Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 7:7 - પવિત્ર બાઇબલ C.L.

7 તો જ હું આ સ્થળે એટલે, જે દેશ મેં તમારા પૂર્વજોને કાયમી વારસા તરીકે આપ્યો હતો તેમાં તમને વસવા દઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તો આ સ્થળે, એટલે જે ભૂમિ તમારા પૂર્વજોને મેં પુરાતન કાળથી આપી તેમાં હું તમને સદાકાળ વસાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તો હું તમને આ દેશમાં એટલે જે ભૂમિ મેં તમારા પિતૃઓને સદાકાળ માટે આપેલી છે તેમાં વસવા દઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તો હું તમને આ દેશમાં વસવા દઇશ. આ ભૂમિ મેં તમારા પિતૃઓને સદાકાળ માટે આપેલી છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 7:7
12 Iomraidhean Croise  

જો મારા લોક મારી આજ્ઞાઓ પ્રમાણે વર્તશે અને મારા સેવક મોશે દ્વારા અપાયેલ સર્વ નિયમો, આદેશો અને ફરમાનોનું પાલન કરશે, તો હું ઇઝરાયલીઓને તેમના પૂર્વજોને આપેલા દેશમાંથી તેમને કાઢી મૂકીશ નહિ.”


વિધવા અથવા અનાથને દુ:ખ ન દો.


જો તમે મને આધીન થશો તો દેશની ઉત્તમ પેદાશ ખાશો.


તેમણે તો કહ્યું, “દરેક જણ પોતાનાં દુષ્ટ આચરણથી ફરો અને અધમ કાર્યો તજી દો અને મેં પ્રભુએ તમને તથા તમારા પૂર્વજોને પ્રાચીન સમયથી જે ભૂમિ વારસા તરીકે આપી છે તેમાં સર્વદા વાસ કરો.


તો હવે તેથી તમારું સમગ્ર આચરણ અને તમારાં કાર્યો સુધારો અને તમારા ઈશ્વર પ્રભુની વાણી માનો; જેથી પ્રભુએ જે મહાન વિપત્તિ તમારા પર લાવવાની ધમકી ઉચ્ચારી છે તે વિષેનો તેમનો વિચાર માંડી વાળશે.


તે સમયે ઇઝરાયલના લોકો યહૂદિયાના લોકો સાથે જોડાઈ જશે અને બન્‍ને એકત્ર થઈને ઉત્તર દેશમાંથી નીકળીને તેમના પૂર્વજોને કાયમના વારસા તરીકે આપેલા વચનના દેશમાં તેઓ પાછા આવશે.


મેં મારા સંદેશવાહક સેવકોને તમારી પાસે મોકલીને વારંવાર આગ્રહથી કહેવડાવ્યું છે કે, તમારાં દુષ્ટ આચરણ તજો અને તમારાં કાર્યો સુધારો. અન્ય દેવોને અનુસરી તેમની પૂજા ન કરો; જેથી મેં તમને તથા તમારા પૂર્વજોને આપેલ દેશમાં તમે વસી શકશો, પણ તમે ધ્યાન આપ્યું નહિ, અને મારી વાણી સાંભળી નહિ.


પ્રભુ કહે છે,


તે પરથી મને લાગ્યું કે હવે મારા લોકો મારો આદર રાખશે, અને મારી શિખામણ ગ્રહણ કરશે અને મેં તેમને શિખવેલો પાઠ ભૂલી જશે નહિ. પણ તેઓ બહુ વહેલા ભૂંડાં કામો કરવા તરફ વળી ગયા.”


આજે હું તમને ઈશ્વરના જે નિયમો અને ફરમાનો શીખવું છું તેમનું પાલન કરો; જેથી તમારું અને તમારા પછી તમારા સંતાનોનું ભલું થાય અને જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને સદાને માટે આપે છે તેમાં તમે લાંબો સમય વસવાટ કરો.”


Lean sinn:

Sanasan


Sanasan