યર્મિયા 49:30 - પવિત્ર બાઇબલ C.L.30 પ્રભુ કહે છે, “હે હાસોરના રહેવાસીઓ, નાસો, દૂર જતા રહો. બરાબર સંતાઈ જાઓ! કારણ, બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે તમારી વિરુદ્ધ યોજના ઘડી છે અને તમારી વિરુદ્ધ નિર્ધાર કર્યો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 યહોવા કહે છે, હે હાસોરના રહેવાસીઓ, નાસો, દૂર ભટક્યા કરો, એકાંત જગામાં વસો; કેમ કે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે તમારી વિરુદ્ધ મસલત કરી છે, અને તમારી વિરુદ્ધ સંકલ્પ કર્યો છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 યહોવાહ કહે છે; હે હાસોરના વતનીઓ, નાસો, દૂર જતા રહો, એકાંત જગ્યામાં વસો. “કેમ કે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે તમારી વિરુદ્ધ તમારો નાશ કરવા માટે કાવતરું રચ્યું છે. નાસી જાઓ, પાછા જાઓ. Faic an caibideilપવિત્ર બાઈબલ30 યહોવા કહે છે: “ભાગો ભાગો, તમારો જીવ બચાવવા નાસી જાઓ. હાસોરના વતનીઓ, અરણ્યમાં દૂર દૂર સંતાઇ જાઓ! કારણ કે બાબિલના રાજા નબૂખાદરેસ્સારે તમારી વિરુદ્ધ તમારો નાશ કરવા માટે કાવત્રું રચ્યું છે. Faic an caibideil |
તેથી હું ઉત્તરની બધી પ્રજાઓને અને મારા સેવક બેબિલોન દેશના રાજા નબૂખાદનેસ્સારને લઈ આવીશ. આ યહૂદિયાના દેશ તથા તેના બધા રહેવાસીઓ અને આસપાસના બધા દેશો સામે યુદ્ધ કરવા હું તેમને લઈ આવીશ. મેં આ દેશોનો તથા તેની આસપાસના દેશોનો સંપૂર્ણ સંહાર કરવાનું નક્કી કર્યું છે. હું તેમની એવી દશા કરીશ કે લોકો એ જોઈને ડઘાઈ જશે, આઘાત પામશે અને તેમની હંમેશને માટે નામોશી થશે.