24 તે ઉપરાંત, અંગરક્ષકદળનો વડો નબૂઝારઅદાન મુખ્ય યજ્ઞકાર સરાયાને, તેનાથી બીજા દરજ્જાના યજ્ઞકાર સફાન્યાને અને મંદિરના બીજા ત્રણ દ્વારપાળ યજ્ઞકારોને પણ લઈ ગયો.
પછી યોશિયાએ પ્રમુખ યજ્ઞકાર હિલકિયા, તેના મદદનીશ યજ્ઞકારો અને મંદિરના પ્રવેશદ્વારના સંરક્ષકોને મંદિરમાંથી બઆલની, અશેરા દેવીની તથા નક્ષત્ર મંડળની પૂજા માટે વપરાતી સાધનસામગ્રી બહાર કાઢી નાખવા આદેશ આપ્યો. પછી રાજાએ એ બધી સાધનસામગ્રી યરુશાલેમ શહેર બહાર કિદ્રોનની ખીણમાં લઈ જઈને બાળી નાખી, અને પછી એની રાખ બેથેલ મોકલી આપી.
વળી, અંગરક્ષકદળનો વડો નબૂઝારઅદાન મુખ્ય યજ્ઞકાર સરાયાને તેના પછીના દરજ્જાના યજ્ઞકાર સફાન્યાને અને મંદિરના બીજા ત્રણ મહત્ત્વના દ્વારપાળ યજ્ઞકારોને લઈ ગયો.
એ બનાવો બન્યા પછી સમ્રાટ આર્તાશાસ્તાના શાસનકાળ દરમ્યાન એઝરા નામે એક માણસ હતો. તે પ્રમુખ યજ્ઞકાર આરોનનો વંશજ હતો. તેની વંશાવળી આ પ્રમાણે છે: એઝરા સરાયાનો પુત્ર હતો. સરાયા અઝાર્યાનો પુત્ર, અઝાર્યા હિલકિયાનો પુત્ર,
તમારા આંગણામાં એક દિવસ રહેવું તે મારી પસંદગીના કોઈપણ સ્થળે હજાર દિવસ રહેવા કરતાં શ્રેષ્ઠ છે. ધનિક દુષ્ટોના નિવાસોમાં વસવા કરતાં મારા ઈશ્વરના મંદિરને ઉંબરે ઊભા રહેવું મને વધુ પસંદ છે.
પ્રભુ તને આ પ્રમાણે કહે છે: હું તને તથા તારા મિત્રોને ભયગ્રસ્ત કરીશ. તેઓ તારી નજર સામે જ શત્રુઓની તલવારથી માર્યા જશે અને આખા યહૂદિયાને હું બેબિલોનના રાજાના કબજામાં સોંપી દઈશ. તે કેટલાકને કેદ કરીને બેબિલોન લઈ જશે, જ્યારે બીજાઓને મારી નાખશે.
બેબિલોનના રાજાના લશ્કરે અત્યારે તો ઘેરો ઉઠાવી લીધો છે પણ પછી તે આક્રમણ કરશે. ત્યારે હું યહૂદિયાના રાજા સિદકિયાને તથા તેના અધિકારીઓને તેમની હત્યા કરવા ટાંપી રહેલા દુશ્મનોના અને તેના લશ્કરના હાથમાં સોંપી દઈશ.
ઈશ્વરભક્ત ગદાલ્યાના પુત્ર હનાનના પુત્રોના ઓરડામાં તેમને એકત્ર કર્યા. આ ઓરડો અધિકારીઓના ઓરડા પાસે અને દ્વારપાલ શાલ્લૂમના પુત્ર માઅસેયાના ઓરડા ઉપર આવેલો હતો.