Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 7:34 - પવિત્ર બાઇબલ C.L.

34 હું યહૂદિયાનાં નગરોમાંથી અને યરુશાલેમની શેરીઓમાંથી આનંદ અને હર્ષના અવાજો તથા વર અને કન્યાનો કિલ્લોલ બંધ કરી દઈશ, અને સમગ્ર દેશ ઉજ્જડ થઈ જશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 ત્યારે યહૂદિયાનાં નગરોમાં તથા યરુશાલેમના મહોલ્લાઓમાં આનંદનો સ્વર તથા હર્ષનો સ્વર, વરનો સ્વર તથા કન્યાનો સ્વર હું બંધ પાડીશ; કેમ કે દેશ ઉજ્જડ થઈ જશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 ત્યારે યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં આનંદનો તથા હર્ષનો સાદ અને કન્યાનો સાદ હું બંધ કરીશ. કેમ કે દેશ ઉજ્જડ થઈ જશે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 ત્યારે હું યહૂદિયાના ગામોમાંથી અને યરૂશાલેમની શેરીઓમાંથી આનંદના અને હર્ષના અવાજો અને વરવધૂના કિલોલ-હષોર્લ્લાસ બંધ કરીશ. જેથી સમગ્ર પ્રદેશ ઉજ્જડ વેરાન વગડો બની જશે.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 7:34
23 Iomraidhean Croise  

તે રાત વંધ્યા બની રહો; તેમાં કંઈ હર્ષનાદ ન થાઓ.


તેમના શ્રેષ્ઠ યુવાનો અગ્નિથી બળી મર્યા, ત્યારે યુવાન કન્યાઓનાં લગ્નગીત ગવાયાં નહિ.


“તમારો દેશ ઉજ્જડ થયો છે, અને તમારાં નગરોને અગ્નિથી બાળી નાખવામાં આવ્યાં છે. પરદેશીઓ તમારી નજરોનજર ખેતરો સફાચટ કરી નાખે છે અને તેમને ખેદાનમેદાન કરી નાખે છે.


શહેરના દરવાજા શોકવિલાપ કરશે, બલ્કે તે ઉજ્જડ બની જમીનદોસ્ત થઈ જશે.


મેં પૂછયું, “પ્રભુ, આવું ક્યાં સુધી ચાલશે?” તેમણે જવાબ આપ્યો, “નગરો ખંડિયેર બનીને નિર્જન થાય, ઘરો વસ્તી વગરનાં બની જાય અને જમીન વેરાન અને પડતર બની જાય ત્યાં સુધી એમ થશે.


કારણ, હું ઇઝરાયલનો ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહું છું, કે આ સ્થળે તારી નજર સામે, તારી હયાતીમાં જ હું આનંદ અને હર્ષના પોકાર તથા વર અને કન્યાના કિલ્લોલ શાંત પાડી દઈશ.


યહૂદિયાના રાજાના મહેલ વિષે પ્રભુ આ પ્રમાણે કહે છે: “આ મહેલ મારે માટે ગિલ્યાદના વનપ્રદેશ જેવો અને લબાનોન પર્વતના શિખર જેવો ચડિયાતો છે. પણ હું શપથપૂર્વક કહું છું કે હું તેને વેરાન કરી દઈશ અને કોઈ તેમાં વસશે નહિ.


હું તેમની મધ્યેથી આનંદ અને હર્ષના પોકાર, વરકન્યાઓનો કિલ્લોલ, ધાન્ય દળવાની ઘંટીનો અવાજ તથા દીવાનો પ્રકાશ બંધ પાડીશ.


તેમનું સાંભળશો નહિ, પણ બેબિલોનના રાજાને આધીન થાઓ એટલે તમે જીવતા રહેશો! શા માટે આ નગર ઉજ્જડ બની જાય?


