Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 6:9 - પવિત્ર બાઇબલ C.L.

9 સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “દ્રાક્ષવાડીમાંથી બધી દ્રાક્ષ તોડી લેવામાં આવે તેમ ઇઝરાયલમાંના બાકી રહી ગયેલાંને પણ લઈ જવામાં આવશે. યર્મિયા, તે માટે દ્રાક્ષ વીણનારની માફક ફરીથી તારો હાથ ડાળીઓ પર ફેરવ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “ઇઝરાયલમાંનું જે બાકી રહ્યું હોય તે તો દ્રાક્ષાની જેમ તમામ વીણી લેવામાં આવશે. દ્રાક્ષા તોડનારની જેમ તું તારો હાથ ડાંખળીમાં ફરી ફેરવ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 સૈન્યોના ઈશ્વર યહોવાહ કહે છે; ઇઝરાયલમાં જે થોડા બાકી રહેલા હશે તેઓને દ્રાક્ષની પેઠે વીણીને લઈ જવામાં આવશે. દ્રાક્ષા તોડનારની પેઠે તું તારો હાથ ફરી ડાળખી પર ફેરવ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 સૈન્યોના દેવ યહોવાએ મને કહ્યું, “તમારા પર એક પછી એક આફત આવી પડશે અને ઇસ્રાએલમાં જે થોડાં બાકી રહેલા હશે તેઓને શોધીને લઇ જવામાં આવશે. દ્રાક્ષા તોડનાર વેલા પર ચૂંટાયા વગર રહી ગયેલી દ્રાક્ષાઓને એકત્ર કરવા ફરીથી વેલાને તપાસી જુએ છે, તેમ બચાવી લીધેલા મારા થોડા લોકોને તું જરૂર જોતો હોઇશ.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 6:9
7 Iomraidhean Croise  

અલબત્ત, કોઈ જીવતું રહેવા પામશે નહિ; કારણ, અનાથોથના લોકો પર હું નક્કી કરેલા સમયે આપત્તિ લાવીશ.”


પ્રભુ કહે છે, “આ લોકોને પકડવા હું ઘણા માછીમારોને બોલાવીશ. પછી હું ઘણા શિકારીઓને બોલાવીશ અને તેઓ દરેક પર્વત, ટેકરા કે ખડકનાં પોલાણોમાંથી તેમનો શિકાર કરશે.


દ્રાક્ષ ઉતારનારા દ્રાક્ષવેલા પર થોડી દ્રાક્ષો રહેવા દે છે, અને ચોરો રાત્રે ચોરી કરે તો તેમને જે જોઈએ તે જ ચોરી જાય છે;


વળી, આ દુષ્ટ પ્રજાના બાકી રહી ગયેલા જનોને જે સ્થળોમાં હું નસાડી મૂકું ત્યાં તેમને જીવવા કરતાં મરવું વિશેષ પસંદ પડશે. આ હું સેનાધિપતિ સર્વશક્તિમાન પ્રભુ એ બોલું છું.”


પછી અગ્નિ પર અધિકાર ધરાવનાર બીજો એક દૂત વેદીએથી બહાર આવ્યો. તેણે મોટે અવાજે ધારદાર દાતરડાવાળા દૂતને બૂમ પાડી, “તારું દાતરડું ચલાવ અને પૃથ્વીની દ્રાક્ષવાડીમાંથી દ્રાક્ષો કાપી લે, કારણ, દ્રાક્ષો પાકી ગઈ છે!”


Lean sinn:

Sanasan


Sanasan