Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 51:7 - પવિત્ર બાઇબલ C.L.

7 બેબિલોન તો મારા હાથમાં સોનેરી પ્યાલા જેવું હતું, જેમાંથી પીને આખી દુનિયા ચકચૂર થઈ. પ્રજાઓ તેમાંથી દ્રાક્ષાસવ પીને ભાન ભૂલી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 બાબિલ યહોવાના હાથમાં સોનાના પ્યાલા [જેવો] હતો, જેમાંથી આખી પૃથ્વી પીને મસ્ત થઈ! [સર્વ] પ્રજાઓએ તેનો દ્રાક્ષારસ પીધો છે! તેથી તેઓ ઘેલી થઈ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 બાબિલ તો યહોવાહના હાથમાં સોનાના પ્યાલા સમું હતું. તેણે સમગ્ર સૃષ્ટિને તેનો દ્રાક્ષારસ પીવડાવ્યો છે. પ્રજાઓએ તે પીધો અને લોકો ઘેલા થયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 બાબિલ તો યહોવાના હાથમાં સોનાના પ્યાલા સમું હતું. તેણે સમગ્ર સૃષ્ટિને તેનો દ્રાક્ષારસ પીવડાવ્યો છે. પ્રજાઓએ તે પીધો અને તેઓ ઘેલા થયા.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 51:7
16 Iomraidhean Croise  

એ દિવસે તમે બેબિલોનના રાજાને મહેણાં મારતાં કહેશો, “જુલમગાર કેવો નષ્ટ થઈ ગયો છે! તેનો ઉગ્ર ક્રોધ કેવો શમી ગયો છે!


ત્યારે તું તેમને આ પ્રમાણે કહેજે કે, પ્રભુ આ પ્રમાણે કહે છે: ‘આ દેશના સર્વ રહેવાસીઓને એટલે દાવિદના રાજ્યાસન પર બિરાજનાર રાજાઓથી માંડીને યજ્ઞકારો, સંદેશવાહકો અને યરુશાલેમના સર્વ નાગરિકોને હું જલદ દ્રાક્ષાસવથી ચકચૂર કરી દઈશ.


તેથી હું ઉત્તરની બધી પ્રજાઓને અને મારા સેવક બેબિલોન દેશના રાજા નબૂખાદનેસ્સારને લઈ આવીશ. આ યહૂદિયાના દેશ તથા તેના બધા રહેવાસીઓ અને આસપાસના બધા દેશો સામે યુદ્ધ કરવા હું તેમને લઈ આવીશ. મેં આ દેશોનો તથા તેની આસપાસના દેશોનો સંપૂર્ણ સંહાર કરવાનું નક્કી કર્યું છે. હું તેમની એવી દશા કરીશ કે લોકો એ જોઈને ડઘાઈ જશે, આઘાત પામશે અને તેમની હંમેશને માટે નામોશી થશે.


તેનાં જળાશયો પર તલવાર ઝઝુમે છે; તે બધાં સુકાઈ જશે. બેબિલોન દેશ તો ભયાનક મૂર્તિઓની ભૂમિ છે. અને લોકો તેમની પાછળ ઘેલા બને છે.


મોજીલા લોકોના ટોળાનો અવાજ સંભાળાતો હતો. તેમણે તે બન્‍ને સ્ત્રીઓને હાથે બંગડીઓ અને તેમને માથે સુંદર મુગટ પહેરાવ્યાં.


તેનું માથું શુદ્ધ સોનાનું, છાતી અને હાથ ચાંદીના, પેટ અને સાથળ તાંબાનાં,


તેમણે તમને પૃથ્વીના સર્વ રહેવાસીઓ પર તથા બધાં પ્રાણીઓ તથા પક્ષીઓ પર અધિકાર આપ્યો છે. તમે જ પેલું સોનાનું માથું છો.


તેના પછી તરત જ બીજા દૂતે આવીને પોકાર્યું, “પડયું રે પડયું રે, મહાનગર બેબિલોન. તેણે પોતાના વ્યભિચારનો જલદ દારૂ બધા લોકોને પીવડાવ્યો છે.”


પૃથ્વીના રાજાઓએ તે નામચીન વેશ્યા સાથે વ્યભિચાર કર્યો છે અને પૃથ્વીના લોકો તેના વ્યભિચારનો દારૂ પીને ચકચૂર બની ગયા છે.


તે સ્ત્રીએ જાંબુડી અને કિરમજી રંગનાં વસ્ત્ર પહેર્યાં હતાં અને તે સોનાનાં ઘરેણાં અને હીરામોતીથી લદાયેલી હતી. તેના હાથમાં તેના વ્યભિચારના પરિણામરૂપે બીભત્સ કાર્યોથી અને ગંદકીથી ભરેલો સોનાનો પ્યાલો હતો.


હુન્‍નરઉદ્યોગનો એકપણ કારીગર તારે ત્યાં મળશે નહિ અને દળવાની ઘંટીનો અવાજ પણ સંભળાશે નહિ. દીવાનો પ્રકાશ પણ તારે ત્યાં ફરી દેખાશે નહિ અને વરકન્યાનો કિલ્લોલ પણ તારે ત્યાં સંભળાશે નહિ. તારા વેપારીઓ આખી દુનિયામાં પ્રખ્યાત હતા. તેં તારા જાદુમંતરથી આખી દુનિયાના લોકોને છેતર્યા છે!”


કારણ, તેણે તેના વ્યભિચારરૂપી જલદ દારૂનો પ્યાલો બધી પ્રજાઓને પીવડાવ્યો છે. પૃથ્વીના રાજાઓએ તેની સાથે વ્યભિચાર કર્યો છે અને દુનિયાના વેપારીઓ તેની લાલસાથી ભોગવિલાસની આવકમાંથી ધનવાન બન્યા છે.”


ઉદ્ધાર, ગૌરવ અને સામર્થ્ય આપણા ઈશ્વરનાં જ છે! તેમના ચુકાદા સાચા અને ન્યાયી છે. પોતાના વ્યભિચારથી પૃથ્વીને ભ્રષ્ટ કરનાર નામીચી વેશ્યાને ઈશ્વરે સજા કરી છે. કારણ, તેણે ઈશ્વરના સેવકોને મારી નાખ્યા હતા.”


Lean sinn:

Sanasan


Sanasan