Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 6:26 - પવિત્ર બાઇબલ C.L.

26 પ્રભુ પોતાના લોકોને કહે છે, “હે મારાં સંતાનો, શોક પ્રદર્શિત કરવા તાટ પહેરીને રાખમાં આળોટો; જેમ કોઈ પોતાના એકનાએક પુત્રને માટે વિલાપ કરે, તેમ હૈયાફાટ રુદન કરો; કારણ, તમારો વિનાશક ઓચિંતો ત્રાટકશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 રે મારા લોકની દીકરી, ટાટ પહેરીને રાખમાં આળોટ; જેમ કોઈ પોતાના એકના એક પુત્રને માટે શોક તથા ભારે આક્રંદ કરે તેમ તું કર; કેમ કે આપણા પર લૂંટારા એકાએક આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 હે મારા લોકની દીકરી શોકનાં વસ્ત્રો ધારણ કરી રાખમાં બેસ. જેમ કોઈ પોતાના એકના એક દીકરાને માટે શોક તથા આક્રંદ કરે તેમ તું કર. કેમ કે આપણા પર લૂંટારા એકાએક ચઢી આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 હે મારા પ્રિય લોકો શોકનાં વસ્ત્રો ધારણ કરો, રાખમાં બેસો, અને એકના એક પુત્રને માટે હોય તેમ ભગ્નહૃદયે ચિંતા કર. કારણ કે વિનાશ કરનાર સૈન્યો એકાએક આપણા પર ચઢી આવશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 6:26
42 Iomraidhean Croise  

અને તીર ફેંકી શકાય તેટલે દૂર જઈને તે પોતાનું મોં ફેરવીને બેઠી અને બોલી, “મારે છોકરાને મરતો જોવો નથી.” પછી તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.


તેના કાનમાં ભયના ભણકારા વાગશે; આબાદીના સમયે જ લૂંટારા તેના પર ત્રાટકશે.


તેથી તેણે શરીરને ખંજવાળવા ઠીકરી લીધી અને રાખના ઢગલામાં જઈને બેઠો.


તે દિવસે સર્વસમર્થ પ્રભુ પરમેશ્વરે તમને રડવા તથા વિલાપ કરવા અને માથું મુંડાવવા તથા તાટ પહેરવા બોલાવ્યા.


તેથી મેં કહ્યું, “તમે સૌ મારાથી દૂર જાઓ. મને આક્રંદ કરવા દો. મારા લોકની પાયમાલીને કારણે મને આશ્વાસન આપવાની તસ્દી લેશો નહિ.”


ત્યારે સુગંધને બદલે દુર્ગંધ હશે; મુલાયમ કમરપટ્ટાને બદલે દોરડું હશે; ગૂંથેલા કેશને બદલે ટાલ હશે; કીમતી વસ્ત્રોને બદલે ચીંથરાં હશે અને સૌંદર્યને બદલે કલંક હશે!


એ અપરાધને કારણે તમારી હાલત મોટી તિરાડવાળી અચાનક તૂટી પડતી ઊંચી દીવાલ જેવી થશે.


ઓ સંતુષ્ટ સ્ત્રીઓ ધ્રૂજી ઊઠો! ઓ બેદરકાર પુત્રીઓ, ભયથી કાંપી ઊઠો! તમારાં વસ્ત્રો કાઢીને કમરે કંતાન વીંટો. છાતી કૂટીને રુદન કરો;


વેરાનપ્રદેશના ઉચ્ચપ્રદેશમાં થઈને વિનાશકો ચઢી આવ્યા છે. સમગ્ર દેશનો નાશ કરવા મેં યુદ્ધ લાદયું છે અને કોઈ કહેતાં કોઈને શાંતિ નથી.


પણ જો તમે સાંભળશો જ નહિ, તો તમારા અહંકારને લીધે મારો જીવ ગુપ્તમાં ઝૂરશે, હું ઊંડાં ડૂસકાં ભરતો રહીશ, અને મારી આંખો ચોધાર આંસુએ રડશે; કારણ, પ્રભુના લોકને બંદી બનાવીને લઈ જવાશે.


