Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 51:21 - પવિત્ર બાઇબલ C.L.

21 તારા વડે હું ઘોડા અને તેના સવારના ચૂરેચૂરા કરીશ. તારા વડે હું રથ અને તેના સારથિના ચૂરેચૂરા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 હું તારા વડે ઘોડાનું તથા તેના પર બેસનારનું ખંડન કરીશ. તારા વડે હું રથ તથા તેમાં બેસનારનું ખંડન કરીશ;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તારા વડે હું સૈન્યોને, ઘોડા તથા તેના સવારોને અને રથ તથા રથસવારોને કચડી નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 તારા વડે હું સૈન્યોને, ઘોડા તથા તેના સવારોને અને રથ તથા રથસવારોને કચડી નાખીશ,

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 51:21
14 Iomraidhean Croise  

તે પૃથ્વીના છેડા સુધી યુદ્ધો અટકાવી દે છે; તે ધનુષ્યો ભાંગી નાખે છે. ભાલાઓને તોડી નાખે છે; અને ઢાલોને બાળી નાંખે છે.


હે યાકોબના ઈશ્વર, તમારી ધમકીથી અશ્વો અને અશ્વસ્વારો મૃત્યુની ચિરનિદ્રામાં સૂતા છે.


પછી મોશે અને ઇઝરાયલીઓએ પ્રભુ આગળ આ ગીત ગાયું: “હું પ્રભુ આગળ ગાઈશ; કારણ, તેમણે મહાન વિજય મેળવ્યો છે. તેમણે ઘોડા અને તેમના સવારોને સમુદ્રમાં ફેંકી દીધા છે.


મિર્યામે તેમની સાથે આ ગીત ગાયું: “પ્રભુની આગળ ગાયન ગાઓ; કારણ, તેમણે મહાન વિજય મેળવ્યો છે. તેમણે ઘોડા અને તેના સવારોને સમુદ્રમાં ફેંકી દીધા છે.”


તેમણે ફેરોના રથો અને ઇજિપ્તના લશ્કરને સમુદ્રમાં ફેંકી દીધા; તેના ચુનંદા સવારો સૂફ સમુદ્રમાં ડૂબી ગયા.


કોણે રથો, ઘોડા અને ચુનંદા સૈનિકો સહિતના સૈન્યનો નાશ કર્યો? ફરી પાછા ઊઠે નહિ એ રીતે તેઓ ઢળી પડયા. તેઓ દીવાની જ્યોતની જેમ બૂઝાઈ ગયા.”


તેના ઘોડાઓ પર, તેના રથો પર અને તેના ભાડૂતી સૈનિકોને માથે તલવાર ઝઝૂમે છે તેઓ અબળા જેવા નબળા બની જશે. તેના ખજાના પર તલવાર ઝઝુમે છે; તે લૂંટાઈ જશે.


મારા ભોજનની મેજ પરથી તમે ઘોડા અને ઘોડેસ્વારો, શૂરવીરો અને યોદ્ધાઓને ખાઈને તૃપ્ત થશો.” પ્રભુ પરમેશ્વર પોતે એમ કહે છે.


પ્રભુ કહે છે, “તે સમયે હું તમારા ઘોડાઓનો સંહાર કરીશ અને તમારા રથોનો નાશ કરીશ.


સર્વશક્તિમાન પ્રભુ કહે છે, “હું તારો દુશ્મન છું! હું તારા રથો બાળી નાખીશ. તારા સૈનિકો યુદ્ધમાં ખપી જશે. તેં જે બીજાઓ પાસેથી પચાવી પાડયું છે, તે બધું હું તારી પાસેથી લઈ લઈશ. તારા રાજદૂતોની માગણી કોઈ સાંભળશે નહિ.”


હું રાજ્યોને ઉથલાવી પાડીશ અને તેમની સત્તાનો અંત લાવીશ. હું રથો અને તેમના સારથિઓને ઉથલાવી પાડીશ. ઘોડા મૃત્યુ પામશે અને ઘોડેસવારો એકબીજાની ક્તલ કરશે.


યહૂદિયાના લોકો શેરીમાંના ક્દવમાં શત્રુઓને ખૂંદનાર સૈનિક જેવા વિજયવંત થશે. તેઓ લડશે, કેમ કે પ્રભુ તેમની સાથે છે અને તેઓ શત્રુઓના ઘોડેસવારોને પણ હરાવશે.


તે વખતે હું તેમના ઘોડાઓમાં ભય ફેલાવી દઈશ અને તેમના ઘોડેસવારો બાવરા બની જશે. હું યહૂદિયાના લોકોનું ધ્યાન રાખીશ, પણ તેમના શત્રુઓના ઘોડાઓને હું આંધળા બનાવી દઈશ.


પૃથ્વીના રાજાઓ, સેનાપતિઓ, સૈનિકો, ઘોડા અને તેમના સવાર, ગુલામ કે સ્વતંત્ર, નાનાં કે મોટાં, સઘળાં માણસોનું માંસ ખાઓ!”


Lean sinn:

Sanasan


Sanasan