Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 8:21 - પવિત્ર બાઇબલ C.L.

21 મારા લોકના ઘા જોઈને મારું હૃદય ઘાયલ થયું છે. હું શોકગ્રસ્ત છું, અને ભયભીત થયો છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 મારા લોકોની દીકરીના ઘાને લીધે હું ઘાયલ થયો છું; હું શોક કરું છું; હું ભયભીત થયો છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 મારા લોકોની દીકરીના ઘાને જોઈને મારું હૈયું ઘવાય છે, જે ભયાનક બાબતો તેની સાથે બની એને લીધે હું શોક કરું છું; હું ભયભીત થઈ ગયો છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 મારા લોકોના ઘા જોઇને મારું હૈયું ઘવાય છે, હું શોક કરું છું; અને હું વિશાદથી દિગ્મૂઢ થઇ ગયો છું.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 8:21
14 Iomraidhean Croise  

મેં જવાબ આપ્યો, “હે રાજા, અમર રહો. જ્યાં મારા પૂર્વજોને દફનાવવામાં આવ્યા છે તે શહેર આજે ખંડિયેર હાલતમાં છે અને તેના દરવાજાઓ બાળી નાખવામાં આવ્યા છે. તો પછી મને દુ:ખ ન થાય?”


પછી પ્રભુએ મને મારા શોક વિષે લોકોને જણાવવાની આજ્ઞા આપી. મારા લોક સખત રીતે ઘવાયા છે અને તેમને કારી ઘા પડયા છે. તેથી મારી આંખોમાંથી ચોધાર આંસુ સતત વહે છે, અને રાતદિવસ મારું રુદન બંધ પડતું નથી


“યહૂદિયા વિલાપ કરે છે, તેનાં નગરો ઝૂરે છે, તેમના લોકો ભૂમિગત થઈ શોક કરે છે અને યરુશાલેમ મદદને માટે પોકાર કરે છે.


હે પ્રભુ, મેં તમને તેમના પર આપત્તિ મોકલવા આગ્રહ સેવ્યો નથી અથવા તેમને માટે સંકટનો સમય આવે તેવું ઇચ્છયું નથી. મારા મુખના શબ્દો તમે જાણો છો; તે તમારી સમક્ષ ખુલ્લા છે.


મારી આંતરડી ઉકળી ઊઠી છે, તે કકળી ઊઠી છે. મારા હૃદયમાં ભારે વેદના છે. મારું હૈયું વલોવાઈ રહ્યું છે, અને મને જરાય જંપ નથી. હે મારા જીવ, તેં રણશિંગડાનો નાદ-યુદ્ધનો પોકાર સાંભળ્યો છે.


ઉનાળો પસાર થઈ ગયો છે, અરે, કાપણીની મોસમ પણ પૂરી થઈ છે. છતાં, અમારો ઉગારો થયો નથી.


મારું માથું પાણીનો ભંડાર હોત અને મારી આંખો આંસુઓનાં ઝરણાં હોત તો મારા લોકમાંથી માર્યા ગયેલાઓ માટે હું રાતદિવસ રુદન કર્યા જ કરત!


હું એક એવો માણસ છું કે જે ઈશ્વરની સજા કેવી આકરી હોય છે તે જાણે છે.


તેઓ જેમ આગળ વધે છે તેમ સૌ કોઈ ગભરાઈ જાય છે, પ્રત્યેક ચહેરો ફિક્કો પડી જાય છે.


નિનવેનો નાશ થયો છે. તે નિર્જન અને ઉજ્જડ બની ગયું છે. હૃદયો બીકથી પીગળી ગયાં છે, ધૂંટણો થરથર ધ્રૂજે છે, શક્તિ ઓસરી ગઈ છે, ચહેરાઓ ફિક્કા પડી ગયા છે.


તેઓ યરુશાલેમ નજીક આવ્યા એટલે તે શહેરને જોઈને ઈસુ રડી પડયા અને બોલ્યા,


Lean sinn:

Sanasan


Sanasan