Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 7:4 - પવિત્ર બાઇબલ C.L.

4 ‘આ પ્રભુનું મંદિર છે, આ પ્રભુનું મંદિર છે, આ પ્રભુનું મંદિર છે’: એવા ભ્રામક શબ્દો પર ભરોસો મૂકશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 ‘યહોવાનું મંદિર, યહોવાનું મંદિર, યહોવાનું મંદિર આ છે, ’ એવું કહીને જૂઠાં વચનો પર ભરોસો ન રાખો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 “યહોવાહનું સભાસ્થાન! યહોવાહનું સભાસ્થાન, યહોવાહનું સભાસ્થાન અહીંયાં છે!” એવું કહીને જૂઠાં વચનો પર વિશ્વાસ ન રાખો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 પરંતુ તે લોકોનો વિશ્વાસ કરતાં નહિ, જેઓ જૂઠું બોલતા એમ કહેતા રહે છે, “યહોવાનું મંદિર, યહોવાનું મંદિર, યહોવાનું મંદિર અહીયાં જ છે.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 7:4
16 Iomraidhean Croise  

તો હું મારા ઇઝરાયલ લોકને મેં તેમને આપેલા દેશમાંથી હાંકી કાઢીશ. મારે નામે મારી ભક્તિ કરવા સદાના સ્થાન તરીકે પવિત્ર કરેલા આ મંદિર પરથી મારી દૃષ્ટિ ફેરવી લઈશ. ઇઝરાયલી લોકો અન્ય સર્વ લોકોમાં ઠઠ્ઠામશ્કરી અને તિરસ્કારને પાત્ર બની જશે.


તમે તો પવિત્ર શહેરના નાગરિક છો અને જેમનું નામ સર્વસમર્થ યાહવે છે તે ઇઝરાયલના ઈશ્વર પર આધાર રાખો છો.


કોઈ સાચો દાવો માંડતું નથી કે સાચી દલીલો કરતું નથી. સૌ કોઈ વ્યર્થ દલીલો પર મદાર બાંધે છે, ને જૂઠું બોલે છે. તમે પ્રપંચનો ગર્ભ ધરો છો અને અધર્મનો પ્રસવ કરો છો.


પ્રભુ આમ કહે છે, “આકાશ મારું રાજ્યાસન અને પૃથ્વી મારું પાયાસન છે; તો તમે મારે માટે કેવા પ્રકારનું ઘર બાંધશો? મારું નિવાસસ્થાન કેવું બનાવશો?”


પછી સંદેશવાહક યર્મિયાએ સંદેશવાહક હનાન્યાને કહ્યું, “હે હનાન્યા સાંભળ! પ્રભુએ તને મોકલ્યો નથી અને તું આ લોકોને જૂઠા સંદેશ પર વિશ્વાસ કરવા પ્રેરે છે.


એમની એવી દશા થશે કારણ કે તેમણે ઇઝરાયલમાં નિર્લજ્જ કાર્યો કર્યા છે. તેમણે પરસ્ત્રીઓ સાથે વ્યભિચાર કર્યો છે અને મેં તેમને ફરમાવ્યો નહોતો એવો જૂઠો સંદેશ તેમણે મારે નામે પ્રગટ કર્યો છે. પણ હું એ બરાબર જાણું છું અને હું તેનો નજરસાક્ષી છું. હું પ્રભુ પોતે આ બોલું છું.”


જ્યારે હકીક્તમાં કલ્યાણ નથી ત્યારે ‘કલ્યાણ હો, કલ્યાણ હો,’ એમ કહીને તેઓ મારા લોકનો કારી ઘા રૂઝવવા ઉપરછલ્લો ઉપચાર કરે છે.


તેથી મારે નામે ઓળખાતું આ મંદિર, જેના પર તમે ભરોસો રાખો છો, અને જે સ્થળ મેં તમારા પૂર્વજોને અને તમને આપ્યું હતું તેની દશા શીલોહ જેવી જ કરીશ.


તમારાં જૂઠાણાને માની લેનાર મારા લોકો આગળ જૂઠું બોલીને તમે મૂઠી જવ અને ટુકડો રોટલાને માટે જેઓ મરવાને પાત્ર નથી એવાને તમે મારી નાખો છો અને જેઓ જીવવાને પાત્ર નથી એવાને તમે જીવતા રાખો છો અને એમ કરીને મારા લોકમાં તમે મને અપમાનિત કર્યો છે.”


શહેરના અધિકારીઓ લાંચ માટે વહીવટ કરે છે અને યજ્ઞકારો પગાર લઈને મોશેનો નિયમ સમજાવે છે. સંદેશવાહકો પૈસા લઈને સંદર્શનો જણાવે છે, ને પાછા એવો દાવો કરે છે કે, “પ્રભુ આપણી સાથે છે, આપણા પર કંઈ વિપત્તિ આવી પડવાની નથી.”


તે સમયે તમે, મારા લોકોએ મારી વિરુદ્ધ કરેલા બંડને લીધે તમારે શરમાવું નહિ પડે. હું ઘમંડી અને ઉદ્ધત માણસોને દૂર કરીશ અને તમે મારા પવિત્ર પર્વત પર ક્યારેય મારી વિરુદ્ધ બંડ કરશો નહિ.


તમે તમારા પાપથી પાછા ફર્યા છો એવું દર્શાવતાં કાર્યો કરો. તમારા મનમાં એમ ન કહેશો કે અબ્રાહામ અમારો પૂર્વજ છે: હું તમને કહું છું કે ઈશ્વર તો આ પથ્થરોમાંથી પણ અબ્રાહામનાં સંતાનો બનાવી શકે તેમ છે.


Lean sinn:

Sanasan


Sanasan