હુરામે ભસ્મપાત્રો, પાવડા અને પ્યાલા બનાવ્યાં. પ્રભુના મંદિરને માટે શલોમોન રાજાને સોંપેલું પોતાનું બધું કામ તેણે પૂરું કર્યું. તેણે બનાવેલ સામગ્રી આ પ્રમાણે છે: બે સ્તંભ સ્તંભની ટોચ ઉપર પ્યાલા આકારના બે કળશ પ્રત્યેક કળશ પર એકબીજીને વીંટળાયેલ સાંકળીની ભાતની કોતરણી પ્રત્યેક કળશની ફરતે ભાતની કોતરણીમાં દરેક હારમાં સો એમ બે હારમાં ગોઠવેલાં તાંબાનાં ચારસો દાડમ. દસ જળકુંડીઓ જળકુંડ, જળકુંડ મૂકવા માટે બાર આખલા ભસ્મપાત્રો, પાવડા, પ્યાલા. શલોમોન રાજા માટે હુરામે બનાવેલ મંદિરની એ બધી સામગ્રી ચકચકિત કરેલ તાંબામાંથી બનાવી હતી.