Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 5:23 - પવિત્ર બાઇબલ C.L.

23 પણ તમે લોકો તો હઠીલા અને બંડખોર દયના છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 પણ આ લોકનું હ્રદય બંડખોર તથા બળવાખોર છે; તેઓ બંડ કરીને ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 પરંતુ આ લોકો તો હઠીલા અને બંડખોર છે. તેઓ મારાથી દૂર ભટકી ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 પરંતુ આ લોકો તો હઠીલા અને બળવાખોરો છો. તેઓ મારાથી દૂર ભટકી ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 5:23
14 Iomraidhean Croise  

વળી, તેઓ પોતાના પૂર્વજો જેવા ન થાય; એ પૂર્વજો તો હઠીલા અને વિદ્રોહી હતા; તેમનાં હૃદય દઢ નહોતાં, અને તેમનો આત્મા ઈશ્વર પ્રતિ વફાદાર નહોતો.


ચાળીસ વર્ષ સુધી તે પેઢી પ્રત્યે મને ઘૃણા રહી. ત્યારે મેં કહ્યું, ‘આ લોકોનાં હૃદયો ભટકી ગયેલાં છે; તેઓ મારા માર્ગોમાં ચાલવાનો ઇનકાર કરે છે.’


તમે શા માટે વિદ્રોહ કર્યા કરો છો? શું હજી તમારે વધારે સજા ભોગવવી છે? આખું માથું તો સડી ગયું છે! વળી, હૃદય પણ નિર્ગત છે.


પ્રભુએ કહ્યું, “હે ઇઝરાયલના લોકો, તમે મારી વિરુદ્ધ ભારે બંડ કર્યું છે. પણ હવે મારી પાસે પાછા આવો!


માનવી હૃદય સૌથી કપટી અને અતિશય ભ્રષ્ટ છે. તેને કોણ પારખી શકે?


જેમ રખેવાળ ખેતરની ચોતરફ ફરી વળે તેમ તેઓ તને ઘેરો ઘાલશે; કારણ, તેમણે મારી વિરુદ્ધ બંડ પોકાર્યું છે. હું પ્રભુ પોતે એ બોલું છું.


તેથી હું અમીરવર્ગના લોકો પાસે જઈને વાત કરીશ. તેમને તો પ્રભુના માર્ગની જાણ હશે અને ઈશ્વરની અપેક્ષા વિષે ખબર હશે. પણ જોયું તો, તેઓ સૌએ ઈશ્વરના નિયમની ઝુંસરી ભાંગી નાખી છે અને તેમની સાથેના કરારનાં બંધનો તોડી નાખ્યાં છે.


તેઓ સઘળા રીઢા બંડખોરો છે, તેઓ તાંબા અને લોખંડ જેવા સખત છે; તેઓમાંનો એકેએક ભ્રષ્ટ અને અફવા ફેલાવનાર છે.


મારા લોકનું વલણ મારાથી વિમુખ થવાનું છે. તેમના પર લાદવામાં આવેલી ધૂંસરીને લીધે તેઓ પોક મૂકશે પણ કોઈ તે ઉઠાવી લેશે નહિ.


મારા લોકનાં પાપને કારણે તમે ધનવાન થાઓ છો અને એટલે તેઓ વધારે ને વધારે પાપ કરે તેવું તમે ઇચ્છો છો.


હે બંડખોર, ભ્રષ્ટાચારી અને જુલમી નગરી, તારી તો કેવી દુર્દશા થશે.


“જો કોઈ માણસને હઠીલો અને ઉધત પુત્ર હોય અને તે પોતાના માતાપિતાનું કહેવું માનતો ન હોય અને તેમની શિસ્તની અવગણના કરતો હોય,


કારણ, તમે કેટલા હઠીલા અને બંડખોર છો તે હું જાણું છું. તમે તો મારી હયાતીમાં પ્રભુ વિરૂધ બંડ કર્યું છે, તો મારા મૃત્યુ પછી કેટલું વિશેષ બંડ કરશો!


મારા ભાઈઓ, સાવધ રહો કદાચ તમારામાંના કોઈનું હૃદય દુષ્ટ અને અવિશ્વાસુ બને અને તે જીવતા ઈશ્વરથી વિમુખ થાય.


Lean sinn:

Sanasan


Sanasan