Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 51:41 - પવિત્ર બાઇબલ C.L.

41 જેનું ગુપ્ત નામ શેશાખ છે તે બેબિલોન વિષે પ્રભુ કહે છે, “આખી દુનિયા જે નગરની શોભાનાં ગુણગાન ગાતી હતી તેને જીતી લેવામાં આવ્યું છે. હવે બેબિલોનની ભયાનક દશા જોઈને દુનિયાની બધી પ્રજાઓ થથરી ઊઠી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 શેશાખને કેવો જીતી લેવામાં આવ્યો છે! આખી પૃથ્વીમાં પ્રશંસિત થયેલા તે કેવો પકડાયો છે! બાબિલ [અન્ય] પ્રજાઓમાં કેવો ઉજ્જડ થયો છે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 શેશાખને કેવો જીતી લેવામાં આવ્યો છે! આખી પૃથ્વીમાં પ્રશસિત થયેલો તે કેવો પકડાયો છે! બાબિલ અન્ય પ્રજાઓમાં કેવો ઉજ્જડ થયો છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

41 બાબિલ વિષે યહોવા કહે છે; “જે નગરની પ્રસંશા સમગ્ર દુનિયા કરતી હતી તે નગરનું પતન થયું છે. બાબિલની આવી બિહામણી સ્થિતી જોઇ દુનિયાની પ્રજાઓ આઘાત અનુભવે છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 51:41
15 Iomraidhean Croise  

“અત્યારે તો આ ભવ્ય મંદિરની પ્રશંસા થાય છે, પણ ત્યારે તેની પાસે થઈને પસાર થનાર પ્રત્યેક વ્યક્તિ આશ્ર્વર્યચકિત થઈ પૂછશે, ‘પ્રભુએ આ દેશ અને આ મંદિરની આવી દુર્દશા કેમ કરી છે?’


બેબિલોન તો સર્વ રાજ્યોમાં શિરોમણિ અને ખાલદી લોકોનું ગૌરવ છે. પણ હું પ્રભુ સદોમ અને ગમોરાની માફક તેનો વિનાશ કરી દઈશ.


એ દિવસે તમે બેબિલોનના રાજાને મહેણાં મારતાં કહેશો, “જુલમગાર કેવો નષ્ટ થઈ ગયો છે! તેનો ઉગ્ર ક્રોધ કેવો શમી ગયો છે!


પ્રખ્યાત અને આનંદદાયક નગર સાવ સૂનું થઈ ગયું છે.


આખી દુનિયા માટે હથોડા સમાન બેબિલોનના તૂટીને ચૂરેચૂરા થઈ ગયા છે. બેબિલોનની દશા જોઈને બધી પ્રજાઓ ચોંકી ઊઠી છે.


બેબિલોનના પતનના ધબકારાથી ધરતી કાંપી ઊઠે છે અને તેનો ધડાકો દૂરદૂરના દેશો સુધી સંભળાય છે.”


બેબિલોન ખંડેરનો ઢગલો બની જશે અને શિયાળોનું રહેઠાણ બનશે. તેને વસ્તીહીન થયેલું જોઈને લોકો આઘાત પામશે અને તેના પર ફિટકાર વરસાવશે.


તારી પાયમાલી જોઈને દરિયાકાંઠાના પ્રદેશોના લોકો સ્તબ્ધ થઈ ગયા છે. રાજાઓ પણ ભયભીત થઈ ગયા છે ને તેમના ચહેરા પર ગભરાટ છવાયો છે.


તેમણે તમને પૃથ્વીના સર્વ રહેવાસીઓ પર તથા બધાં પ્રાણીઓ તથા પક્ષીઓ પર અધિકાર આપ્યો છે. તમે જ પેલું સોનાનું માથું છો.


“હે રાજા, એ ઊંચું અને મજબૂત વૃક્ષ તો તમે જ છો. તમારી મહાનતા આકાશ સુધી પહોંચી છે અને સમગ્ર દુનિયા પર તમારી સત્તા છે.


તે વખતે તે બોલ્યો, “બેબિલોન કેવું મહાન છે! મારી સત્તા અને સામર્થ્ય તેમ જ મારું ગૌરવ તથા પ્રતાપ પ્રગટ કરવા મેં એને મારા પાટનગર તરીકે બાંધ્યું છે.”


જે સર્વ દેશોમાં તમે વેરવિખેર થઈ જશો તેમના લોકોમાં તમારી દશા જોઈને હાહાકાર મચી જશે. તેઓ તમારી ઠઠ્ઠા-મશ્કરી અને નિંદા કરશે.


Lean sinn:

Sanasan


Sanasan