Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 51:58 - પવિત્ર બાઇબલ C.L.

58 વળી, સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે; “બેબિલોન નગરના વિશાળ કોટને તોડીને જમીનદોસ્ત કરવામાં આવશે, અને તેના બુલંદ દરવાજાઓને બાળીને ભસ્મ કરવામાં આવશે. આમ, પ્રજાઓએ એના બાંધકામમાં કરેલો સખત પરિશ્રમ વ્યર્થ જશે અને લોકોએ ઉઠાવેલી જહેમત અગ્નિમાં ખાક થઈ જશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

58 વળી સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે: બાબિલના પહોળા કોટ છેક પાડી નાખવામાં આવશે, તેના ઊંચા દરવાજાઓ બાળી નાખવામાં આવશે; તે લોકોના શ્રમનો બદલો શૂન્યરૂપ, ને વિદેશીઓ [ના શ્રમનું ફળ] અગ્નિમાં ભસ્મ થશે, અને તેઓ કંટાળી જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

58 સૈન્યોના યહોવાહ કહે છે, બાબિલની મજબૂત દીવાલો ભોંયભેગી થઈ જશે, તેના ઊંચા દરવાજાને આગ ચાંપવામાં આવશે, જે બાંધવા માટે ઘણા લોકોએ પોતાની જાતને ઘસી નાખી હતી તે બધું ભસ્મ થઈ જશે, લોકોએ કરેલી બધી મહેનત ધૂળમાં મળી જશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

58 “બાબિલની મજબૂત દીવાલો ભોંયભેગી થઇ જશે, તેના ઊંચા દરવાજાને આગ ચાંપવામાં આવશે, જે બાંધવા માટે ઘણાં લોકોએ પોતાની જાતને ધસી નાખી હતી તે બધું ભસ્મ થઇ જશે, લોકોએ કરેલી બધી મહેનત ધૂળમાં મળી જશે.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 51:58
13 Iomraidhean Croise  

જો પ્રભુ ઘર ન બાંધે, તો તેના બાંધનારાનો પરિશ્રમ મિથ્યા છે; જો પ્રભુ નગરનું રક્ષણ ન કરે; તો ચોકીદારનો પહેરો ભરવો વ્યર્થ છે.


વેરાન પર્વતના શિખર પર લડાઈનો વજ લહેરાવો! સૈનિકો હાંક મારો અને તેમને હાથ હલાવી ઈશારો કરતાં જણાવો કે તેઓ ઉમરાવોના દરવાજાઓમાં ધૂસી જાય.


તને ઘણીબધી સલાહ મળવા છતાં તું લાચાર છે. તો હવે તારાઓના અભ્યાસીઓ, આકાશોનું વિશ્લેષણ કરનારા અને પ્રતિમાસની આગાહીઓ કરનારા તારા એ જ્યોતિષીને બોલાવ કે તારા પર ઝળુંબી રહેલી આફતમાંથી તને ઉગારે.


તેઓ નિરર્થક શ્રમ નહિ કરે અને બાળકોને માત્ર આફતનો ભોગ બનવા જ જન્મ આપશે નહિ. કારણ, તેઓ અને તેમનાં સંતાનો તો મેં પ્રભુએ જેમને આશિષ આપી હોય એવા લોક બની રહેશે.


નગરની ચારેબાજુએથી રણનાદ ગજવો. હવે બેબિલોન નગરીએ શરણાગતિ સ્વીકારી છે. તેના બુરજો તૂટી પડયા છે અને તેનો કોટ તોડી પાડવામાં આવ્યો છે. હું પ્રભુ બેબિલોન પર વેર વાળું છું તેથી તેના પર તમારું વેર વાળો! તેણે તમારા જેવા હાલ કર્યા હતા તેવા જ તેના પણ કરો.


બેબિલોનના સૈનિકોએ લડવાનું બંધ કર્યું છે અને તેઓ પોતાના કિલ્લામાં ભરાઈ ગયા છે. તેઓ હિંમત હારી ગયા છે અને તેઓ અબળા જેવા નબળા બની ગયા છે. નગરના દરવાજાઓને તોડી પાડવામાં આવ્યા છે અને મકાનોને આગ લગાડવામાં આવી છે.


બેબિલોનના દેવ બેલને હું સજા કરીશ અને તે જે ગળી ગયો છે તે હું ઓકાવી દઈશ. બીજી પ્રજાઓ તેની પૂજા કરવા ત્યાં આવશે નહિ.


અને તું કહેજે, ‘આ જ પ્રમાણે બેબિલોનના હાલ થશે, તે ડૂબી જશે અને ફરી કદી ઉપર આવશે નહિ.’ કારણ, પ્રભુ તેના પર વિનાશ લાવવાના છે.” અહીં યર્મિયાના સંદેશા પૂરા થાય છે.


તેમાં વસતા પરદેશીઓએ કહ્યું, “અમે બેબિલોનના ઘાનો ઉપચાર કરવા પ્રયત્ન કર્યો, પણ તેને રૂઝ વળે એમ નથી. તેથી ચાલો, આપણે એને તજી દઈએ અને દરેક જણ પોતપોતાના વતનમાં જતા રહીએ; કારણ, તેના અપરાધની સજા આકાશ સુધી પહોંચી છે અને ગગન સુધી ઊંચે ચડી છે.


દરેક પોતાના પડોશીને છેતરે છે, અને કોઈ જ સાચું બોલતું નથી! તેમની જીભ જૂઠું બોલવાથી ટેવાઈ ગઈ છે. તેઓ દુષ્ટતા કરવામાં પાછા પડતા નથી.


અમારી ગરદનો પર ઝૂંસરી મૂકી અમને હાંકવામાં આવ્યા છે, વૈતરું કરીને અમે થાકી ગયા છીએ, પણ અમને આરામ લેવા દેવામાં આવતો નથી.


તમે જે પ્રજાઓને જીતી લીધી તેમણે નિરર્થક શ્રમ કર્યો. કેમ કે તેમણે જે બાંધ્યું તે અગ્નિની જ્વાળાઓમાં બળીને ખાખ થઈ ગયું છે. સર્વ -સમર્થ પ્રભુએ એમ થવા દીધું છે.


Lean sinn:

Sanasan


Sanasan