Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 8:18 - પવિત્ર બાઇબલ C.L.

18 શોક મને ઘેરી વળ્યો છે મારું હૃદય બેહોશ થયું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 “મારા ખેદમાં મને દિલાસો મળે તો કેવું સારું! મારું હ્રદય મારામાં મૂર્ચ્છિત થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 મારું હૃદય થાકી ગયું છે, મારા ખેદનો અંત નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 દેવ મારું હૃદય થાકી ગયું છે, શોક મને ઘેરી વળે છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 8:18
12 Iomraidhean Croise  

હે પ્રભુ, મને વિના વિલંબે ઉત્તર દો; મારો આત્મા ભાંગી પડવાની તૈયારીમાં છે. તમારું મુખ મારાથી સંતાડશો નહિ; અન્યથા, હું કબરમાં ઊતરી જનારા મૃતકો સમાન થઈ જઈશ.


તેથી મેં કહ્યું, “તમે સૌ મારાથી દૂર જાઓ. મને આક્રંદ કરવા દો. મારા લોકની પાયમાલીને કારણે મને આશ્વાસન આપવાની તસ્દી લેશો નહિ.”


સંદેશવાહકો વિષે સંદેશ: મારું હૃદય તદ્દન ભાંગી પડયું છે, અને મારા બધાં હાડકાં ધ્રૂજી ઊઠયાં છે. પ્રભુ અને તેમના પવિત્ર સંદેશ પ્રત્યેની નિષ્ઠાને લીધે હું નશામાં ચકચૂર થયેલા માણસના જેવો અને પુષ્કળ દ્રાક્ષાસવ પીધેલા માણસની જેમ વિવશ થઇ ગયો છું.


મારી આંતરડી ઉકળી ઊઠી છે, તે કકળી ઊઠી છે. મારા હૃદયમાં ભારે વેદના છે. મારું હૈયું વલોવાઈ રહ્યું છે, અને મને જરાય જંપ નથી. હે મારા જીવ, તેં રણશિંગડાનો નાદ-યુદ્ધનો પોકાર સાંભળ્યો છે.


યરુશાલેમના લોકો કહે છે, “અમે એ સમાચાર સાંભળ્યા છે, અમે ગભરાઈ ગયા છીએ, અને અમે પ્રસૂતિની વેદના જેવી પીડામાં પટક્યા છીએ.


મારું માથું પાણીનો ભંડાર હોત અને મારી આંખો આંસુઓનાં ઝરણાં હોત તો મારા લોકમાંથી માર્યા ગયેલાઓ માટે હું રાતદિવસ રુદન કર્યા જ કરત!


અમારું હૃદય નિર્ગત થયું છે અને અમારાં આંસુઓને લીધે અમે કશું જોઈ શક્તા નથી.


એ બધું સાંભળીને હું ધ્રૂજી ઊઠું છું. મારા હોઠ ભયથી થરથરે છે. મારા શરીરના સ્નાયુઓ ઢીલા થઈ જાય છે અને મારા પગ લથડાય છે. અમારા પર આક્રમણ કરનારાઓને ઈશ્વર શિક્ષા કરે તે સમયની હું ધીરજપૂર્વક વાટ જોઈશ.


Lean sinn:

Sanasan


Sanasan