Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 51:42 - પવિત્ર બાઇબલ C.L.

42 બેબિલોન પર જાણે સમુદ્ર ફરી વળ્યો છે અને તેનાં ગરજતાં મોજાંઓએ તેને ઢાંકી દીધું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 બાબિલ પર સમુદ્ર ઊલટયો છે; તેના પર તેનાં મોજાં ફરી વળ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 બાબિલ પર સમુદ્ર ફરી વળ્યો છે. તેનાં મોજાઓએ તેને ઢાંકી દીધું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

42 બાબિલ પર સમુદ્ર ફરી વળ્યો છે. તેના મોજાઓએ તેને ઢાંકી દીધું છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 51:42
15 Iomraidhean Croise  

પ્રભુએ ઊંચા સ્થાનોમાંથી હાથ લંબાવીને મને પકડી લીધો. ઊંડાં પાણીમાંથી મને ઉપર ખેંચી લીધો.


મૃત્યુનાં બંધનોએ મને ઘેરી લીધો હતો, વિનાશનાં મોજાં મારી ઉપર ફરી વળ્યાં હતાં;


તમારા ધોધની ગર્જનાને લીધે ઊંડાણને ઊંડાણ હાંક મારે છે. તમારા પાણીની છોળો અને સર્વ મોજાં મારા પર ફરી વળ્યાં છે.


તમે સમુદ્રની ગર્જના અને તેમનાં મોજાંઓનો ધુઘવાટ શાંત પાડો છો, તમે પ્રજાઓનાં હુલ્લડ સમાવો છો.


હે પ્રભુ, સમુદ્રના પ્રવાહો મોટે અવાજે ગર્જે છે. સમુદ્રના પ્રવાહો ભયાનક મોજાં ઉછાળે છે.


સમુદ્ર નજીકના રણપ્રદેશ માટે સંદેશ: દક્ષિણ પ્રદેશમાંથી થઈને પસાર થતા ઝંઝાવાતની જેમ રણમાંથી, ભયાનક પ્રદેશમાંથી કોઈ આક્રમણ કરનાર આવી રહ્યો છે.


હું પ્રભુ, બેબિલોનનો વિનાશ કરું છું, તેમાં થતા ઘોંઘાટનો અંત લાવું છું. ગર્જના કરતા મોજાંની જેમ દુશ્મનોનું લશ્કર કોલાહલ સાથે આક્રમણ કરવા ધસી રહ્યું છે.


આથી હું પ્રભુ પરમેશ્વર પોતે કહું છું: હે તૂર શહેર, હું તારી વિરુદ્ધ છું, હું ઘણી પ્રજાઓને તારી ઉપર ચડાઈ કરાવીશ અને તેઓ સમુદ્રનાં મોજાંની જેમ ચઢી આવશે.


“અરામના રાજાના પુત્રો મોટું સેન્ય એકત્ર કરીને યુદ્ધની તૈયારી કરશે. તેઓમાંનો એક પૂરની માફક ધસી આવશે અને શત્રુના એક કિલ્લા પર આક્રમણ કરશે.


મેં તે સ્વપ્ન લખી લીધું અને તે રાત્રે મેં જે જોયું તેનો સાર આ પ્રમાણે છે: ચારે દિશામાંથી સમુદ્ર પર જોરદાર પવનો ફૂંક્તા હતા.


એ સમયને અંતે ઈશ્વરના અભિષિક્ત આગેવાનને અન્યાયથી મારી નાખવામાં આવશે. તે પછી એક પરાક્રમી રાજાના આક્રમક સૈન્યથી શહેરનો અને મંદિરનો નાશ થશે. રેલની જેમ અંત આવશે અને તે ઈશ્વરે નક્કી કર્યા મુજબ યુદ્ધ અને વિનાશ લાવશે.


“સૂર્ય, ચંદ્ર અને તારાઓમાં ચિહ્નો થશે. ઘૂઘવતા સમુદ્રના અને તેનાં ઊછળતાં મોજાંના ભયથી પૃથ્વી પરની બધી પ્રજાઓ નિરાશામાં ઘેરાશે.


Lean sinn:

Sanasan


Sanasan