Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 50:2 - પવિત્ર બાઇબલ C.L.

2 “બધા દેશોમાં આ સમાચાર પ્રગટ કરો, તેની ઘોષણા કરો, વજા ફરકાવીને જાહેરાત કરો; અને છુપાવશો નહિ: ‘બેબિલોનને જીતી લેવામાં આવ્યું છે; તેનો દેવ બેલ લજ્જિત થયો છે અને તેના દેવ મારદૂકના ભુક્કા બોલી ગયા છે. તેની મૂર્તિઓ બદનામ થઈ છે અને તેના ધૃણાસ્પદ દેવોનાં પૂતળા ભાંગી પડયાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “પ્રજાઓમાં પ્રગટ કરીને સંભળાવો, ધ્વજા ચઢાવો; પ્રગટ કરો, ને ગુપ્ત ન રાખો. કહો કે, બાબિલને જીતી લેવામાં આવ્યું છે, બેલ લજ્જિત થયો છે, મેરોદાખના ભાંગીને કકડેકકડા થઈ ગયા છે. તેની મૂર્તિઓ લજ્જિત થઈ છે, તેનાં પૂતળાં ભાંગીતૂટી ગયાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “પ્રજાઓમાં પ્રગટ કરીને સંભળાવો. ધ્વજા ફરકાવી અને જાહેર કરો. છુપાવશો નહિ. કહો કે, બાબિલ જિતાયું છે. બેલ લજ્જિત થયો છે. મેરોદાખના ભાંગીને ટુકડેટુકડા થઈ ગયા છે. તેની મૂર્તિઓને લજ્જિત કરવામાં આવી છે; તેનાં પૂતળાંને ભાંગી નાખવામાં આવ્યાં છે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “સર્વ પ્રજાઓને આ સંદેશો કહો! ઢંઢેરો પિટાવો, બધી પ્રજાઓને જાહેર કરો, છુપાવશો નહિ, ખબર આપો કે, ‘બાબિલ જીતાયું છે, બઆલ દેવની બેઆબરું થઇ છે, મેરોદાખ દેવના ફુરચા ઉડાવી દેવામાં આવ્યાં છે; બાબિલની મૂર્તિઓને શરમજનક કરવામાં આવી છે, તેના પૂતળાંને ભાંગી નાખવામાં આવ્યાં છે.’

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 50:2
34 Iomraidhean Croise  

તેથી સર્વ મનુષ્યો ભયભીત થશે, તેઓ ઈશ્વરનાં કાર્યો પ્રસિદ્ધ કરશે, અને એમ ઈશ્વરનાં કાર્ય વિષે સમજણ મેળવશે.


સર્વ દેશોમાં તેમનું ગૌરવ અને સર્વ પ્રજાઓમાં તેમનાં અજાયબ કાર્યો પ્રસિદ્ધ કરો.


પ્રતિમાઓની પૂજા કરનારા સર્વ લોકો અને વ્યર્થ મૂર્તિઓમાં ગૌરવ લેનારા લોકો લજ્જિત થાઓ. હે સર્વ દેવો, તમે પ્રભુને પ્રણામ કરો.


એ દિવસે લોકો ગાશે: યાહવેનો આભાર માનો! તેમને નામે મદદ માટે પોકાર કરો! પ્રજાઓ આગળ તેમનાં કાર્યો જણાવો! તેમનું નામ શ્રેષ્ઠ છે તેની તેમને જાણ કરો!


વેરાન પર્વતના શિખર પર લડાઈનો વજ લહેરાવો! સૈનિકો હાંક મારો અને તેમને હાથ હલાવી ઈશારો કરતાં જણાવો કે તેઓ ઉમરાવોના દરવાજાઓમાં ધૂસી જાય.


જુઓ, એક માણસ બે ઘોડે જોડેલા રથમાં પૂરઝડપે આવી રહ્યો છે. તે જવાબ આપે છે: ‘બેબિલોન પડયું છે. તેનું પતન થયું છે. તેમની સઘળી મૂર્તિઓ ભાંગીને જમીનદોસ્ત થઈ ગઈ છે.”