પછી પ્રભુએ મને મારા શોક વિષે લોકોને જણાવવાની આજ્ઞા આપી. મારા લોક સખત રીતે ઘવાયા છે અને તેમને કારી ઘા પડયા છે. તેથી મારી આંખોમાંથી ચોધાર આંસુ સતત વહે છે, અને રાતદિવસ મારું રુદન બંધ પડતું નથી


મેં જ તમારા દેશમાં દરિયાની રેતીના કણ કરતાં વધારે વિધવાઓ બનાવી છે. મેં તમારા જુવાનોને તેમની ભરજુવાનીમાં મારી નાખ્યા છે, અને તેમની માતાઓને વિલાપ કરાવ્યો છે; એમ મેં તેમના પર અચાનક વેદના અને આતંક મોકલ્યાં છે.


તમે મોકલેલા લૂંટારાઓ તેમના પર અચાનક ત્રાટકે, ત્યારે તેમના ઘરોમાંથી ભયાનક ચીસોના અવાજ ગાજી ઊઠો; કારણ, મને સપડાવવા માટે તેમણે ખાડો ખોદ્યો છે, અને મને ફસાવવા માટે જાળ બિછાવી છે.


“મેં એક ભયાનક ચીસ સાંભળી, તેમાં શાંતિનો નહિ, પણ આતંકનો પોકાર હતો,


“એ સમયે આ પ્રજાને તથા યરુશાલેમના લોકોને કહેવામાં આવશે: રણની ઉજ્જડ ટેકરીઓ પરથી લૂ સીધેસીધી મારા લોક પર ફૂંકાવાની છે; તે અનાજ ઉપણવા માટે કે સાફ કરવા માટે નહિ, પણ દઝાડવા માટે વપરાશે.


આપત્તિ પર આપત્તિ આવી પડે છે. આખો દેશ તારાજ થઈ ગયો છે. મારા લોકના તંબુઓ એકાએક પાડી નંખાયા છે; તેમના પડદા એકપળમાં ફાડી નંખાયા છે.


તેથી શોક પ્રદર્શિત કરવા કંતાન પહેરો, વિલાપ કરો અને પોક મૂકીને રડો; કારણ, પ્રભુનો ઉગ્ર કોપ આપણા પરથી ઊતર્યો નથી.


જ્યારે હકીક્તમાં કલ્યાણ નથી ત્યારે ‘કલ્યાણ હો, કલ્યાણ હો,’ એમ કહીને તેઓ મારા લોકનો કારી ઘા રૂઝવવા ઉપરછલ્લો ઉપચાર કરે છે.


સાંભળો, આખા દેશમાંથી મારા લોકના રુદનનો પોકાર સંભળાય છે. લોકો પૂછે છે, “શું પ્રભુ સિયોનનગરમાં નથી? શું સિયોનનગરનો રાજા ત્યાં ઉપસ્થિત નથી?” પ્રભુ કહે છે, “તો પછી તેમણે વ્યર્થ તથા પારકા દેવદેવીઓની મૂર્તિઓની પૂજા કરીને મને કેમ ચીડવ્યો છે?”


મારા લોકના ઘા જોઈને મારું હૃદય ઘાયલ થયું છે. હું શોકગ્રસ્ત છું, અને ભયભીત થયો છું.


મારું માથું પાણીનો ભંડાર હોત અને મારી આંખો આંસુઓનાં ઝરણાં હોત તો મારા લોકમાંથી માર્યા ગયેલાઓ માટે હું રાતદિવસ રુદન કર્યા જ કરત!


હું પર્વતોને માટે શોકગીત ગાઈશ, અને ઘાસચારાનાં મેદાનો માટે હું રુદન કરીશ. કારણ, તે એવાં સુકાઈ ગયાં છે કે ત્યાંથી કોઈ પસાર પણ થતું નથી! ત્યાં હવે ઢોરોનો અવાજ સંભળાતો નથી. આકાશનાં પક્ષીઓ અને પશુઓ નાસી છૂટીને જતાં રહ્યાં છે.


“તેથી મારી આંખોમાંથી આંસુ વહે છે. કોઈ મને દિલાસો દેતું નથી; કોઈ મને હિંમત આપતું નથી. દુશ્મનોએ મને હરાવી છે; મારા લોક નિરાધાર થયા છે.


આખી રાત તે કલ્પાંત કરે છે, તેના ગાલ પરથી આંસુ દદડયા કરે છે. તેના જૂના આશકોમાંનો કોઈ તેને આશ્વાસન આપવા આવ્યો નથી. તેના સાથીઓએ તેને દગો દીધો છે, અને હવે બધા તેના દુશ્મન બન્યા છે.


રુદનને લીધે મારી આંખોનું તેજ ઘટી ગયું છે, અને મારું દિલ દુ:ખી છે. મારા લોકની પાયમાલી થઈ છે અને તેના દુ:ખમાં હું નિર્ગત થઈ ગયો છું. શહેરના માર્ગો પર કિશોરો અને નાનાં બાળકો મૂર્છા પામે છે.


મારા મુખને કાંકરામાં ઢસડીને તેમણે મારા દાંત ભાંગી નાખ્યા છે અને મને રાખમાં રગદોળ્યો છે.


મારા લોકના વિનાશને લીધે મારી આંખોમાંથી આંસુની નદીઓ વહી જાય છે.


મારા લોક પર આવેલી આફત ભયંકર છે. પ્રેમાળ માતાઓએ પોતાનાં જ બાળકોને ખોરાકને માટે બાફયાં છે.


વરુ પણ પોતાનાં બચ્ચાંને સ્તનપાન કરાવે છે, પણ મારા લોક પોતાનાં બાળકો પ્રત્યે શાહમૃગ જેવા નિર્દયી થયા છે.


ઈશ્વરના હાથે સદોમનો એકાએક નાશ થયો હતો; છતાં મારા લોકને તો તેના કરતાં પણ વધુ સજા થઈ છે.


વળી, હું તમારા ઉત્સવોને અંતિમવિધિમાં ફેરવી નાખીશ અને તમારાં આનંદનાં ગીતોને વિલાપગીતોમાં પલટી નાખીશ. તમારે માંથુ મુંડાવી નાખવું પડે અને કંતાનનાં વસ્ત્રો ધારણ કરવાં પડે એવું હું કરી દઈશ, અને પોતાના એકનાએક પુત્રના વિયોગથી શોક કરતા હોય તેવા માબાપના જેવા તમે બની જશો. એ દિવસ આખો નર્યા દુ:ખનો હશે.”


એ સમાચાર સાંભળીને નિનવેનો રાજા પણ પોતાની ગાદી પરથી ઊતરી પડયો, પોતાનો રાજવી પોષાક ઉતારી નાખ્યો અને કંતાનનાં વસ્ત્ર પહેરી રાખમાં બેઠો.


“હું દાવિદના વંશજો અને યરુશાલેમના અન્ય લોકોને દયાના આત્માથી અને પ્રાર્થનાના આત્માથી ભરી દઈશ; જેને તેમણે ઘા કરીને મારી નાખ્યો છે, તેના તરફ તેઓ જોશે અને પોતાના એકના એક સંતાનના મરણને લીધે કોઈ રડે તેમ તેને માટે તેઓ રડશે. પોતાનો પ્રથમજનિત પુત્ર ગુમાવ્યો હોય તેની જેમ તેઓ આક્રંદ કરશે.”


તે નગરના દરવાજે આવી પહોંચ્યા. તેમણે જોયું કે એક મૃત માણસને ઊંચકીને લોકો બહાર લઈ જતા હતા.


દુ:ખી થાઓ, વિલાપ કરો ને રુદન કરો. તમારા હાસ્યને રુદનમાં અને આનંદને શોકમાં ફેરવી નાખો.


હવે હે ધનિકો, મારું સાંભળો! તમારા પર આવી પડનાર દુ:ખોને લીધે રુદન અને વિલાપ કરો.


Lean sinn:

Sanasan


Sanasan