Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 51:47 - પવિત્ર બાઇબલ C.L.

47 તેથી એવો સમય આવશે જ્યારે હું બેબિલોનની મૂર્તિઓને સજા કરીશ. સમગ્ર દેશ લજ્જિત થશે, અને તેના બધા લોકોની કત્લેઆમ થશે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

47 તે માટે, જુઓ, એવો સમય આવશે કે જે સમયે હું બાબિલની કોતરેલી મૂર્તિઓને જોઈ લઈશ, ને તેનો આખો દેશ લજ્જિત થશે; અને તેના સર્વ લોકો કતલ થઈને તેમાં પડશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

47 તેથી, જુઓ એવા દિવસો આવી રહ્યા છે, કે જ્યારે બાબિલની મૂર્તિઓને હું સજા કરનાર છું. આખો દેશ લજ્જિત થશે, અને તેના બધા માણસો કપાઇને પડ્યા હશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

47 તેથી, જુઓ એવા દિવસો આવી રહ્યા છે, જ્યારે બાબિલની મૂર્તિઓને હું સજા કરનાર છું. આખો દેશ લજ્જિત થશે, અને તેના બધા માણસો કપાઇને પડ્યા હશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 51:47
13 Iomraidhean Croise  

જુઓ, એક માણસ બે ઘોડે જોડેલા રથમાં પૂરઝડપે આવી રહ્યો છે. તે જવાબ આપે છે: ‘બેબિલોન પડયું છે. તેનું પતન થયું છે. તેમની સઘળી મૂર્તિઓ ભાંગીને જમીનદોસ્ત થઈ ગઈ છે.”


હા, સેનાધિપતિ પ્રભુ કહે છે, “હું તેમને સજા કરીશ. તેમના યુવાનો યુદ્ધમાં માર્યા જશે. તેમનાં પુત્રો અને પુત્રીઓ દુકાળને લીધે ભૂખમરાથી મરશે.


જેમને તેં તાલીમ આપીને આગેવાન બનાવ્યા હતા તેઓ જ્યારે તારા જ પર અધિકાર ચલાવે ત્યારે તું શું કરીશ? તને પ્રસૂતાના જેવી વેદના નહિ થાય?


સંદેશવાહક, યજ્ઞકાર કે લોકમાંથી કોઈ ‘પ્રભુનો બોજ’ એ શબ્દપ્રયોગ વાપરશે તો હું તેને અને તેના કુટુંબને પણ સજા કરીશ.


એ સિત્તેર વર્ષ પૂરાં થયાં પછી હું બેબિલોનના રાજાની અને તેની પ્રજાને તેમના ગુનાને માટે સજા કરીશ. હું એ ખાલદીઓના દેશને સદાને માટે વેરાન કરી નાખીશ.


“બધા દેશોમાં આ સમાચાર પ્રગટ કરો, તેની ઘોષણા કરો, વજા ફરકાવીને જાહેરાત કરો; અને છુપાવશો નહિ: ‘બેબિલોનને જીતી લેવામાં આવ્યું છે; તેનો દેવ બેલ લજ્જિત થયો છે અને તેના દેવ મારદૂકના ભુક્કા બોલી ગયા છે. તેની મૂર્તિઓ બદનામ થઈ છે અને તેના ધૃણાસ્પદ દેવોનાં પૂતળા ભાંગી પડયાં છે.


તે પ્રતિમાઓ વ્યર્થ અને ભ્રામક છે. પ્રભુ તેમને સજા કરશે ત્યારે તેમનો વિનાશ થશે.


પ્રભુ કહે છે, “છતાં સિયોનમાં આચરેલા અત્યાચારો માટે હું બેબિલોન અને તેના લોકો પાસેથી તમારી આંખો સામે બદલો લઈશ.


તેનાં નગરો ઉજ્જડ, નિર્જળ અને રણપ્રદેશ જેવાં બની ગયાં છે. ત્યાં કોઈ વસતું નથી કે પડાવ પણ કરતું નથી.


તેથી હું પ્રભુ કહું છું કે, એવો સમય આવશે જ્યારે હું બેબિલોનની મૂર્તિઓને સજા કરીશ અને ઘવાયેલાનો કણસાટ આખા દેશમાં સંભળાશે.


Lean sinn:

Sanasan


Sanasan