તેમણે તેમના દેવોને અગ્નિમાં નાખીને બાળી નાખ્યા છે; જો કે તેમના દેવો તો દેવો હતા જ નહિ, પણ લાકડા અને પથ્થરમાંથી ઘડેલી માનવી હાથની કૃતિ જ હતા અને તેથી જ તેમણે તેમનો નાશ કર્યો.


એ સમયે બેબિલોનના રાજા, બાલઅદાનના પુત્ર મેરોદાખ બાલઅદાને સાંભળ્યું કે હિઝકિયા રાજા માંદગીમાંથી સાજો થયો છે. તેથી તેણે તેના પર પત્ર લખીને સાથે ભેટ મોકલી.


બેલદેવ નમી પડયો છે, નબોદેવ ઝૂકી પડયો છે. તેમની મૂર્તિઓ ભારવાહક ગધેડાં પર લાદવામાં આવી છે. એકવાર બેબિલોનીઓ તેમને સરઘસમાં ઊંચકીને ફેરવતા હતા, પણ અત્યારે તો તેઓ થાકેલાં પ્રાણીઓને ભારરૂપ થઈ પડી છે.


બેબિલોનમાંથી નીકળી જાઓ, ખાલદીઓથી નાસી છૂટો. હર્ષનાદ સહિત જાહેર કરો અને પૃથ્વીના છેડે છેડે આ સંદેશો પહોંચાડો કે, “પ્રભુએ પોતાના સેવક યાકોબનો ઉદ્ધાર કર્યો છે.”


મેં તને અગાઉ જે જણાવેલું તે તેં સાંભળ્યું હતું અને હવે એ બધું બન્યું છે તે તું જોઈ શકે છે. પણ હવે હું અગાઉ જાહેર નહિ કરેલા ભાવિના નવા બનાવો વિષે કહીશ: જેના વિષે તું જાણતો નથી એવા છૂપા બનાવો અંગે કહીશ.


તમારે એ લોકોને કહેવું કે જેમણે આકાશ તથા પૃથ્વી સર્જ્યા નથી એવા એ દેવો પૃથ્વી પરથી અને આકાશ તળેથી નષ્ટ થઈ જશે.


તેઓ વ્યર્થ અને ભ્રામક છે. પ્રભુ તેમને સજા કરશે ત્યારે તેમનો નાશ થશે.


પ્રભુ પ્રજાઓને કહે છે: “હે પ્રજાઓ, મારો સંદેશ સાંભળો અને છેક દરિયાપારના દેશોમાં તે પ્રગટ કરો. મેં મારા ઇઝરાયલી લોકને વેરવિખેર કરી નાખ્યા હતા, પણ છેવટે ઘેટાંપાળક પોતાનાં ઘેટાંને સાચવે તેમ હું તમને સાચવીશ.


યરુશાલેમની આસપાસ લોકોને ખબર આપો કે દૂર દેશથી ઘેરો ઘાલનાર શત્રુઓ આવી રહ્યા છે. તેઓ યહૂદિયાનાં નગરો સામે યુદ્ધનાદ ગજવે છે.


સિયોન તરફ માર્ગ દર્શાવતું નિશાન ઊભું કરો, વિના વિલંબે સલામત સ્થળે નાસી છૂટો; કારણ, હું પ્રભુ તમારા પર ઉત્તર તરફથી આફત અને ભારે વિનાશ લાવું છું.


ઇજિપ્તમાં એ વિષે ઘોષણા કરો! તેનાં નગરો મિગ્દોલ, નોફ તથા તાહપાન્હેસમાં જાહેરાત કરો; સાવધ થાઓ, તૈયાર થાઓ! કારણ, તમારી આસપાસ બધું યુદ્ધમાં તારાજ થયું છે.


બેબિલોનના પતનના ધબકારાથી ધરતી કાંપી ઊઠે છે અને તેનો ધડાકો દૂરદૂરના દેશો સુધી સંભળાય છે.”


