Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 51:11 - પવિત્ર બાઇબલ C.L.

11 પ્રભુએ બેબિલોનનો વિનાશ કરવાનું નક્કી કર્યું છે. તેથી તેમણે માદીઓના રાજાઓને ઉશ્કેર્યા છે. પ્રભુના મંદિરનો વિનાશ કર્યાને લીધે પ્રભુ આ રીતે પોતાનું વેર વાળી રહ્યા છે. સેનાનાયકો હુકમ કરે છે: તમારાં તીરોને તીક્ષ્ણ બનાવો અને ઢાલો ધારણ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તીરો તીક્ષ્ણ કરો; ઢાલો ધરો; યહોવાએ માદીઓના રાજાઓના આત્માને ઉશ્કેર્યો છે, કેમ કે બાબિલનો નાશ કરવાનો તેનો સંકલ્પ છે. કેમ કે આ તો યહોવાએ લીધેલું વૈર, તેના મંદિર વિષે લીધેલું વૈર છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તમારાં બાણને ધારદાર બનાવો. તમારાં ભાથાં ભરી લો! ઢાલ ઊંચી કરો! કેમ કે બાબિલ પર ચઢાઈ કરી તેનો વિનાશ કરવા યહોવાહે માદીઓના રાજાઓને કહ્યું છે, કેમ કે બાબિલનો નાશ કરવાનો તેનો સંકલ્પ છે, અનિષ્ટ આચરણ કરનાર મંદિરને અપવિત્ર કરનાર લોકો પર આ રીતે યહોવાહ વૈર વાળી રહ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તમારાં બાણને ધારદાર બનાવો! તમારા ભાથાં ભરી લો! ઢાલ ઊંચી કરો! કારણ કે બાબિલ પર ચઢાઇ કરી તેનો વિનાશ કરવા યહોવાએ માદીઓના રાજાઓને કહ્યું છે. અનિષ્ટ આચરણ કરનાર મંદિરને અપવિત્ર કરનાર લોકો પર આ રીતે યહોવા વૈર વાળી રહ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 51:11
39 Iomraidhean Croise  

તેથી પ્રભુએ અદોમના રાજકુટુંબના હદાદને શલોમોનની વિરુદ્ધ ઉશ્કેર્યો.


ઈશ્વરે એલ્યાદાના પુત્ર રઝોનને શલોમોનની વિરુદ્ધ કરી દીધો. રઝોન તેના માલિક સોબાના રાજા હદાદેઝેરથી નાસી છૂટયો હતો,


તેથી ઈશ્વરે આશ્શૂરના તેમના દેશ પર રાજા પુલ (તે તિગ્લાથ-પિલેસર તરીકે પણ ઓળખાતો) પાસે ચડાઈ કરાવી. તે રૂબેન, ગાદ અને પૂર્વ મનાશ્શાના કુળના લોકોને દેશનિકાલ કરીને લઈ ગયો અને હાલા, હાબોર અને હારામમાં તેમજ ગોઝાન નદી પાસે કાયમી વસવાટ કરાવ્યો, અને આજે પણ તેઓ ત્યાં છે.


ઇરાનના સમ્રાટ કોરેશને પ્રથમ વર્ષે પ્રભુએ યર્મિયા સંદેશવાહક દ્વારા આપેલ સંદેશ પૂર્ણ કર્યો. પ્રભુએ પ્રેરણા કર્યા પ્રમાણે કોરેશે પોતાના સમસ્ત સામ્રાજ્યમાં આવો આદેશ બહાર પાડયો:


યર્મિયા સંદેશવાહક દ્વારા પ્રભુએ પ્રગટ કરેલો સંદેશ પૂર્ણ થાય તે માટે ઇરાનના સમ્રાટ કોરેશે પોતાના અમલના પ્રથમ વર્ષે પ્રભુની પ્રેરણા પ્રમાણે પોતાના સામ્રાજ્યમાં એક લેખિત આદેશ બહાર પાડયો અને તેની જાહેરાત કરાવી.


જેમ મેં ઓરેબના ખડકે મિદ્યાનના લોકોને ફટકાર્યા તેમ હું તેમને ચાબુકથી ફટકારીશ અને જેમ મેં ઇજિપ્તીઓને સમુદ્રમાં શિક્ષા કરી હતી તેમ હું આશ્શૂરને સજા કરીશ.


મેં સંદર્શનમાં ઘાતકી બનાવોનાં દશ્ય જોયાં છે. દગાબાજ દગો કરે છે, લૂંટારો લૂંટે છે. હે એલામના સૈન્ય, આક્રમણ કર! હે માદીઓના લશ્કર, ઘેરો ઘાલ! બેબિલોને નંખાવેલા તમામ નિસાસાનો ઈશ્વર અંત લાવશે.


દર્શનમાં મિજબાની તૈયાર કરવામાં આવી છે. પાથરણાં બિછાવવામાં આવ્યાં છે. તેઓ ખાઈપી રહ્યા છે. એવામાં અચાનક આદેશ અપાય છે, “હે લશ્કરી અમલદારો, તમારી ઢાલોને તેલ લગાવીને તૈયાર કરો!”


“મેં પૂર્વમાંથી એકને ઊભો કર્યો છે, તે તમારા પર ઉત્તર તરફથી આક્રમણ કરશે. કોઈ ગારો ગૂંદે અથવા કુંભાર માટીને ગૂંદે તેમ તે રાજાઓને કચડી નાખશે.


પ્રભુ કહે છે, કોરેશ મારો અભિષિક્ત છે. પ્રજાઓ તેને તાબે કરવા અને રાજાઓની સત્તા આંતરી લેવા મેં તેનો જમણો હાથ પકડી રાખ્યો છે.તેની આગળ હું બધાં નગરોના દરવાજા ખોલી દઈશ; એક પણ બંધ નહિ રહે.”


હું પ્રભુ છું. મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. જો કે તું મને ઓળખતો નથી છતાં હું તને બળવાન કરીશ,


હું પૂર્વમાંથી તરાપ મારતા શિકારી બાજને એટલે, દૂર દેશથી મારા સંકલ્પને સિદ્ધ કરનાર માણસને બોલાવું છું. હું તે બોલ્યો છું, અને તે જ હું પાર પાડીશ.”


ઇજિપ્તના સેનાનાયકો પોકારે છે, “કવચ તથા ઢાલ તૈયાર કરો! યુદ્ધ માટે આગેકૂચ કરો!


ઘોડા પર સાજસામાન લગાવો; હે ઘોડેસ્વારો, ઘોડાઓ પર સવાર થાઓ! ટોપ પહેરીને ક્તારબદ્ધ ઊભા રહો, તમારા ભાલાની ધાર તીક્ષ્ણ બનાવો; બખ્તર ધારણ કરો!”


હે ઘોડેસ્વારો, આગેકૂચ કરો! રથો મારી મૂકો! સૈનિકો આક્રમણ કરો! કુશ અને પુટના ઢાલધારીઓ અને લૂદના પ્રવીણ ધનુર્ધારીઓ, આગળ વધો!


મેં મારા શસ્ત્રભંડારો ખોલ્યા છે અને મારા કોપમાં શસ્ત્રો બહાર કાઢયાં છે. કારણ, મારે, સેનાધિપતિ પ્રભુ પરમેશ્વરે ખાલદીઓના દેશમાં મારું કાર્ય કરવાનું છે.


ઉત્તરમાંથી એક પ્રજા બેબિલોન પર આક્રમણ કરવા આવી રહી છે. તેઓ તે દેશને ઉજ્જડ બનાવી દેશે. માણસો અને પ્રાણીઓ સુદ્ધાં ત્યાંથી નાસી છૂટશે અને ત્યાં કોઈ વસવાટ કરશે નહિ.”


તેથી બેબિલોનના લોકો વિરુદ્ધ ઘડેલી મારી યોજના વિષે સાંભળો! અને ખાલદીઓના દેશ વિરુદ્ધ મારા ઈરાદાઓ સાંભળો! હું સોગંદપૂર્વક કહું છું કે નાનાં નાનાં બાળકોને પણ શત્રુ ઘસડી જશે! અને તેમની દશા જોઈને બીજા ચોંકી ઊઠશે.


હું ઉત્તર દિશાથી બળવાન પ્રજાઓના જૂથને ઉશ્કેરીને લાવીશ અને તેઓ બેબિલોન પર આક્રમણ કરશે. તેઓ બેબિલોન દેશની વિરુદ્ધ યુદ્ધની વ્યૂહરચના ગોઠવશે અને તેને જીતી લેશે. તેમનાં બાણ પ્રવીણ સૈનિકોએ મારેલાં બાણ જેવાં છે અને તે કદી નિશાન ચૂક્તાં નથી.


બેબિલોનના કોટ પર આક્રમણ કરવા સંકેત આપો, સખત ચોકી પહેરો ગોઠવો, નાસભાગ રોકવા ચોકીદારો ગોઠવો, છાપો મારવા સંતાઈને તૈયાર રહો.’ કારણ, બેબિલોનના લોકો વિરુદ્ધ પ્રભુએ જે સંદેશ પ્રગટ કર્યો હતો તે જ પ્રમાણે તેમણે પોતાની યોજના પાર પાડી છે.


પ્રભુ કહે છે, “છતાં સિયોનમાં આચરેલા અત્યાચારો માટે હું બેબિલોન અને તેના લોકો પાસેથી તમારી આંખો સામે બદલો લઈશ.


સિયોનવાસીઓ કહેશે, “અમારા દેહ પર ગુજારેલા અત્યાચારનો બદલો બેબિલોન પાસેથી લો.” યરુશાલેમવાસીઓ કહેશે, “અમારા રક્તનો બદલો ખાલદીઓ પાસેથી લો.”


તેથી પ્રભુ યરુશાલેમના લોકોને આ પ્રમાણે કહે છે, “હું જરૂર તમારો પક્ષ લઈશ, અને તમારું વેર વાળીશ. બેબિલોનને પાણીનો પુરવઠો પૂરો પાડતી નદીઓને અને નહેરોને હું સૂકવી નાખીશ.


તે જ રાત્રે બેબિલોનનો રાજા બેલ્શાસ્સાર માર્યો ગયો.


તમારા હળની પૂણીઓ ટીપીને તેમની તલવારો બનાવો અને તમારાં સોરવાનાં સાધનોના ભાલા બનાવો. તમારામાં સૌથી દુર્બળ હોય તે પણ લડાઈમાં ઊતરે.


પ્રજાઓમાં આ જાહેરાત કરો: ‘યુદ્ધને માટે સજ્જ થાઓ; તમારા યોદ્ધાઓને તેડાવો; તમારા સર્વ સૈનિકોને એકત્ર કરી કૂચ કરો!


તમે મારી સાથેનો કરાર તોડયો હોવાથી હું તમારા પર યુદ્ધ મોકલીશ. જો તમે નગરોમાં સલામતીને માટે ભરાઈ જશો તો હું તમારા પર રોગચાળો મોકલીશ અને તમારે દુશ્મનને શરણે જવું પડશે.


યરુશાલેમ વિરુદ્ધ લડાઈ કરનાર સર્વ પ્રજાઓ પર પ્રભુ ભયંકર રોગચાળો મોકલશે. તેમના જીવતાજીવ તેમનું માંસ સડી જશે. તેમની આંખો અને જીભ સડી જશે.


પ્રભુ સઘળી પ્રજાઓને યરુશાલેમ વિરુદ્ધ લડાઈ કરવા લઈ આવશે. શહેર સર કરવામાં આવશે, ઘરો લૂંટાશે, અને સ્ત્રીઓની આબરૂ લેવાશે. અડધા લોકોને કેદીઓ બનાવી લઈ જવામાં આવશે, પણ બાકીના તો શહેરમાં જ રહેવા દેવાશે.


Lean sinn:

Sanasan


Sanasan