Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 50:5 - પવિત્ર બાઇબલ C.L.

5 તેઓ સિયોનનો માર્ગ પૂછશે અને તે દિશામાં આગળ વધશે. તેઓ કહેશે, ‘ચાલો, આપણે પ્રભુ સાથે કદી વિસરાય નહિ એવા કાયમી કરારથી બંધાઈ જઈએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેઓ સિયોન તરફ પોતાનાં મુખ રાખીને ત્યાં જવાનો માર્ગ પૂછશે, અને કહેશે, ‘ચાલો, નહિ વીસરાય એવો સર્વકાલીન કરાર કરીને આપણે યહોવાની સાથે મળી જઈએ.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેઓ સિયોનનો માર્ગ પૂછશે અને તેની તરફ આગળ વધશે. તેઓ કહેશે, ‘આવો, કદી ભૂલી ન જવાય તેવો સનાતન કરાર કરીને આપણે યહોવાહ સાથેના સંબંધમાં જોડાઈએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તેઓ સિયોનના માર્ગ પૂછશે અને તેની તરફ આગળ વધશે. તેઓ કહેશે, ‘આવો, કદી ભૂલી ન જવાય તેવો સનાતન કરાર કરીને આપણે યહોવા સાથેના સંબંધમાં જોડાઇએ.’

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 50:5
26 Iomraidhean Croise  

હું તારામાંથી પ્રજાઓનું નિર્માણ કરીશ અને તારા વંશમાંથી રાજાઓ ઊભા થશે. તારો તેમ જ તારા બધા વંશજોનો ઈશ્વર થવાને હું મારી અને તારી સાથે અને પેઢી દર પેઢીના તારા વંશજો સાથે સાર્વકાલિક કરાર કરીશ.


તેથી ઈશ્વર સમક્ષ મારો રાજવંશ અચળ છે; કારણ, તેમણે મારી સાથે સનાતન કરાર કર્યો છે. એ કરાર સચોટ અને બાંયધરીવાળો છે; તો પછી પ્રભુ પૂરેપૂરી સહાય નહિ કરે? તે મારી ઇચ્છા ફળીભૂત નહિ કરે?


તેણે જવાબ આપ્યો, “સેનાધિપતિ પ્રભુ પરમેશ્વર, માત્ર મેં જ તમારા પ્રત્યે અનન્ય નિષ્ઠા દાખવી છે; પણ ઇઝરાયલના લોકોએ તમારી સાથેનો કરાર તોડ્યો છે, તમારી વેદીઓ તોડી નાખી છે અને તમારા સંદેશવાહકોને મારી નાખ્યા છે. માત્ર હું એકલો જ બાકી રહ્યો છું અને તેઓ મને પણ મારી નાખવા માગે છે!”


તેણે જવાબ આપ્યો, “સેનાધિપતિ પ્રભુ પરમેશ્વર, માત્ર મેં જ તમારા પ્રત્યે અનન્ય નિષ્ઠા દાખવી છે. પણ ઇઝરાયલના લોકોએ તમારી સાથેનો કરાર તોડ્યો છે, તમારી વેદીઓ તોડી નાખી છે અને તમારા સંદેશવાહકોને મારી નાખ્યા છે. માત્ર હું એકલો જ બાકી રહ્યો છું અને તેઓ મને પણ મારી નાખવા માગે છે!”


તેઓ વધુ ને વધુ સામર્થ્ય પામતાં આગળ વધે છે; તેઓ દેવાધિદેવ ઈશ્વરની સંમુખ હાજર થશે.


ત્યાં રાજમાર્ગ થશે, અને તે “પવિત્રતાનો રાજમાર્ગ” કહેવાશે. એ માર્ગે વિધિગત રીતે અશુદ્ધ એવો કોઈ માણસ જશે નહિ. એ માર્ગ તેના લોકોને માટે થશે અને તેમાં ભોળા પણ ભૂલા પડશે નહિ. ત્યાં કોઈ સિંહ નહિ હોય કે કોઈ હિંસક પ્રાણી પણ નહિ ફરકે.


કાન દઈને મારું સાંભળો અને મારી પાસે આવો. મારી પાસે આવો એટલે તમને જીવન પ્રાપ્ત થશે. હું તમારી સાથે સનાતન કરાર કરીશ અને દાવિદને વચનપૂર્વક આપેલી આશિષો તમને આપીશ.


તે સમયે ઇઝરાયલના લોકો યહૂદિયાના લોકો સાથે જોડાઈ જશે અને બન્‍ને એકત્ર થઈને ઉત્તર દેશમાંથી નીકળીને તેમના પૂર્વજોને કાયમના વારસા તરીકે આપેલા વચનના દેશમાં તેઓ પાછા આવશે.


હે ઇઝરાયલના લોકો, તમારે માટે રસ્તાઓ દર્શાવતી નિશાનીઓ મૂકો, અને માર્ગદર્શક સ્તંભો ઊભા કરો. તમે જે રાજમાર્ગે ગયા હતા, તે ધ્યાનમાં રાખો. તમે પાછા ફરો; તમારાં નગરોમાં પાછા આવો.


કારણ, એવો દિવસ આવશે જ્યારે એફ્રાઈમ પ્રદેશના પર્વતો પર ચોકીદારો પોકાર કરશે, ‘ચાલો, આપણે આપણા ઈશ્વર પ્રભુ પાસે સિયોન જઈએ.”


હું તેમની સાથે સાર્વકાલિક કરાર કરીશ. હું તેમનું કલ્યાણ કરવામાં ખચકાઈશ નહિ અને તેઓ ફરી કદી મારો ત્યાગ ન કરે માટે હું તેમના હૃદયમાં મારા પ્રત્યે પૂજ્યભાવયુક્ત ડર મૂકીશ.


પ્રભુએ પોતાના લોકને કહ્યું: “રસ્તાની ચોકડીમાં જઈ ઊભા રહો અને જુઓ; પ્રાચીન માર્ગો વિષે પૂછપરછ કરો, અને સાચો માર્ગ શોધી કાઢીને તે પર ચાલો, એટલે તમને નિરાંત વળશે. પણ તેમણે કહ્યું, ‘અમે એમ કરવાના નથી.’


ત્યારે તને તારાં આચરણ યાદ આવશે અને જ્યારે તું તારી મોટી અને નાની બહેનને પાછી અપનાવીશ ત્યારે તું શરમાશે. તારી સાથે કરેલા કરારનો ભાગ ન હોવા છતાં હું તારી બહેનોને તારી પુત્રીઓના રૂપમાં તને પાછી મેળવી આપીશ.


હું તેમને પોતાના દેશમાં ઇઝરાયલના પર્વતો પર એક પ્રજા કરીશ. તેમના ઉપર એક જ રાજા રાજ્ય કરશે. તેઓ ફરી કદી બે અલગ પ્રજાઓ થશે નહિ કે ફરી કદી બે અલગ રાજ્યોમાં વિભાજિત થશે નહિ.


યહૂદિયાના અને ઇઝરાયલના લોકો ફરીથી એક થશે. તેઓ પોતાને માટે એક જ આગેવાન પસંદ કરશે અને તેઓ ફરીથી તેમની ભૂમિ પર સ્થાપિત થશે અને સમૃદ્ધિ મેળવશે. સાચે જ યિઝ્રએલનો દિવસ મહાન દિવસ થશે!


એવો સમય આવશે જ્યારે ઇઝરાયલના લોકો તેમના ઈશ્વર પ્રભુ અને તેમના રાજા દાવિદ તરફ પાછા વળશે. પછી તેઓ ઈશ્વરની બીક રાખશે અને તેમની પાસેથી ઉદાર દાનો મેળવશે.


લોકો કહે છે: “ચાલો, આપણે પ્રભુ પાસે પાછા ફરીએ. તેમણે આપણને ચીરી નાખ્યા છે, પણ તે જ આપણને સાજા કરશે. તેમણે જ આપણને જખમી કર્યા છે અને તે જ પાટો બાંધશે.


જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવા માગે છે તેને, હું જે શીખવું તે ઈશ્વર તરફથી છે કે મારું પોતાનું છે તેની ખબર પડી જશે.


લોકોને ઈશ્વરની કૃપા મળેલી જોઈને તેને ખૂબ આનંદ થયો. તેણે સૌને પોતાના પૂરા દયથી પ્રભુને નિષ્ઠાપૂર્વક વળગી રહેવા આગ્રહ કર્યો.


અમારી અપેક્ષા કરતાં આ વાત વિશેષ હતી. પ્રથમ તેમણે પોતાની સોંપણી પ્રભુને કરી, અને પછી ઈશ્વરની ઇચ્છાથી તેઓ અમને પણ સોંપાઈ ગયા.


Lean sinn:

Sanasan


Sanasan