Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 9:22 - પવિત્ર બાઇબલ C.L.

22 મને આવું બોલવાનું કહેવામાં આવ્યું છે કે આ તો પ્રભુની વાણી છે: “ખેતરમાં વેરાયેલા ખાતરની જેમ મૃતદેહો રઝળે છે, અને કાપણી કરનારાઓની પાછળ રહી ગયેલા પૂળાઓની જેમ તેમને કોઈ ઉપાડતું નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 “તું એમ બોલ કે, જેમ ખેતરમાં ખાતર તથા કાપનારની પાછળ કલ્લા પડે છે, તેમ મનુષ્યોનાં મુડદાં પડશે, ને તેઓને એકઠાં કરનાર કોઈ મળશે નહિ, ” એમ યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 આ પ્રગટ કર યહોવાહ આ પ્રમાણે કહે છે; જેમ ખેતરમાં ખાતર તથા કાપણી કરનારની પાછળ પૂળીઓ પડે છે, તેમ મનુષ્યના મૃતદેહો પડશે. અને તેઓને એકઠા કરનાર કોઈ હશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 યહોવા કહે છે: “તેઓને આ પ્રમાણે કહો, ‘ખેતરમાં ખાતરની માફક તથા કાપણી કરનારની પાછળ કલ્લા પડે છે તેની માફક મૃત શરીરો ખેતરોમાં વિખરાયેલા હશે. અને તેઓને દફનાવનાર કોઇ હશે નહિ.’”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 9:22
17 Iomraidhean Croise  

હિઝકિયાએ રાજદૂતોનું સ્વાગત કર્યું અને તેમને પોતાની સઘળી સંપત્તિ એટલે રૂપું, સોનું, તેજાના, અત્તરો અને તેનો સર્વ લશ્કરી શસ્ત્રસંરજામ એ બધું બતાવ્યાં. તેમને પોતાના મહેલમાં કે આખા રાજ્યમાં જે જે ભંડારો હતા તેમાંથી કશું બતાવવાનું બાકી રાખ્યું નહિ.


યશાયાએ પૂછયું, “તેમણે રાજમહેલમાં શું શું જોયું.” રાજાએ કહ્યું, “તેમણે સઘળું જોયું છે. તેમને ભંડારમાંથી બતાવવાનું કશું બાકી રાખ્યું નથી.”


છાણની માફક તેના અવશેષો વિખેરાઈ જશે અને કોઈ તેને ઓળખી પણ નહિ શકે કે તે ઇઝબેલ છે.”


તે ચાલબાજોને તેમની ચાલાકીમાં પકડી પાડે છે અને કપટીઓના કાવાદાવાને ઉથલાવી નાખે છે. ધોળે દહાડે તેઓ અંધકારમાં આથડે છે;


પણ કોઈ માણસ પોતાને જાતે જ ઉગારી શકે નહિ, અને તે ઈશ્વરને પોતાના પ્રાણનું મુક્તિમૂલ્ય અદા કરી શકે નહિ.


તમે તેમને એન-દોર પાસે હરાવીને માર્યા હતા, અને તેમનાં શબ ભૂમિ પર ખાતરની જેમ પથરાયાં હતાં.


ધનવાનોની દષ્ટિમાં તેમનું ધન કિલ્લેબંધ નગર જેવું છે; જે ઊંચા કોટની જેમ તેમનું રક્ષણ કરે છે.


ધનવાન થવા માટે તારી જાત ઘસી નાખીશ નહિ, પણ ડહાપણપૂર્વક સંયમ દાખવ.


પ્રભુ પોતાના લોક પર રોષે ભરાયા છે અને તેમણે તેમને સજા કરવાને પોતાનો હાથ ઉગામ્યો છે. પર્વતો ધ્રૂજી ઊઠશે અને મરેલાંઓનાં શબ કચરાની માફક રસ્તે રઝળશે. છતાં પ્રભુનો રોષ શમી જશે નહિ, પણ સજા કરવાને તેમનો હાથ હજી ઉગામેલો રહેશે.


“તેઓ જીવલેણ રોગથી મૃત્યુ પામશે. તેમને માટે કોઈ શોક કરશે નહિ કે તેમનું દફન થશે નહિ, પણ તેમનાં શબ જમીન પર ખાતરની જેમ પથરાયાં હશે. તેઓ યુદ્ધથી અને દુકાળથી મરશે અને તેમનાં શબ ગીધડાં અને જંગલી પશુઓનો ભક્ષ બનશે.”


તે દિવસે પ્રભુએ જેમનો સંહાર કર્યો હશે તેમનાં શબ પૃથ્વીના એક છેડેથી બીજા છેડા સુધી વેરવિખેર પડી રહેશે. કોઈ તેમને માટે શોક કરશે નહિ, તેમને એકઠાં કરીને દફનાવશે પણ નહિ પણ પૃથ્વીની સપાટી પર ખાતરના ઢગની જેમ પથરાશે.”


તેથી પ્રભુ આ પ્રમાણે કહે છે, “જુઓ, આ લોકના માર્ગમાં હું અવરોધ મૂકીશ, જેથી તેઓ ઠોકર ખાઈને ગબડી પડશે. પિતા અને પુત્રો તથા પડોશીઓ તથા મિત્રો એક સાથે નાશ પામશે.”


આ મૃતદેહો ગીધડાં અને જંગલી પશુઓનો ભક્ષ થઈ પડશે; અને તેમને હાંકી કાઢનાર કોઈ હશે નહિ!


સૂર્ય, ચંદ્ર અને તારાઓ જેના પર તેઓ અહોભાવ રાખતા હતા, જેમની તેઓ પૂજા કરતા હતા, અનુસરતા હતા અને સલાહ પૂછતા હતા, અને જેમને તેઓ નમન કરતા હતા તેમની સમક્ષ તે હાડકાં વેરવામાં આવશે; એ હાડકાં એકઠાં કરીને દફનાવાશે નહિ, પણ ભૂમિના પૃષ્ઠ પર ખાતરરૂપ પડયાં રહેશે.


પછી તેઓ પવન વેગે આગળ જતા રહે છે. તેઓ પોતાના બળને જ પોતાનો ઈશ્વર માને છે અને એમ ગુનેગાર ઠરે છે.


પ્રભુ કહે છે, “હું માનવજાત ઉપર એવો પ્રકોપ ઠાલવીશ કે પ્રત્યેક માણસ આંધળાની જેમ ફંફોસી ફંફોસીને ચાલશે; કારણ, તેમણે મારી વિરુદ્ધ પાપ કર્યું છે. હું તેમનું રક્ત જમીન પર પાણીની પેઠે વહાવીશ અને તેમનાં શબ પણ ત્યાં સડશે.


જો જો મનમાં એમ ન ધારતા કે, ‘મારી પોતાની શક્તિથી અને મારે હાથે જ આ સર્વ સંપત્તિ પ્રાપ્ત કરી છે.’


Lean sinn:

Sanasan


Sanasan