યર્મિયા 5:22 - પવિત્ર બાઇબલ C.L.22 હું પ્રભુ આ બોલું છું. શું તમે મારાથી નહિ ડરો? તમે મારી સમક્ષ નહિ ધ્રૂજો? મેં સમુદ્રને માટે રેતીના પટની હદ ઠરાવી છે. એ કાયમી હદને તે ઓળંગી શકે નહિ, જો કે તેનાં મોજાં ઉછળે તો પણ તે આગળ વધી શકે નહિ; ગર્જના કરે પણ હદ તોડી શકે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 યહોવા કહે છે શું તમે મારાથી બીતા નથી? શું તમે મારી આગળ નહિ ધ્રૂજશો? મેં હંમેશને માટે સમુદ્રને માટે રેતીની મર્યાદા ઠરાવી છે કે, તે તેને ઓળંગી શકે નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 યહોવાહ કહે છે, શું તમે મારાથી બીતા નથી? શું તમે મારી આગળ ધ્રૂજ્શો નહિ? મેં હંમેશને માટે સમુદ્રને રેતીની મર્યાદા ઠરાવી છે કે તે તેને ઓળંગી શકે નહિ, જો કે તેનાં મોજાં ઊછળે, તોપણ તેઓ તેને ઓળંગી શકે નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ22 આ હું યહોવા બોલું છું “શું તમે મને જોઇને થથરી નહિ જાઓ? મેં સાગરને રેતીની પાળ બાંધી છે; એ પાળ કાયમી છે; સાગર એને ઓળંગી શકે નહિ, સાગર ગમે તેટલો તોફાને ચડે પણ કઇં કરી શકે નહિ. એનાં મોજાં ગમે તેટલી ગર્જના કરે પણ એને ઓળંગી નહિ શકે. Faic an caibideil |
“હું તમને બચાવવા આવ્યો ત્યારે અહીં કેમ કોઈ નહોતું? મેં હાંક મારી ત્યારે કેમ કોઈએ જવાબ આપ્યો નહિ? શું તમને છોડાવવા હું પહોંચી વળી શકું તેમ નથી? શું તમને બચાવવાને મારું બાહુબળ પૂરતું નથી? હું ધમકીમાત્રથી સમુદ્રને સૂકવી નાખું છું અને નદીઓને રણ બનાવી દઉં છું. પરિણામે, પાણીને અભાવે તેનાં માછલાં તરસે તરફડી મરે છે અને ગંધાઈ ઊઠે છે.