પ્રભુ આ પ્રમાણે કહે છે: “લોકો કહે છે કે આ સ્થાન તો ઉજ્જડ છે તેમાં કોઈ જનજનાવર વસતું નથી. એટલે કે, યહૂદિયાનાં નગરો અને યરુશાલેમની શેરીઓ ઉજ્જડ છે અને માણસો કે પ્રાણીઓ ત્યાં વસતાં નથી.


પણ આ સ્થળોમાં ફરીથી આનંદ અને હર્ષના પોકાર અને વરકન્યાનો કિલ્લોલ સંભળાશે, અને લોકો પ્રભુના મંદિરમાં આભારબલિ ચડાવતી વખતે સ્તુતિ ગાશે: ‘સેનાધિપતિ પ્રભુનો આભાર માનો, કેમકે તે ભલા છે અને તેમનો અવિચળ પ્રેમ સર્વકાળ ટકે છે.’ હું આ દેશની પરિસ્થિતિ પલટી નાખીશ અને તેને પહેલાંની જેમ આબાદ બનાવીશ. હું પ્રભુ આ બોલું છું.”


મેં જોયું તો ફળદ્રુપ જમીન વેરાન થઈ ગઈ હતી. તેનાં નગરો ખંડેર બની ગયાં હતાં; કારણ, પ્રભુનો કોપ અતિ ઉગ્ર હતો.


અરે, પ્રભુએ પોતે કહ્યું છે કે સમસ્ત ધરતી વેરાન થઈ જશે, તો પણ હું તેનો સંપૂર્ણ વિનાશ કરીશ નહિ.


તેથી મેં મારો ભયાનક કોપ તમારા પર રેડી દીધો અને યહૂદિયાનાં નગરો અને યરુશાલેમની શેરીઓને બાળી નાખ્યાં અને તેઓ પાયમાલ અને ઉજ્જડ થઈ ગયાં અને આજે પણ એમ જ છે.”


વડીલો હવે શહેરના દરવાજે બેસતા નથી અને યુવાનો ગીત ગાતા નથી.


હું તારાં ગાયનોનો આલાપ બંધ કરાવીશ અને તારી વીણાના સૂરો ફરી કદી સંભળાશે નહિ.


હિંસા વકરીને દુષ્ટતાની લાઠી બની ગઈ છે. તેઓમાંનો કોઈ બચવાનો નથી. નથી તેમની ધનદોલત બચવાની, કે નથી તેમનો વૈભવ કે માનમરતબો રહેવાનાં.


હું તેનાં બધાં પર્વો એટલે તેના ઉત્સવો, ચાંદ્રમાસના પ્રથમ દિવસો, સાબ્બાથો અને નિયત થયેલ સર્વ ધાર્મિક સંમેલનોનો અંત આણીશ.


મને ભૂલી જઈને તે બઆલની આગળ ધૂપ બાળતી હતી અને નાકની વાળી તથા આભૂષણો પહેરીને આશકોની પાછળ પાછળ ભટક્તી હતી તે દિવસોને માટે હું તેને સજા કરીશ.” પ્રભુ પોતે એમ કહે છે.


હું તમારા પર યુલ મોકલીશ અને તમને પરદેશમાં વેરવિખેર કરી નાખીશ. તમારો દેશ વેરાન બની જશે અને તમારાં નગરો ખંડિયેર થઈ જશે.


પરંતુ પૃથ્વી તેમાં વસનાર લોકોની દુષ્ટતાને લીધે વેરાન બની જશે.


હુન્‍નરઉદ્યોગનો એકપણ કારીગર તારે ત્યાં મળશે નહિ અને દળવાની ઘંટીનો અવાજ પણ સંભળાશે નહિ. દીવાનો પ્રકાશ પણ તારે ત્યાં ફરી દેખાશે નહિ અને વરકન્યાનો કિલ્લોલ પણ તારે ત્યાં સંભળાશે નહિ. તારા વેપારીઓ આખી દુનિયામાં પ્રખ્યાત હતા. તેં તારા જાદુમંતરથી આખી દુનિયાના લોકોને છેતર્યા છે!”


Lean sinn:

Sanasan


Sanasan