યોસેફના પુત્ર, નાઝારેથના ઈસુ છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

45 ફિલિપે નથાનિયેલને મળીને કહ્યું, “નિયમશાસ્‍ત્રમાં જેમના સંબંધી મૂસાએ તથા પ્રબોધકોએ લખેલું તે, એટલે નાસરેથના ઈસુ, યૂસફના દીકરા, અમને મળ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

45 ફિલિપે નથાનિયેલને મળીને કહ્યું કે, ‘નિયમશાસ્ત્રમાં જેમનાં સંબંધી મૂસાએ તથા પ્રબોધકોએ લખેલું છે તેઓ, એટલે નાસરેથના ઈસુ, યૂસફના દીકરા, અમને મળ્યા છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

45 ફિલિપ નથાનિયેલને મળ્યો અને કહ્યું, “યાદ કરો કે નિયમશાસ્ત્રમાં મૂસાએ શું કહ્યું છે. મૂસાએ જે માણસ આવવાનો હતો તેના વિષે લખ્યું. પ્રબોધકોએ પણ તેના વિષે લખ્યું અમે તેને મળ્યા છીએ. તેનું નામ ઈસુ છે, તે યૂસફનો દીકરો છે. તે નાસરેથમાંનો છે.”

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 1:45
41 Iomraidhean Croise  

તારા વંશ દ્વારા પૃથ્વી પરની બધી પ્રજાઓ આશિષ પામશે. કારણ, તેં મારી આજ્ઞા પાળી છે.”


હું તારી અને સ્ત્રીની વચ્ચે, તારાં સંતાન અને તેના સંતાન વચ્ચે કાયમનું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, અને તું તેની એડીએ કરડશે.”


શિલોહ ન આવે ત્યાં સુધી યહૂદા પાસેથી રાજદંડ હટી જશે નહિ. તેમ જ તેના વંશજો પાસેથી રાજ્યાધિકાર જતો રહેશે નહિ; અને બધી પ્રજાઓ તેને આધીન રહેશે.


તે દિવસે પ્રભુનો અંકુર સુંદર અને ગૌરવી બનશે. ઇઝરાયલના બચી ગયેલા લોકો માટે ભૂમિની પેદાશ અભિમાન અને ગૌરવનું કારણ બની રહેશે.


તે તો તેમની સમક્ષ કુમળા રોપાની જેમ અને સૂકી ભૂમિમાં ઊગી નીકળતા મૂળની જેમ વૃદ્ધિ પામ્યો. તેનામાં કંઈ એવાં સૌંદર્ય કે પ્રભાવ નહોતાં કે આપણે તેના પ્રત્યે આકર્ષાઈએ. તેનામાં કંઈ લાવણ્ય નહોતું કે આપણે તેને ચાહીએ.


તો હવે પ્રભુ પોતે તમને નિશાની આપશે: કન્યા સગર્ભા છે અને તેને પુત્ર જન્મશે અને તે તેનું નામ ઇમ્માનુએલ (ઈશ્વર આપણી સાથે) પાડશે.


આપણે માટે છોકરો જન્મ્યો છે; આપણને પુત્ર આપવામાં આવ્યો છે. તે રાજ્યાધિકાર ધારણ કરશે. તેને અદ્‍ભુત સલાહકાર, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર એ નામ આપવામાં આવશે.


પ્રભુ કહે છે, “હે બેથલેહેમ એફ્રાથા, તું યહૂદિયાનાં નગરોમાં નાનાંમાં નાનું છે, પણ હું તારામાંથી એક એવો રાજ્યર્ક્તા ઊભો કરીશ કે જેનો પ્રારંભ પ્રાચીનકાળથી, હા, સનાતનકાળથી છે.


તેને કહે કે સર્વસમર્થ પ્રભુ આમ જણાવે છે: “અંકુર તરીકે ઓળખાતો પુરુષ તેના સ્થાનમાં આબાદ થશે અને તે પ્રભુનું મંદિર ફરીથી બાંધશે.


હે સિયોનના લોકો, આનંદ કરો! યરુશાલેમના લોકો, હર્ષનો પોકાર કરો! જુઓ, તમારો રાજા તમારી પાસે આવે છે. તે વિજયી બની, હા, જયવંત થઈ આવે છે. પણ તે નમ્ર છે, અને તે ગધેડા પર, એટલે પલોટયા વિનાના ખોલકા પર સવાર છે.


ફિલિપ અને બારથોલમી, થોમા અને માથ્થી નાકાદાર, આલ્ફીનો પુત્ર યાકોબ અને થાદી,


શું તે પેલા સુથારનો પુત્ર નથી? શું મિર્યામ તેની માતા નથી? અને યાકોબ, યોસેફ, સિમોન અને યહૂદા તેના ભાઈઓ નથી?


અને નાઝારેથ નામના નગરમાં જઈને રહેવા લાગ્યો. તે નાઝારી કહેવાશે, એવું સંદેશ- વાહકોએ જે કહ્યું હતું તે પૂર્ણ થાય માટે એમ બન્યું.


લોકોનો જવાબ હતો, આ તો ગાલીલના દેશમાં આવેલા નાઝારેથ નગરના સંદેશવાહક ઈસુ છે.


તેણે પિતરને તાપતો જોઈને તેની સામે નિહાળીને કહ્યું, “તું પણ નાઝારેથના ઈસુની સાથે હતો.”


શું એ તો સુથાર, મિર્યામનો પુત્ર તથા યાકોબ, યોસે, યહૂદા અને સિમોનનો ભાઈ નથી? શું તેની બહેનો અહીં રહેતી નથી?” એમ તેમણે તેમનો ઇનકાર કર્યો.


