Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 5:31 - પવિત્ર બાઇબલ C.L.

31 “સંદેશવાહકો જૂઠો સંદેશ પ્રગટ કરે છે, યજ્ઞકારો પણ સંદેશવાહકોના કહ્યા પ્રમાણે લોકો પર જોહુકમી ચલાવે છે, અને મારા લોકોને એ બધું ગમે છે! પણ આખરે તેઓ શું કરશે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 પ્રબોધકો જૂઠું બોલે છે, ને તેઓના કહ્યા પ્રમાણે યાજકો અધિકાર ચલાવે છે અને મારા લોકને એ ગમે છે; પણ છેવટે તમે શું કરશો?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 પ્રબોધકો જૂઠું બોલે છે અને તેઓના કહ્યા પ્રમાણે યાજકો સત્તા ચલાવે છે. અને મારા લોકને તે ગમે છે; પણ અંત આવશે ત્યારે શું થશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 પ્રબોધકો જૂઠી વાણી ઉચ્ચારે છે, યાજકો મનમાની સત્તા ચલાવે છે; અને મારા લોકોને એ ગમે છે; પણ અંત આવશે ત્યારે તેઓ શું કરશે?

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 5:31
37 Iomraidhean Croise  

તેથી આહાબે લગભગ ચારસો સંદેશવાહકોને બોલાવ્યા અને તેમને પૂછયું, “હું ગિલ્યાદના રામોથ પર ચડાઈ કરું કે નહિ?” તેમણે જવાબ આપ્યો, “ચડાઈ કરો, પ્રભુ તમને વિજય પમાડશે.”


દુર્જન ભૂંડા શબ્દો પ્રત્યે લક્ષ આપે છે, અને જૂઠો માણસ નિંદા કરનાર જીભ તરફ કાન માંડે છે.


ઈશ્વર તમને સજા ફરમાવશે ત્યારે તમે શું કરશો? તે તમારા પર દૂર દેશથી આફત લાવશે ત્યારે તમે શું કરશો? તમે મદદ માટે કોની પાસે દોડી જશો? તમારી ધનદોલત ક્યાં મૂકી જશો?


એ સમયે પલિસ્તીઓના કાંઠા પ્રદેશના રહેવાસીઓ કહેશે, “આશ્શૂરના રાજાની તાબેદારીમાંથી મુક્ત થવા આપણે જેમના પર આધાર રાખ્યો હતો તેમની કેવી દુર્દશા થઈ છે! તો પછી આપણે કેવી રીતે બચીશું?”


સિયોનમાં પાપીઓ ધ્રૂજી ઊઠયા છે. દુષ્ટોને કંપારી છૂટી છે. તેઓ કહે છે: “આપણામાંથી કોણ ભસ્મ કરી નાખનાર અગ્નિ સાથે અને સદા બળતી આગ સાથે વસી શકે?”


તમારા આદિ પિતાએ પાપ કર્યું છે અને તમારા આગેવાનોએ પણ મારી વિરુદ્ધ પાપ કર્યું છે.


તેં કહ્યું, ‘હું તો સદાસર્વદા રાણી તરીકે રહીશ.’ પણ તેં આ બધી વાતો ધ્યાનમાં લીધી નહિ અને એનો આખરી અંજામ શો આવશે તેનો વિચાર કર્યો નહિ.


ક્યાં સુધી અમારો દેશ સૂકોભઠ રહેતાં ગમગીન રહેશે, અને બધાં ખેતરોનું ઘાસ ચીમળાઈ જશે? પ્રાણીઓ અને પક્ષીઓ નષ્ટ થઈ રહ્યાં છે, કારણ, આ દેશના લોકો દુષ્ટ છે. તેઓ કહે છે કે, ‘અમે શું કરીએ છીએ એ ઈશ્વર ક્યાં જુએ છે?’


પણ પ્રભુએ મને જવાબ આપ્યો, “બીજા સંદેશવાહકો મારે નામે જૂઠો સંદેશ પ્રગટ કરે છે. મેં તેમને મોકલ્યા નથી કે તેમને કોઈ આજ્ઞા આપી નથી. અરે, હું તેમની સાથે બોલ્યો પણ નથી. તેઓ તેમના ઉપદેશમાં ખોટાં સંદર્શનો, નકામી આગાહીઓ અને પોતાના મનની કલ્પનાઓનો ઉપયોગ કરે છે”


યજ્ઞકારો, બીજા સંદેશવાહકો અને બધા લોકોએ યર્મિયાને પ્રભુના મંદિરમાં એ સંદેશ પ્રગટ કરતાં સાંભળ્યો.