બેબિલોનના કોટ પર આક્રમણ કરવા સંકેત આપો, સખત ચોકી પહેરો ગોઠવો, નાસભાગ રોકવા ચોકીદારો ગોઠવો, છાપો મારવા સંતાઈને તૈયાર રહો.’ કારણ, બેબિલોનના લોકો વિરુદ્ધ પ્રભુએ જે સંદેશ પ્રગટ કર્યો હતો તે જ પ્રમાણે તેમણે પોતાની યોજના પાર પાડી છે.


આક્રમણ કરવા માટે વજા ફરકાવો, બધી પ્રજાઓમાં રણશિંગડું વગાડો! બેબિલોનની વિરુદ્ધ યુદ્ધ કરવાને માટે એ પ્રજાઓને સાબદી કરો. અરારાટ, મિન્‍ની અને આશ્કેનાઝની પ્રજાઓને તેના પર આક્રમણ કરવા બોલાવી લાવો. તેની વિરુદ્ધ સેનાનાયકો નીમો. તીડોનાં ટોળાંની જેમ ઘોડેસ્વારોને ચડાઇ કરવા લઇ આવો.


એક પછી એક સંદેશક અને એક પછી એક દોડવીર બેબિલોનના રાજા પાસે પહોંચીને સમાચાર આપે છે કે તેનું નગર પૂરેપૂરું જીતી લેવાયું છે.


બેબિલોનના દેવ બેલને હું સજા કરીશ અને તે જે ગળી ગયો છે તે હું ઓકાવી દઈશ. બીજી પ્રજાઓ તેની પૂજા કરવા ત્યાં આવશે નહિ.


તેથી એવો સમય આવશે જ્યારે હું બેબિલોનની મૂર્તિઓને સજા કરીશ. સમગ્ર દેશ લજ્જિત થશે, અને તેના બધા લોકોની કત્લેઆમ થશે,


તેથી હું પ્રભુ કહું છું કે, એવો સમય આવશે જ્યારે હું બેબિલોનની મૂર્તિઓને સજા કરીશ અને ઘવાયેલાનો કણસાટ આખા દેશમાં સંભળાશે.


પણ બેબિલોન અચાનક પડીને પાયમાલ થયું છે; તેને માટે વિલાપ કરો; તેના ઘા પર વિકળાના વૃક્ષનો લેપ લગાવો કે તેનો ઘા કદાચ રૂઝાય.


યહૂદિયાના રાજા યહોયાખીનના દેશનિકાલના સાડત્રીસમા વર્ષના બારમા મહિનાના પચીસમા દિવસે બેબિલોનના રાજા એવીલ-મેરોદાખે તેના રાજ્યાભિષેકના વર્ષમાં યહોયાખીન પ્રત્યે સદ્ભાવ દાખવ્યો અને તેને કેદમાંથી મુક્ત કર્યો.


તેથી પ્રભુએ કહ્યું, “હે પ્રજાઓ, હે સમાજો, મારા લોકની શી દશા થશે તે વિષે સાંભળો.


પ્રભુએ યહોયાકીમને અને મંદિરનાં કેટલાંક પાત્રોને તેના હાથમાં સોંપી દીધાં. તે પોતાની સાથે કેટલાક કેદીઓને બેબિલોનમાંના પોતાના દેવોના મંદિરમાં લઈ ગયો અને લૂંટેલાં પાત્રો એ મંદિરના ભંડારમાં મૂક્યાં.


તેણે તેમને કહ્યું, “હે શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો, શું તમે ઇરાદાપૂર્વક મારા દેવની કે મેં પ્રતિષ્ઠિત કરેલી સુવર્ણમૂર્તિની સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને પૂજા કરતા નથી?


પ્રભુ તેમને ગભરાવી મૂકશે. તે પૃથ્વીના દેવોને નષ્ટ કરશે, અને ત્યારે તો સર્વ પ્રજાઓ પોતપોતાના દેશમાં પ્રભુની ભક્તિ કરશે.


તેણે મોટે અવાજે પોકાર્યું, “પતન થયું! મહાનગરી બેબિલોનનું પતન થયું! હવે તે ભૂતો અને અશુદ્ધ આત્માઓનું નિવાસસ્થાન બન્યું છે. દરેક પ્રકારનાં મલિન અને ઘૃણાજનક પક્ષીઓ તેનામાં વાસો કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan