Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 51:54 - પવિત્ર બાઇબલ C.L.

54 પ્રભુ કહે છે, “બેબિલોનમાંથી રુદનનો સાદ આવે છે, અને ખાલદીઓના દેશના વિનાશનો પોકાર સંભળાય છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

54 બાબિલથી આક્રંદનો સ્વર, ને ખાલદીઓના દેશમાંથી મોટા વિનાશનો સ્વર [સંભળાય છે] !

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

54 બાબિલમાંથી આવતા રુદનનાસ્વર અને જ્યાં ખાલદીઓ શાસન કરે છે ત્યાંથી આવતા ભયંકર વિનાશના અવાજો સંભળાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

54 “સાંભળો, બાબિલમાંથી આવતા રૂદનસ્વર, અને જ્યાં ખાલદીઓ શાસન કરે છે ત્યાંથી આવતા ભયંકર વિનાશના અવાજો.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 51:54
10 Iomraidhean Croise  

મારું હૃદય મોઆબને માટે રુદન કરે છે. તેના લોકો સોઆર અને એગ્લાથ-શલીશીયા નગરોમાં નાસી ગયા છે. કેટલાક તો રડતાં રડતાં લૂહીથનો ઘાટ ચડે છે. કેટલાક હોરોનાયિમ જતાં જતાં માર્ગમાં કલ્પાંત કરે છે.


શિયાળાના તોફાનની જેમ અને સુકા પ્રદેશમાંથી વાતા બળબળતા વાયુની જેમ ઘાતકી લોકો અચાનક આક્રમણ કરે છે. પણ હે પ્રભુ, જેમ વાદળની છાયાથી સખત તાપની અસર ઘટી જાય છે તેમ તમે અમારા શત્રુઓને તાબે કર્યા છે. તમે જુલમીઓનો વિજયનાદ શાંત પાડી દીધો છે.


દેશમાં યુદ્ધનો કોલાહલ અને મહાવિનાશનો પોકાર સંભળાય છે.


આખલા જેવા તેના સર્વ સૈનિકોનો સંહાર કરો. તેમની ક્તલ કરી નાખો! એમનું આવી બન્યું છે! તેમની સજાનો દિવસ અને તેમના પતનનો સમય આવી પહોંચ્યો છે.


બેબિલોનના રાજાએ આ સમાચાર સાંભળ્યા છે, અને તેના હાથ હેઠા પડયા છે, તેને તીવ્ર પીડાએ જકડી લીધો છે. પ્રસૂતિની વેદના જેવી વેદના તેને થઈ છે.


બેબિલોનના પતનના ધબકારાથી ધરતી કાંપી ઊઠે છે અને તેનો ધડાકો દૂરદૂરના દેશો સુધી સંભળાય છે.”


પ્રભુ કહે છે, “તે દિવસે તમે યરુશાલેમના મચ્છી દરવાજે રુદનનો પોકાર સાંભળશો. વળી, નગરના નવીન વિભાગમાં વિલાપનો અવાજ અને ડુંગરોમાંથી કડાકા સાંભળશો.


Lean sinn:

Sanasan


Sanasan