Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 49:32 - પવિત્ર બાઇબલ C.L.

32 તેમનાં ઊંટોને તથા ઢોરઢાંકને લૂંટી લો.” પ્રભુ કહે છે, “લમણાંના વાળ મૂંડનાર જાતિના લોકોને હું ચારે બાજુ વેરવિખેર કરી નાખીશ અને હું ચોમેરથી તેમના પર આફત લાવીશ. હું પ્રભુ આ બોલું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 તેઓનાં ઊંટો તમે લૂંટશો, તેઓનાં ઘણાં ઢોર લઈ જશો; અને જેઓની દાઢીના ખૂણા કોતરેલા છે તેઓને હું સર્વ દિશાએ વિખેરી નાખીશ; અને ચોતરફથી તેઓ પર વિપત્તિ લાવીશ, એવું યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 માટે તેઓનાં ઊંટો લૂંટાશે અને તેઓની સર્વ સંપત્તિ લૂંટાશે. અને જેઓની દાઢીના ખૂણા કાપેલા છે તેઓને હું ચારેકોર વિખેરી નાખીશ, અને દરેક બાજુએથી તેઓના પર આફત ઉતારીશ.” એમ યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 તેઓનાં ઊંટો અને તેઓનાં અસંખ્ય ઘેટાં લૂંટી લો! હું એ મૂંડેલા થોભિયાવાળાઓને ચારેકોર વિખેરી નાખીશ અને દરેક બાજુએથી તેઓના પર આફત ઉતારીશ.” આ યહોવાના વચન છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 49:32
8 Iomraidhean Croise  

હું એલામ વિરુદ્ધ ચારે દિશાએથી પવન મોકલીશ અને તેના લોકને આ પવનોથી ચોમેર વેરવિખેર કરી નાખીશ, એટલે સુધી કે કોઈ એવો દેશ નહિ હોય જ્યાં એલામનો નિરાશ્રિત ન હોય!


પ્રભુ કહે છે કે, “એવો સમય આવે છે કે, જ્યારે હું ઇજિપ્તને, યહૂદિયાને, અદોમને, આમ્મોનીઓને, મોઆબીઓને, તેમ જ બાજુએથી દાઢી મૂંડેલી હોય એવી રણપ્રદેશમાં ભટક્તી જાતિઓને, એ સૌને સજા કરીશ. મને ઓળખતા નહિ હોવાને લીધે હું સર્વ સુન્‍નતરહિત વિદેશીઓને અને શારીરિક સુન્‍નતથી મારી સાથે કરારબદ્ધ થયા હોવા છતાં મારા પ્રત્યેની નિષ્ઠામાં તેમના દયની દુષ્ટતામાં સુન્‍નતરહિત હોવાને લીધે ઇઝરાયલને સજા કરીશ.”


તેથી તારામાં વસતાં માબાપ પોતાનાં બાળકોને ખાશે અને બાળકો પોતાનાં માબાપોને ખાશે. હું તને સજા કરીશ અને તારા બચી ગયેલાંને ચારે દિશામાં વિખેરી નાખીશ.


તારી ત્રીજા ભાગની વસતી તારામાં જ મહામારી અને ભૂખમરાથી મરી જશે. તારા ત્રીજા ભાગના લોકોનો શત્રુની તલવારથી સંહાર થશે અને ત્રીજા ભાગના લોકોને હું ચારે દિશામાં વિખેરી નાખીશ અને તેમની પાછળ ઉઘાડી તલવારે તેમનો પીછો કરીશ.


“પ્રભુ તમને પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી સર્વ દેશોમાં વિખેરી નાખશે, અને ત્યાં જેમને તમે અથવા તમારા પૂર્વજો જાણતા નથી એવા અન્ય દેવોની લાકડાની તથા પથ્થરની મૂર્તિઓની પૂજા કરશો.


Lean sinn:

Sanasan


Sanasan