Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 6:22 - પવિત્ર બાઇબલ C.L.

22 પ્રભુ આ પ્રમાણે કહે છે, “જુઓ, ઉત્તર તરફના દેશમાંથી એક પ્રજા આવી રહી છે, પૃથ્વીના અંતિમ ભાગમાંથી એક બળવાન પ્રજા ચડાઈ કરવા આવી રહી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 યહોવા આ પ્રમાણે કહે છે, “જુઓ, ઉત્તર દિશાથી લોકો આવે છે; અને પૃથ્વીના છેક છેડેથી એક મોટી પ્રજા ચઢી આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 યહોવાહ આ પ્રમાણે કહે છે; જુઓ, ઉત્તરમાંથી એક પ્રજા આવી રહી છે અને પૃથ્વીના છેક છેડેથી એક બળવાન પ્રજા ચઢી આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 યહોવા કહે છે, “ઉત્તરમાંથી એક પ્રજા આવી રહી છે, પૃથ્વીને દૂરને છેડે એક બળવાન પ્રજા યુદ્ધની તૈયારી કરી રહી છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 6:22
18 Iomraidhean Croise  

પણ જો તમે મારી તરફ પાછા ફરશો અને મારી આપેલી આજ્ઞાઓ પ્રમાણે વર્તશો તો તમે પૃથ્વીના છેડાઓ સુધી વિખેરાયેલા હશો તો પણ જે સ્થાન મેં મારે નામે ભજન કરવા માટે પસંદ કર્યું છે ત્યાં હું તમને પાછા લાવીશ.


અરે, સાંભળો; સમાચાર આવ્યા છે, ઉત્તર તરફના દેશમાંથી મોટો કોલાહલ સંભળાય છે; યહૂદિયાનાં નગરો ઉજ્જડ કરી દેવા અને તેમને શિયાળોનો વાસ બનાવી દેવા લશ્કર આવી રહ્યું છે!


હે યરુશાલેમ, તારી નજર ઉઠાવીને જો! ઉત્તર તરફથી તારા શત્રુઓ આવી રહ્યા છે. ઘેટાંના ટોળાની જેમ તને જેની સંભાળ સોંપાઈ હતી અને જેનું તને ગૌરવ હતું તે તારા લોક કયાં છે?


સેનાધિપતિ પ્રભુ કહે છે, “એક પછી એક દેશ પર વિપત્તિ આવી રહી છે અને પૃથ્વીના દૂર દૂરના વિસ્તારોથી એક મોટું વાવાઝોડું ફુંકાવાનું છે.


તેથી હું ઉત્તરની બધી પ્રજાઓને અને મારા સેવક બેબિલોન દેશના રાજા નબૂખાદનેસ્સારને લઈ આવીશ. આ યહૂદિયાના દેશ તથા તેના બધા રહેવાસીઓ અને આસપાસના બધા દેશો સામે યુદ્ધ કરવા હું તેમને લઈ આવીશ. મેં આ દેશોનો તથા તેની આસપાસના દેશોનો સંપૂર્ણ સંહાર કરવાનું નક્કી કર્યું છે. હું તેમની એવી દશા કરીશ કે લોકો એ જોઈને ડઘાઈ જશે, આઘાત પામશે અને તેમની હંમેશને માટે નામોશી થશે.


“મેં એક ભયાનક ચીસ સાંભળી, તેમાં શાંતિનો નહિ, પણ આતંકનો પોકાર હતો,


યરુશાલેમની આસપાસ લોકોને ખબર આપો કે દૂર દેશથી ઘેરો ઘાલનાર શત્રુઓ આવી રહ્યા છે. તેઓ યહૂદિયાનાં નગરો સામે યુદ્ધનાદ ગજવે છે.


સિયોન તરફ માર્ગ દર્શાવતું નિશાન ઊભું કરો, વિના વિલંબે સલામત સ્થળે નાસી છૂટો; કારણ, હું પ્રભુ તમારા પર ઉત્તર તરફથી આફત અને ભારે વિનાશ લાવું છું.


પ્રભુ કહે છે, “જુઓ, ઉત્તરમાં પૂર ચઢે છે, અને ઘોડાપૂરની માફક તે સમસ્ત દેશ પર, નગરો અને તેના રહેવાસીઓ પર ફરી વળશે. ત્યારે લોકો વિલાપ કરશે અને દેશના સર્વ રહેવાસીઓ કરુણ આક્રંદ કરશે.


હે ઇઝરાયલના લોકો, પ્રભુ કહે છે, “હું તમારા પર આક્રમણ કરવા દૂરથી એક રાષ્ટ્રને લાવું છું. તે પ્રાચીન અને બળવાન પ્રજા છે અને તેની ભાષા તમે જાણતા નથી અને તેના લોકોની બોલી તમે સમજી શક્તા નથી.


તેમના ભાથાં ઉઘાડી કબર જેવાં છે. તેઓ સૌ શૂરવીર સૈનિકો છે.


ઓ બિન્યામીનના લાકો, બચાવ માટે યરુશાલેમમાંથી નાસી છૂટો. તકોઆમાં રણશિંગડું વગાડો અને બેથ-હાક્કેરેમમાં મશાલ પેટાવીને તેના સંકેતથી ચેતવણી આપો. કારણ, ઉત્તર તરફથી આફત અને ભારે વિનાશ ઝળુંબી રહ્યાં છે.


હું તમારા પર મારો કોપ રેડીશ અને મારો ક્રોધાગ્નિ વરસાવીશ. હિંસાખોર અને ક્રૂર માણસોના હાથમાં હું તમને સોંપી દઇશ.


“તે માટે, હે ઓહલીબા, હું પ્રભુ પરમેશ્વર તને કહું છું કે, તારા જે આશકો પરથી તારું મન ઊઠી ગયું છે તેમને જ હું તારી વિરુદ્ધ ઊભા કરીશ અને તેઓ તને ચારે તરફથી ઘેરી વળે તેવું હું કરીશ.


હું બેબિલોનની ઝનૂની અને આક્રમક પ્રજાને ઉશ્કેરી રહ્યો છું. તેઓ બીજાઓનાં રહેઠાણની ભૂમિ પચાવી પાડવા સમસ્ત પૃથ્વી પર કૂચ કરે છે.


જેની ભાષા તમે જાણતા નથી એવી પ્રજાને પ્રભુ ખૂબ દૂરથી, એટલે છેક પૃથ્વીને છેડેથી તમારી વિરૂધ લાવશે. તે તમારા પર ગરૂડની જેમ તરાપ મારશે.


Lean sinn:

Sanasan


Sanasan