Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 6:30 - પવિત્ર બાઇબલ C.L.

30 તેઓ તો રૂપાના નકામા કચરા જેવા છે. કારણ, મેં પ્રભુએ તેમને કચરો ગણીને ફેંકી દીધા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 લોકો તેમને નકારેલું રૂપું કહેશે, કેમ કે યહોવાએ તેમને નકાર્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 તેઓને “નકામી ચાંદી,” કહેવામાં આવશે કેમ કે યહોવાહે તેઓનો નકાર કર્યો છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 તેઓ નકારેલી ચાંદી એમ કહેવાય છે. કારણ કે યહોવાએ તેમનો નકાર કર્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 6:30
16 Iomraidhean Croise  

પ્રભુએ સર્વ ઇઝરાયલીઓનો ત્યાગ કર્યો અને તેમને શિક્ષા કરી તેમને તેમના ક્રૂર શત્રુઓના હાથમાં સોંપી દીધા અને અંતે તેમણે તેમને પોતાની આંખો આગળથી દૂર કર્યા.


તમારી દષ્ટિમાં પૃથ્વીના બધા દુષ્ટો કચરા સમાન છે, તેથી હું તમારા આદેશો પર પ્રેમ રાખું છું.


ભૂતકાળમાં ક્યારેય ન થયા હોય એવા આતંક્તિ તેઓ થશે. કારણ, ઈશ્વર પોતાના લોકના દુશ્મનોનાં હાડકાં વિખેરી નાખશે. ઈશ્વરે તેમનો ત્યાગ કર્યો છે, તેથી તેઓ પરાજયથી લજ્જિત થશે.


ચાંદીમાંથી ભેગ દૂર કર્યા પછી જ સોની તેમાંથી આભૂષણ ઘડી શકે છે;


હે યરુશાલેમ નગરી, એકવાર તું ચાંદી જેવી હતી, પણ અત્યારે તો તું કથીર બની ગઈ છે. તું ઉત્તમ દ્રાક્ષાસવ જેવી હતી, પણ અત્યારે તો પાણીમિશ્રિત દ્રાક્ષાસવ જેવી બની ગઈ છે.


હું તારી વિરુદ્ધ મારો હાથ ઉગામીશ. હું તને અગ્નિની ભઠ્ઠીમાં તાવીને તારી બધી જ અશુદ્ધતા દૂર કરીશ.


હે પ્રભુ, શું તમે યહૂદિયાનો સંપૂર્ણપણે ત્યાગ કર્યો છે? શું તમે સિયોનને તમારા મનથી ધિક્કારો છો? તો પછી ફરી સાજા થવાની આશા જ ન રાખી શકાય એવી અસહ્ય ઈજા શા માટે પહોંચાડો છો? અમે આબાદીની આશા રાખી હતી, પણ કંઈ હિત થયું નહિ; સાજા થવાની આશા હતી, પણ એને બદલે આતંક આવી પડયો!


પ્રભુએ મને કહ્યું, “યર્મિયા, જ્યારે મારા લોક, સંદેશવાહકો કે યજ્ઞકારોમાંથી તને કોઈ મારા સંદેશાના સંદર્ભમાં આવું પૂછે કે, ‘પ્રભુનો બોજ શો છે?’ ત્યારે તું તેમને જવાબ આપજે. ‘તમે જ પ્રભુનો બોજ છો!’ અને પ્રભુ કહે છે કે હું એ બોજને એટલે તમને ફેંકી દઈશ.


પ્રભુ તરફથી યર્મિયાને આ સંદેશો મળ્યો:


શોક દર્શાવવા મુંડન કરાવી લટો ફગાવી દો, ઉજ્જડ ટેકરીઓ પર વિલાપગીત ગાઓ; કારણ, મેં પ્રભુએ ક્રોધે ભરાઈને આ પેઢીની પ્રજાને તરછોડી દીધી છે.


શું તમે અમને સદાકાળ માટે તજી દીધા છે? શું તમારા ક્રોધને કોઈ સીમા નથી?


મારા ઈશ્વર તેમનો નકાર કરશે, કારણ, તેમણે તેમનું સાંભળ્યું નથી. તેથી તેઓ વિદેશી પ્રજાઓમાં ભટકશે.


મારો તિરસ્કાર કરનાર ત્રણ ઘેટાંપાળકોના સંબંધમાં મારી ધીરજ ખૂટી ગઈ, અને એક જ માસમાં હું તેમનાથી છૂટો થઈ ગયો.


સમગ્ર માનવજાતમાં તમે મીઠા સમાન છો. પણ જો મીઠું પોતાનો સ્વાદ ગુમાવે, તો તે શાથી ખારું કરાશે? પછી તો તે બિનઉપયોગી બન્યું હોવાથી તેને નાખી દેવામાં આવે છે અને તે લોકોના પગ તળે કચડાય છે.


તો હું પૂછું છું કે, શું ઈશ્વરે પોતાના લોકને તજી દીધા છે? બેશક નહિ. હું પોતે ઇઝરાયલી છું, અબ્રાહામનો વંશજ છું, બિન્યામીનના કુળનો છું.


Lean sinn:

Sanasan


Sanasan