Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 51:62 - પવિત્ર બાઇબલ C.L.

62 પછી પ્રાર્થના કરજો, ‘હે પ્રભુ, તમે કહ્યું છે તેમ આ જગ્યાનો વિનાશ કરો; જેથી તેમાં માણસો કે પ્રાણીઓ વસે નહિ અને તે કાયમને માટે ઉજ્જડ અને વેરાન રહે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

62 વળી તું એમ કહેજે, ‘હે યહોવા, આ જગાનો નાશ કરવા તમે તેની વિરુદ્ધ બોલ્યા છો, જેથી કોઈ પણ માણસ અથવા પશુ તેમાં રહે નહિ, પણ તે સદાકાળ ઉજ્જડ રહે.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

62 અને કહેજે કે, હે યહોવાહ, તમે જાતે જાહેર કર્યું છે કે, આ જગ્યાનો નાશ કરવામાં આવશે, અહીં ફરી કોઈ વાસો કરશે નહિ. માણસ કે પશુ કોઈ નહિ. તે સદાકાળ ઉજ્જડ રહેશે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

62 ‘હે યહોવા, તે જાતે જાહેર કર્યું છે કે, આ જગ્યાનો નાશ કરવામાં આવશે, અહીં ફરી કોઇ વાસો કરશે નહિ. માણસ કે પશુ કોઇ નહિ; તે સદાકાળ ઉજ્જડ રહેશે.’

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 51:62
16 Iomraidhean Croise  

એ સિત્તેર વર્ષ પૂરાં થયાં પછી હું બેબિલોનના રાજાની અને તેની પ્રજાને તેમના ગુનાને માટે સજા કરીશ. હું એ ખાલદીઓના દેશને સદાને માટે વેરાન કરી નાખીશ.


તેથી હું ઉત્તરની બધી પ્રજાઓને અને મારા સેવક બેબિલોન દેશના રાજા નબૂખાદનેસ્સારને લઈ આવીશ. આ યહૂદિયાના દેશ તથા તેના બધા રહેવાસીઓ અને આસપાસના બધા દેશો સામે યુદ્ધ કરવા હું તેમને લઈ આવીશ. મેં આ દેશોનો તથા તેની આસપાસના દેશોનો સંપૂર્ણ સંહાર કરવાનું નક્કી કર્યું છે. હું તેમની એવી દશા કરીશ કે લોકો એ જોઈને ડઘાઈ જશે, આઘાત પામશે અને તેમની હંમેશને માટે નામોશી થશે.


સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “આ દેશ વેરાન અને માણસ કે પ્રાણીની વસ્તી વગરનો લાગે છે પણ ફરીથી તેનાં નગરોમાં ઘેટાંપાલકો માટે ચરાણનાં મેદાનો હશે.


પરંતુ તમારી માતૃભૂમિ બહુ લજ્જિત થશે, અને તમારી જન્મભૂમિ અપમાનિત થશે. બધા દેશોમાં બેબિલોનનું સ્થાન સૌથી ઊતરતું હશે અને તે વેરાન, નિર્જળ અને રણપ્રદેશ જેવું બની જશે.


મારા કોપના લીધે તેમાં કોઈ વસવાટ કરશે નહિ. આખો દેશ વેરાન બની જશે. બેબિલોન પાસેથી પસાર થનારા લોકો તેમની દશા જોઈને આઘાત પામશે અને આશ્ર્વર્યમાં પડી જશે.


ઉત્તરમાંથી એક પ્રજા બેબિલોન પર આક્રમણ કરવા આવી રહી છે. તેઓ તે દેશને ઉજ્જડ બનાવી દેશે. માણસો અને પ્રાણીઓ સુદ્ધાં ત્યાંથી નાસી છૂટશે અને ત્યાં કોઈ વસવાટ કરશે નહિ.”


ધરતી ધ્રૂજે છે અને કાંપે છે. કારણ, બેબિલોનને ઉજ્જડ અને વસ્તી વગરનું બનાવી દેવા પ્રભુએ પોતાની યોજના અમલમાં મૂકી છે.


બેબિલોન ખંડેરનો ઢગલો બની જશે અને શિયાળોનું રહેઠાણ બનશે. તેને વસ્તીહીન થયેલું જોઈને લોકો આઘાત પામશે અને તેના પર ફિટકાર વરસાવશે.


તેનાં નગરો ઉજ્જડ, નિર્જળ અને રણપ્રદેશ જેવાં બની ગયાં છે. ત્યાં કોઈ વસતું નથી કે પડાવ પણ કરતું નથી.


પછી યર્મિયાએ સરાયાને કહ્યું, “તું બેબિલોન પહોંચે ત્યારે આ પુસ્તકનો એકેએક શબ્દ લોકો સમક્ષ મોટેથી વાંચી સંભળાવજે.


હું તને સદાને માટે વેરાન કરી નાખીશ અને તારા નગરોમાં ફરી કદી વસવાટ થશે નહિ. ત્યારે હું જાણશે કે હું પ્રભુ છું.


Lean sinn:

Sanasan


Sanasan