તેની મલિનતા તેનાં વસ્ત્ર પર ચોંટેલી છે. છતાં તેણે પોતાની આખરી અવસ્થાનો વિચાર કર્યો નહિ. તેનું પતન ભયાનક હતું, તેને દિલાસો દેનાર કોઈ નહોતું. તેના દુશ્મનોનો વિજય થયો છે અને તે દયા માટે પ્રભુને પોકારે છે.


તારા સંદેશવાહકો પાસે જૂઠ સિવાય બીજું કંઈ કહેવાનું હતું જ નહિ. પોતાના ઉપદેશમાં તેમણે તારાં પાપ વખોડયાં નહિ; એમ કરીને તેમણે તને છેતરી છે. તેમણે તને એવું વિચારતી કરી કે તારે પાપથી પાછા ફરવાની જરૂર નથી.


પણ તેના સંદેશવાહકો અને યજ્ઞકારોએ નિર્દોષને મારી નાખવાનું પાપ કર્યું હોવાથી એવું બન્યું છે!


દુશ્મનો અમારા પર ચાંપતી નજર રાખતા હતા; તેથી અમે અમારા રસ્તાઓ પર પણ ફરી શક્તા નહોતા. અમારા દિવસો પૂરા થયા છે; અમારો અંત નજીક આવી પહોંચ્યો છે.


“સહીસલામતી જેવું કંઈ ન હોવા છતાં બધું સહીસલામત છે એમ કહીને તેઓ મારા લોકોને ભમાવે છે. મારા લોકો તકલાદી ભીંત બાંધે છે ત્યારે આ સંદેશવાહકો તેના ઉપર ચૂનાના લપેડા કરે છે.


તેમનાં સંદર્શનો આભાસી છે અને તેમની આગાહી જૂઠી છે. ‘પ્રભુ આમ કહે છે’ એવું કહીને તેઓ મારો સંદેશ પ્રગટ કરવાનો દાવો કરે છે, પણ મેં તેમને મોકલ્યા નથી. છતાં પોતાની વાણી સાચી પડે એવી અપેક્ષા તેઓ રાખે છે!


હું તારી ખબર લઇ નાખીશ ત્યારે તારી હિંમત અને તારું બાહુબળ ટકી રહેશે ખરાં? હું પ્રભુ એ બોલ્યો છું અને હું તે પાર પાડીશ.


પણ તમને તે લોકોના જેવી જ સજા થશે. હું તમને સજા કરીશ અને તમારે તમારી દુષ્ટતાની કિંમત ચૂકવવી પડશે.


ઇઝરાયલમાં મેં કમકમાટી ઉપજાવે એવી બાબત જોઈ છે. મારા લોકોએ, એફ્રાઈમ તથા ઇઝરાયલે મૂર્તિપૂજા આચરીને પોતાને ભ્રષ્ટ કર્યા છે.


જ્યારે પ્રભુનાં મુકરર પર્વો આવશે ત્યારે તમે શું કરશો?


“આ લોકોને તો એવો સંદેશવાહક જોઈએ છે કે જે જૂઠ અને કપટથી ભરપૂર હોય અને કહેતો ફરે કે, ‘હું ભવિષ્ય ભાખું છું કે તમારે માટે દ્રાક્ષાસવ અને શરાબની રેલમછેલ થશે.’


લોકો મને ઉપદેશ આપે છે, “તું અમને ઉપદેશ આપીશ નહિ અને એ બધી વાતોનો બોધ કરીશ નહિ. ઈશ્વર અમને લજ્જિત કરશે નહિ.


શહેરના અધિકારીઓ લાંચ માટે વહીવટ કરે છે અને યજ્ઞકારો પગાર લઈને મોશેનો નિયમ સમજાવે છે. સંદેશવાહકો પૈસા લઈને સંદર્શનો જણાવે છે, ને પાછા એવો દાવો કરે છે કે, “પ્રભુ આપણી સાથે છે, આપણા પર કંઈ વિપત્તિ આવી પડવાની નથી.”


સંદેશવાહકો બેજવાબદાર અને કપટી છે. યજ્ઞકારોએ પવિત્ર વસ્તુઓને ભ્રષ્ટ કરી છે અને પોતાના હિતમાં તેઓએ નિયમશાસ્ત્રનો મારી મચરડીને ભંગ કર્યો છે.


તેમણે કહ્યું, ‘હું વિમુખ થઈને તેમની ઉપેક્ષા કરીશ, અને પછી જોઈશ કે તેમના કેવા હાલ થાય છે.’ કારણ, તેઓ તો હઠીલી પેઢી અને દગાખોર સંતાન છે.


જો, તેઓ શાણા અને સમજુ થયા હોત તો તેમણે પોતાના આખરી અંજામનો વિચાર કર્યો હોત.


Lean sinn:

Sanasan


Sanasan