Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 50:39 - પવિત્ર બાઇબલ C.L.

39 તેથી બેબિલોન તો શિયાળવાં, તરસો અને ધુવડોનું રહેઠાણ થશે. તેમાં ફરીથી કોઈ વસવાટ કરશે નહિ અને પેઢીઓની પેઢીઓ સુધી તે નિર્જન પડી રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 તેથી ત્યાં જંગલી પશુઓ તથા વરુઓ વસશે, ને તેમાં શાહમૃગો રહેશે; તે સદા નિર્જન રહેશે; અને ત્યાં પેઢી દરપેઢી કોઈ વસશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 આથી ત્યાં વગડાનાં જાનવરો અને જંગલનાં વરુઓ વાસો કરશે, શાહમૃગો ત્યાં વસશે. ત્યાં ફરી કદી માણસો વસશે નહિ અને યુગોના યુગો સુધી તે આમ જ રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

39 આથી ત્યાં બાબિલ નગરમાં વગડાના જાનવરો અને જંગલી વરુઓ વાસો કરશે, શાહમૃગો ત્યાં વસશે. ત્યાં ફરી કદી માણસો વસશે નહિ અને યુગોના યુગો સુધી તે આમ જ રહેશે.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 50:39
12 Iomraidhean Croise  

હું બેબિલોનને ક્દવવાળી જગ્યામાં ફેરવી નાખીશ અને ત્યાં ધુવડો વાસો કરશે. હું બેબિલોનને વિનાશની સાવરણીથી વાળી નાખીશ. હું સર્વસમર્થ પ્રભુ એ બોલ્યો છું.”


એ સિત્તેર વર્ષ પૂરાં થયાં પછી હું બેબિલોનના રાજાની અને તેની પ્રજાને તેમના ગુનાને માટે સજા કરીશ. હું એ ખાલદીઓના દેશને સદાને માટે વેરાન કરી નાખીશ.


ઉત્તરમાંથી એક પ્રજા બેબિલોન પર આક્રમણ કરવા આવી રહી છે. તેઓ તે દેશને ઉજ્જડ બનાવી દેશે. માણસો અને પ્રાણીઓ સુદ્ધાં ત્યાંથી નાસી છૂટશે અને ત્યાં કોઈ વસવાટ કરશે નહિ.”


કોઈ તારા ખંડિયેરના પથ્થરોનો ખૂણાના કે પાયાના પથ્થરો તરીકે બાંધકામમાં વાપરશે નહિ. તું કાયમને માટે ઉજ્જડ બની જશે. આ હું પ્રભુ બોલું છું.”


તેનાં નગરો ઉજ્જડ, નિર્જળ અને રણપ્રદેશ જેવાં બની ગયાં છે. ત્યાં કોઈ વસતું નથી કે પડાવ પણ કરતું નથી.


તેણે મોટે અવાજે પોકાર્યું, “પતન થયું! મહાનગરી બેબિલોનનું પતન થયું! હવે તે ભૂતો અને અશુદ્ધ આત્માઓનું નિવાસસ્થાન બન્યું છે. દરેક પ્રકારનાં મલિન અને ઘૃણાજનક પક્ષીઓ તેનામાં વાસો કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan