Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 9:19 - પવિત્ર બાઇબલ C.L.

19 સાચે જ સિયોનનગરમાંથી વિલાપનો મોટો અવાજ સંભળાય છે: “આપણો કેવો નાશ થયો છે, આપણે કેવા લજ્જિત થયા છીએ! આપણે આ દેશ તજવો પડશે. કારણ, આપણા આવાસો તોડી પાડયા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 કેમ કે સિયોનમાંથી વિલાપનો અવાજ સંભળાયો છે, ‘અમે કેવા લૂંટાયા છીએ! અમે અત્યંત વ્યાકુળ થયા છીએ, કારણ કે, અમે દેશ છોડી દીધો છે, કારણ કે તેઓએ અમારાં રહેઠાણોને પાડી નાખ્યાં છે!’”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 કેમ કે સિયોનમાંથી વિલાપનો સાદ સંભળાય છે; “અમે કેવા વિનાશ પામ્યા છીએ. અમે અત્યંત શરમિંદા થયા છીએ, અમે દેશ છોડી દીધો છે, કેમ કે તેઓએ અમારાં ઘરોને તોડી પાડ્યાં છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 “સિયોનમાં વિલાપના સ્વર સંભળાય છે: ‘આપણો વિનાશ કેટલો ભયંકર છે! આપણે કેવા શરમિંદા થવું પડ્યું? આપણને આપણી ભૂમિ છોડવાની ફરજ પડી, કારણ કે તેઓએ આપણા ઘરોને તોડી પાડયા છે.’”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 9:19
20 Iomraidhean Croise  

ઓ સંતુષ્ટ સ્ત્રીઓ, ઊઠો, મારી વાણી સાંભળો! ઓ બેદરકાર પુત્રીઓ, મારું કહેવું સાંભળો!


પછી પ્રભુએ મને કહ્યું, “જો મોશે અને શમુએલ જાતે જ મારી સમક્ષ તેમને માટે મયસ્થી કરે, તો પણ આ લોકો પર હું દયા દર્શાવીશ નહિ. હું તેમને હાંકી કાઢીશ અને મારી સમક્ષથી દૂર મોકલી દઈશ.


ઇઝરાયલ ગુલામ નથી કે તેનો જન્મ ગુલામીમાં થયો નથી, તો પછી તે દુશ્મનોનો શિકાર કેમ થઈ પડયો છે?


‘જુઓ, દુશ્મન વાદળની જેમ ચઢી આવે છે; તેના રથો વંટોળ જેવા અને તેના અશ્વો ગરુડ કરતાં વેગવાન છે.’ ‘અરે, આપણું આવી બન્યું, આપણે તો લૂંટાઈ ગયા!’


આપત્તિ પર આપત્તિ આવી પડે છે. આખો દેશ તારાજ થઈ ગયો છે. મારા લોકના તંબુઓ એકાએક પાડી નંખાયા છે; તેમના પડદા એકપળમાં ફાડી નંખાયા છે.


અને જેમ મેં તમારા જાતભાઈઓ એફ્રાઈમના વંશજો, અરે, ઇઝરાયલના બધા લોકોને હાંકી કાઢયા એમ હું તમને મારી નજર સામેથી હાંકી કાઢીશ. હું પ્રભુ પોતે એ બોલું છું.”


શું એમ કરીને તેઓ મને ચીડવવા માંગે છે? ના, હું પ્રભુ કહું છું કે તેઓ તો પોતાને જ ચીડવે છે; કારણ, તેઓ જ ભોંઠા પડવાના છે.”


શોક દર્શાવવા મુંડન કરાવી લટો ફગાવી દો, ઉજ્જડ ટેકરીઓ પર વિલાપગીત ગાઓ; કારણ, મેં પ્રભુએ ક્રોધે ભરાઈને આ પેઢીની પ્રજાને તરછોડી દીધી છે.


લોકો પોકારે છે: “દૂર હટો! દૂર હટો! તમે અશુદ્ધ છો; અમને સ્પર્શ કરશો નહિ.” તેથી તેઓ એક દેશથી બીજા દેશમાં રઝળે છે, પણ તેમને કોઈ રહેવા દેતું નથી.


અમારો દેશ પારકાઓના હાથમાં ગયો છે અમારાં ઘરોમાં પરદેશીઓ રહે છે.


“હે મનુષ્યપુત્ર, તું તૂર વિષે એક શોકગીત ગા.


તેમનાં કાર્યોથી દેશ અશુદ્ધ થઈ ગયો હોવાથી હું તેમના અપરાધની સજા દેશ પર લાવીશ અને દેશ તેના રહેવાસીઓને ઓકી કાઢશે.


જો હવેથી તમે તમારા પહેલાં વસતી પ્રજાઓની જેમ દેશને અશુદ્ધ બનાવશો તો તે તમને પણ ઓકી કાઢશે.


પ્રભુએ કહ્યું, “તમે મારા નિયમો અને આજ્ઞાઓ પાળજો; જેથી હું જ્યાં તમને લઈ જઉં છું તે કનાન દેશ તમને ઓકી કાઢે નહિ.


ઊઠો, ચાલ્યા જાઓ, અહીં હવે કોઈ સલામત નથી. તમારાં પાપને લીધે આ સ્થળનો વિનાશ નિર્માણ થઈ ચૂક્યો છે.


એ સમયે લોકો તમારી પાયમાલીની વાતોને ઉદાહરણ તરીકે વાપરશે અને તમારા પર જે વીત્યું છે તેનાં વિલાપગીત ગાશે: “અમે બિલકુલ પાયમાલ થઈ ગયા! પ્રભુએ અમારી ભૂમિ લઈ લીધી છે અને તે તેમણે બંડખોરોને વહેંચી આપી છે.”


તમે ભરબપોરે આંધળા માણસની જેમ ફાંફાં મારશો. તમારા કોઈ કાર્યમાં તમને સફળતા મળશે નહિ. તમારા પર સતત જુલમ થશે અને તમે લૂંટાયા કરશો, પણ તમને બચાવનાર કોઈ નહિ હોય.


Lean sinn:

Sanasan


Sanasan