Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 52:8 - પવિત્ર બાઇબલ C.L.

8 પરંતુ ખાલદીઓના સૈન્યે સિદકિયાનો પીછો કર્યો અને તેને યરીખોના મેદાનમાં પકડી પાડયો; અને તેના બધા સૈનિકો તેને છોડીને આમતેમ નાસી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પણ ખાલદીઓનું સૈન્ય રાજાની પાછળ પડયું, ને યરીખોના મેદાનમાં સિદકિયાને પકડી પાડયો, અને તેનું બધું સૈન્ય તેને મૂકીને આમતેમ નાસી ગયું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પરંતુ ખાલદીઓના સૈન્યએ રાજાનો પીછો પકડ્યો અને યરીખોના મેદાનમાં તેને પકડી પાડ્યો. અને તેનું આખું સૈન્ય તેને છોડીને વેરવિખેર થઈ ગયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 પરંતુ ખાલદીઓની સૈનાએ તેનો પીછો પકડ્યો અને યરીખોના મેદાનમાં તેને પકડી પાડ્યો, અને તેની આખી સૈના તેને છોડીને વેરવિખેર થઇ ગઇ.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 52:8
13 Iomraidhean Croise  

વળી, હું પ્રભુ જ આ કહું છું કે તે પછી હું તને સિદકિયાને, અધિકારીઓને તથા રોગ, યુદ્ધ કે દુકાળમાંથી બચી ગયેલા બાકીના લોકોને નબૂખાદનેસ્સાર રાજાના હવાલામાં સોંપી દઈશ અને તમને મારી નાખવાનો લાગ શોધનારા તમારા શત્રુઓના હાથમાં સોંપી દઈશ. તે કોઈપણ જાતની દયા, દરગુજર કે કરુણા રાખ્યા વગર બધાનો સંહાર કરશે.”


યહૂદિયાનો રાજા સિદકિયા ખાલદીઓના સકંજામાંથી છટકી શકશે નહિ, પણ તેને બેબિલોનના રાજાના હાથમાં અચૂક સોંપી દેવાશે. તે તેને નજરોનજર જોશે અને તેની સાથે રૂબરૂમાં વાત કરશે.


બેબિલોનના રાજાના લશ્કરે અત્યારે તો ઘેરો ઉઠાવી લીધો છે પણ પછી તે આક્રમણ કરશે. ત્યારે હું યહૂદિયાના રાજા સિદકિયાને તથા તેના અધિકારીઓને તેમની હત્યા કરવા ટાંપી રહેલા દુશ્મનોના અને તેના લશ્કરના હાથમાં સોંપી દઈશ.


ત્યાર પછી સિદકિયા રાજાએ માણસ મોકલીને યર્મિયાને બોલાવડાવ્યો અને રાજમહેલની અંદર તેને ખાનગીમાં પૂછયું, “શું પ્રભુ તરફથી કોઈ સંદેશ છે?” યર્મિયાએ ઉત્તર આપ્યો. “હા, તને બેબિલોનના રાજાના હાથમાં સોંપી દેવામાં આવશે.”


પછી યર્મિયાએ સિદકિયા રાજાને પૂછયું, “તારી કે તારા અધિકારીઓની કે આ લોકોની વિરુદ્ધ મેં શો ગુનો કર્યો છે કે તમે બધાએ મને કેદમાં નાખ્યો છે?


વળી, મેં કહ્યું, “તારી બધી પત્નીઓ તમારાં બાળકો સહિત ખાલદીઓની પાસે લઈ જવાશે અને તું પોતે પણ તેમના સકંજામાંથી છટકી શકશે નહિ. બેબિલોનનો રાજા તને કેદી તરીકે પકડીને લઈ જશે અને આ નગરને સળગાવીને ભસ્મીભૂત કરી દેવામાં આવશે.”


પરંતુ ખાલદીઓના લશ્કરે તેમનો પીછો કર્યો અને તેમણે સિદકિયાને યરીખોના મેદાનમાં પકડી પાડયો. પછી તેઓ તેને કેદ કરીને હમાથપ્રદેશના રિબ્લાહનગરમાં બેબિલોનના રાજા નબૂખાદનેસ્સાર પાસે લાવ્યા. તેણે સિદકિયાને આ પ્રકારની સજા કરી.


Lean sinn:

Sanasan


Sanasan