તેમણે તેને કહ્યું, “નાઝારેથના ઈસુ જઈ રહ્યા છે.”


યોસેફ ગાલીલ પ્રદેશના નાઝારેથ નામના નગરમાંથી દાવિદ રાજાની જન્મભૂમિ યહૂદિયાના બેથલેહેમ નામના નગરમાં ગયો. કારણ, યોસેફ દાવિદનો વંશજ હતો.


ઈસુને જોઈને તેમનાં માતાપિતા પણ આશ્ર્વર્ય પામ્યાં, અને તેમની માએ તેમને કહ્યું, “દીકરા, તેં અમારી સાથે આવો વર્તાવ કેમ કર્યો? તારા પિતાએ અને મેં તારી કેટલી ચિંતાપૂર્વક શોધ કરી!”


પછી ઈસુએ આખા ધર્મશાસ્ત્રમાંથી મોશેના પુસ્તકોથી શરૂઆત કરીને બધા સંદેશવાહકોના લખાણોમાં પોતાના સંબંધી જે જે કહેલું છે તે તેમને સમજાવ્યું.


પછી તેમણે તેમને કહ્યું, “હું જ્યારે તમારી સાથે હતો, ત્યારે આ જ વાતો મેં તમને કહી હતી, ‘મોશેના નિયમશાસ્ત્રમાં, સંદેશવાહકોનાં લખાણોમાં અને ગીતશાસ્ત્રમાં મારા સંબંધી જે લખેલું છે તે બધું સાચું પડવું જ જોઈએ.”


ઈસુએ પોતાનું સેવાકાર્ય શરૂ કર્યું ત્યારે તે આશરે ત્રીસ વર્ષની ઉંમરના હતા. લોકોની માન્યતા પ્રમાણે ઈસુ યોસેફના પુત્ર છે. ઈસુની વંશાવળી આ પ્રમાણે છે: ઈસુ, યોસેફ, હેલી,


એ બધા પર તેમની ઘેરી છાપ પડી અને તેમની માુર વાણીથી તેઓ મુગ્ધ થઈ ગયા. તેમણે કહ્યું, “શું તે યોસેફનો પુત્ર નથી?”


ફિલિપ બેથસાઈદાનો વતની હતો; તે આંદ્રિયા તથા પિતરનું ગામ હતું.


તેમણે ગાલીલના બેથસાઈદા ગામના ફિલિપની પાસે આવીને કહ્યું, “સાહેબ, અમે ઈસુનાં દર્શન કરવા માગીએ છીએ.”


ફિલિપે તેમને કહ્યું, “પ્રભુ, ત્યારે હવે અમને પિતાનાં દર્શન કરાવો, એટલે બસ!”


તેમણે કહ્યું, “હું તે જ છું.” ધરપકડ કરાવનાર યહૂદા પણ ત્યાં તેમની સાથે ઊભો હતો;


ઈસુએ તેમને ફરીથી પૂછયું, “તમે કોને શોધો છો?” તેમણે કહ્યું, “નાઝારેથના ઈસુને.”


પિલાતે એક જાહેરાત લખી અને ક્રૂસ પર મુકાવી. તેણે લખ્યું હતું: “નાઝારેથનો ઈસુ, યહૂદીઓનો રાજા.”


સિમોન પિતર, થોમા (અર્થાત્ ‘જોડિયો’), ગાલીલમાં આવેલા કાના ગામનો નાથાનાએલ, ઝબદીના દીકરાઓ તથા ઈસુના બીજા બે શિષ્યો એકઠા મળ્યા હતા.


અને તેમણે કહ્યું, “અરે, આ યોસેફનો દીકરો ઈસુ નથી? એના બાપને અને એની માને અમે ઓળખીએ છીએ. તો પછી એ કેવી રીતે કહે છે કે, ‘હું આકાશમાંથી ઊતરી આવ્યો છું?”


ઈસુએ ચારે તરફ નજર કરીને જોયું કે મોટો જનસમુદાય તેમની તરફ આવતો હતો. તેથી તેમણે ફિલિપને કહ્યું, “આ લોકોને જમાડવા માટે ખોરાક ક્યાંથી ખરીદી શકાય?”


ફિલિપે જવાબ આપ્યો, “બસો દીનારનો ખોરાક લાવીએ તો ય બધાંને બસ નહિ થાય.”


નાઝારેથના ઈસુ, જેમનો ઈશ્વરે પવિત્ર આત્મા અને સામર્થ્યથી અભિષેક કર્યો તેમને વિષે પણ તમે જાણો છો.


“ઓ ઇઝરાયલના લોકો, સાંભળો: ઈશ્વરે નાઝારેથના ઈસુ દ્વારા તમારી મયે કરેલા ચમત્કારો, અદ્‍ભુત કાર્યો અને ચિહ્નો દ્વારા તમને સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે તેમણે ઈસુને જ પસંદ કર્યા છે અને તમે પોતે એ જાણો છો.


મેં કહ્યું, ‘પ્રભુ, તમે કોણ છો?’ તેણે મને કહ્યું, ‘હું નાઝારેથનો ઈસુ છું કે જેને તું સતાવે છે.’


નાઝારેથના ઈસુના નામની વિરુદ્ધ મારે મારાથી થાય તે બધું કરી છૂટવું જોઈએ એમ હું પોતે માનતો હતો.


પિતરે તેને કહ્યું, “મારી પાસે સોનુંરૂપું તો નથી. પણ મારી પાસે જે છે તે હું તને આપીશ: નાઝારેથના ઈસુ ખ્રિસ્તને નામે હું તને કહું છું કે ચાલ.”


Lean sinn:

Sanasan


Sanasan